________________
હોય, તત્વ એ છે કે મણિભદ્ર નામની કઈ સાહિત્યક વ્યક્તિ થયેલ નથી. એટલે ષદર્શનની આ લઘુ ટીકે તેમની બનાવેલી નથી જ, કિન્તુ આ શ્રી વિદ્યાતિલકસૂરિજીની જ બનાવેલી છે, તે તેમની પ્રતિથી તથા બૃહત ટીપ્પનિકા તથા જૈન ગ્રંથાવલી (પૃ. ૭૯) અને જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ૫. (૪૩૨) વિગેરેના ઉલ્લેખોથી પણ પૂરવાર છે. વળી તેમની ને ઉપરથી એ પણ સાફ દીવા જેવું માલુસ પડે છે કે ષદર્શન ઉપર એક આઅને બીજી આ. શ્રી ગુણરત્નસૂરિજીની બુટીકા, એમ બે જ ટીકાઓ છે, ત્રીજી કેઇપણ જોવામાં આવેલ નથી.
વળી આ ગ્રન્થના સંપાદન તથા સંશોધનમાં જે હસ્તપ્રતિઓને ઉપયોગ થયેલ છે, તથા જેના ઉપરથી પાઠાંતરે વિગેરે લેવામાં આવેલા છે તેની હકીકત પ્રતિપરિચયમાં પ્રકાશક તરફથી નિવેદિત થનાર હોઈ
હુ પિષ્ટપેષણ અમે કરતા નથી. જ્યાં અશુદ્ધ પાઠ હોય અને પ્રતિઓમાંથી શુદ્ધ પાઠ મળેલ ન હોય ત્યાં અમને લાગેલ શુદ્ધ પાઠ () કોસ કરીને દેખાડેલ છે, તથા વધારાને અશુદ્ધ પાઠ લાગેલ હેય તે [] કાટખૂણમાં દેખાડેલ છે. પાઠાંતરમાં મૂકેલ પાઠ કેટલેક સ્થલે મૂળ વિગે. રમાં રાખવા જેવા અમને લાગવા છતાં પ્રતિક વિગેરેમાં સામેની બધી પ્રતિ એક સરખો પાઠ આપતી હોય તેવા સ્થલે તેમને પાઠાંતરમાં રાખવા અમે ઉચિત સમજ્યા છીએ.
આ ગ્રંથમાં ઘણું ઉપયોગી વિષયોને સમાવેશ થયેલ છે. મૂળમાં તથા ટીકામાં સંક્ષેપમાં કહેવાયેલ કેટલીક હકીકતેને જે તે વિસ્તાર ટિપ્પણોથી બતાવવામાં આવેલ છે. આથી અભ્યાસીઓને આ ગ્રંથ જાણે મદદગાર નીવડશે, એમાં અમને શંકા નથી. છયે દર્શનના માલિક - પ્રમેય, પ્રમાણુદિ પદાર્થ સ્વરૂપ સાથે ત્રણ ત્રેસઠ પાખડીઓનું, નેગ