Book Title: Shantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Author(s): Clare Rosenfield
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad
View full book text
________________
-
-..
-
-
ઓગળી જાય એવું વાતાવરણ હતું. અહીં જીવનના સર્વ સંતાપ શમી જાય એવી અસર થતી હતી.
રૂપને લાગ્યું કે એ દેવાધિદેવ સાથે એકાત્મભાવ અનુભવી રહ્યો છે.
રૂપ રોજ જાત્રા કરવા લાગ્યો. પાંચમું દિવસે એ પર્વત ઉતરતો હતો ત્યારે આચાર્ય ભક્તિસૂરિજી પર્વત ચડતા હતા. તેઓ ક્ષણ બે ક્ષણ ઊભા રહ્યા એમણે શક્તિશાળી ચુંબકની જેમ આકર્ષતું મધમીઠું હાસ્ય આપ્યું:
રૂપે નમીને વંદન કર્યા. એને લાગ્યું કે આ ગુરૂના સાનિધ્યમાં મને શાંતિ મળશે, કદાચ તેઓ મને યોગ્ય જીવન પંથ દર્શાવશે.
બીજે દિવસે રૂપ એમને મળવા ગયો.
રૂપ એમને મળ્યો. એમના સાનિધ્યમાં થોડો સમય બેઠો અને એણે એમની પાસે રહેવાનું નક્કી કર્યું.
આચાર્ય ભક્તિસૂરિએ રૂપનું બરાબર નિરીક્ષણ કર્યું.
એક દિવસ એમણે ધીર ગંભીર કઠે કહ્યું, “આત્માનું કલ્યાણ કરવું હોય તો આ સંસારનો ત્યાગ કર. વિચાર કરજે. પિતાની રજા લેજે. પછી જ હું તને સ્વીકારવા તૈયાર છું.”
રૂપે સંસાર છોડવાનો નિર્ણય કર્યો એ નિર્ણય પિતાને જણાવ્યો. દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરી ને એણે રજા માગી.
શું કહે છે, રૂપ?' પિતાએ વિસ્મયપૂર્ણ કઠે પૂછયું: મારે સંસારનો ત્યાગ કરવો છે.”
છોગાલાલ ટીકીટીકીને પુત્રના ચહેરા સામે તાકી રહ્યા. હસ્યા અને અવિચલિત કંઠ સ્વરે કહ્યું, ‘રૂપ, તું મારો વિચાર કર આપણા કુટુંબમાં તું એક દીકરો છે. આપણા વેપારનું શું થશે, કહે તો?”
“આ કુટુંબ, આ વેપાર મારી માતાને જીવન બક્ષી ન શક્યાં. આ સમૃદ્ધિ આપણી પાસે રહી અને વહાલી બહેન ચાલી ગઈ. પિતાજી આપણે ક્ષણેક્ષણે મૃત્યુ તરફ ધસી રહ્યા છીએ. કહેશો, મૃત્યુ છે શું? પિતાજી મોત મને ગ્રસી લે એ પહેલા મારે ઘણું
--
-
| શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98