Book Title: Shantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Author(s): Clare Rosenfield
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 65
________________ જગતમાં જેવુ બોલશો તેવો પડઘો સાંભળવા મળશે વિહાર કરતા કરતા તેઓ દરિયાથી ઘેરાયેલ મુંબઈ બેટ સુધી આવી પહોંચ્યા. મુંબઈમાં દાખલ થવા માટે તેઓ રેલ્વેના પુલ પર હળવે હળવે ચાલતા હતા. એમની નજર ગઈ એક લાકડાનાં ઢીમ પર. એક નાની માછલી પડી હતી. કદાચ કોઈ માછાણના સુંડલામાંથી પડી હશે. મુનિએ પોતાના હાથમાં રહેલ દંડથી માછલીને ધકેલી. હળવો ધક્કો લાગતાં માછલી પાણીમાં ગઈ. પાણીને સ્પર્શ કર્યો ન કર્યો અને માછલી ઉછળી. જાણે હવામાં તરવા લાગી હતી. અડધી ક્ષણમાં બની ગયેલ આ બનાવ મુનિના મનમાં જડાઈ ગયો. માછલી પાણી વિના મૃત્યુની રાહ જોતી પડી હતી. પાણી મળતાં એ નવજીવન પામી હતી. એનામાં શક્તિનો સંચાર થયો હતો. જાણે નવજીવનનો ઉલ્લાસ વ્યક્ત કરવા એ હવામાં ઉછળી હતી. એ જીવન મળ્યાનો હર્ષ હતો. . કેવો છે આ જીવનો મોહ! આ મીઠું મધુરું જીવન સૌને ગમે છે. દુનિયામાં એક રાગતા છે. સુસંગતા છે. સ્નેહનો સ્પર્શ સૌ જાણે છે. સ્નેહનો સ્પર્શ અંગઅંગમાં આનંદ પ્રેરે છે. મુનિના પગ ડગલાં ભરતાં હતાં અને એમનું મન દોડતું હતું. - ૫૮ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન સ્ટા ચિત્રભાનું . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98