Book Title: Shantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Author(s): Clare Rosenfield
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad
View full book text
________________
-
-
-
-
એ ફક્ત ભારતવાસીઓનું બનેલું નથી. મારા કુટુંબીજનો દુનિયાના સર્વ ભાગોમાં વસે છે. મારું વતન આ પૃથ્વી છે, આ વિશ્વ છે જ્યાં પ્રાણ, પ્રેમ, પ્રકાશ, પાણી અને પવન મળે છે.
એમણે માનવસેવાના કાર્યો શરૂ કર્યા હતાં. કારણ કે એમને દરેક માનવીમાં ઈશ્વર દેખાતો હતો. તેઓ ભેદભાવથી પર બની રહ્યા હતા. તે જ વખતે સેકન્ડ સ્પિરિટ્યૂઅલ સમીટનું એમને આમંત્રણ મળ્યું.
આ કોન્ફરન્સ જીનીવામાં મળવાની હતી. એ સાલ હતી ૧૯૭૦ની. શ્રીમતી સરલા અને બી.કે. બીરલા એ આમંત્રણ આપવા આવ્યા. કહેવામાં આવ્યું કે પૂર્વ અને પશ્ચિમની દૂરતાને નજીકતામાં બદલવાનો સમય પાકી ગયો છે. વિજ્ઞાન એ કાર્ય કરી શકશે નહિ. એ કાર્ય ધર્મદ્વારા જ થશે. તેથી ધર્મપુરૂષોએ એકઠા થવાની જરૂર છે.
સત્ય અને અહિંસાનો ઉપદેશ તમે ઉત્તમ રીતે આપી શકશો.
તમારી ભાષા અને તમારું પ્રભાવી વ્યક્તિત્વ, તમારા જૈન ધર્મના સિદ્ધાંતો અહિંસાની હવા ફેલાવવામાં મદદ કરશે.
ચિત્રભાનુજીના જીવનપંથમાં અનેક વળાંકો આવ્યા હતા. બચપણમાં બા અને બહેનના મૃત્યુને લીધે એમની પર દુ:ખની વીજળી ત્રાટકી હતી.
હૃદયમાં શૂન્યતા છવાઈ ગઈ હતી. પણ યુવાનીમાં ઉષા જેવી સ્નેહાળ સખી, લાગણીથી છલકાતી મિત્ર અને યુવાન હૃદયને સમજનારી એક શાણી છોકરી મળી હતી.
જીવનમાં ગુલાબી સપનાઓ જાગી ઉઠ્યાં હતા. પણ ફરી એ સપનાઓ તૂટેલા કાચની જેમ કણકણમાં વેરાઈ ગયાં હતા.
હવે પંથ પર એક નવો પડકાર આવ્યો હતો. પડકાર ઝીલવો એ ચિત્રભાનુજીનો સ્વભાવ હતો.
• મદદ કરી.
-
-
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રશ્ના ચિત્રભાનું ! - - - -Press -
" " બerFre":"en drg
Jale se"
-
---
--

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98