Book Title: Shantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Author(s): Clare Rosenfield
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 81
________________ - - - - - - - જીવન તરફ આદર હશે તો એક માનવી બીજા માનવીને મદદ કરવા તૈયાર થશે. બીજાને મદદ કરવી એ પવિત્ર કાર્ય છે. જે પવિત્ર કાર્ય કરે છે તેના મનમાં શાંતિના બીજ વવાય છે.' ‘જેના મનમાં શાંતિ હશે તે શાંતિથી જીવી શકશે અને બીજાને શાંતિપૂર્વક જીવવા દેશે.' ‘મુનિએ અનેકાંતવાદ પર વિસ્તારપૂર્વક સમજાવ્યું અને કહ્યું કે મહાવીરનો સ્પષ્ટ સંદેશ છે કે આપણી નજરે જ દુનિયા જેવી ન જોઈએ. સામાના દ્રષ્ટિબિંદુનો પણ આપણે ખ્યાલ કરવો જોઈએ.' પ્રેક્ષજ્ઞાણે મહાવીર પ્રભુ વિશે જાણ્યું. ઘણાખરા જૈન ધર્મ વિશે પ્રથમ વાર સાંભળતા હતા. એમનામાં વધુ જાણવાની ઉત્કંઠા થઈ તેથી અનેક લોકો મુનિને મળ્યા અને ભગવાન મહાવીર તથા જૈન ધર્મ વિશે પ્રશ્નો કર્યા. એમને સંતોષ થાય એવા જવાબો મુનિએ આખા. કોન્ફરન્સનો છેલ્લો દિવસ આવ્યો. એ દિવસે તેઓની સભા ત્યાંના પ્રાચીન ચર્ચ સંત પીટરના ચર્ચમાં મળવાની હતી. ચર્ચ હતું. વાતાવરણમાં ભગવાન ઈશુની યાદ હતી. એની હવામાં બાઈબલના પાઠ હતા. ત્યાં ચિત્રભાનુજીએ નવકારમંત્રનું ગાન કર્યું. ભક્તામર બોલ્યા, બંને વિશે ટૂંકમાં સમજાવ્યું અને કહ્યું ‘વ્યક્તિના સુખમાં સમષ્ટિનું સુખ સમાયું છે. આ સૃષ્ટિમાં એકવાક્યતા છે. આ સૃષ્ટિ પૂર્ણ છે.' “આ દુનિયાના એક છેડે જે કરીએ છીએ એની અસર દુનિયાના બીજા છેડા સુધી થાય છે. તેથી આ ધર્મની પ્રાર્થનામાં દુનિયાના સર્વ જીવોને સમાવી લેવામાં આવ્યા છે. મારી દ્રઢ માન્યતા છે કે જીવનનો આનંદ માણવાનો ફક્ત માનવીઓને જ નહિ, પ્રાણી માત્રને અધિકાર છે.' હું પ્રાર્થના કરીશ કે માનવજાત પર ચારે દિશામાંથી આશીર્વાદ ઉતરે. આપણું જીવન માનવી માટે ઉપયોગી બને. જીવ માત્ર ૭૪ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્વટા ચિત્રભાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98