________________
પ્રાસ્તાવિક (પ્રથમ આવૃત્તિ) યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે ‘પદ્દર્શન' પર ગ્રંથ લખવા મને આમંત્રણ આપ્યું. તેને લીધે મને ભારતીય દર્શનના વિશેષ અધ્યયનની તક મળી. તે બદલ હું યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનો હાર્દિક આભાર માનું છું. ‘પદ્દર્શન' ગ્રંથના ખંડવાર પ્રકાશનનો પ્રસ્તાવ મંજૂર રાખવા બદલ તેમ જ પ્રકાશનનું કાર્ય ઝડપથી પૂરું થાય તેવી વ્યવસ્થા કરી આપવા બદલ ગ્રંથનિર્માણ બોર્ડના અધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ પટેલનો હું ખરેખર ત્રણી છું. વળી, ગ્રંથનિર્માણ બોર્ડના સૌ કાર્યકરોએ ઊલટભેર આપેલા સહકારને હું વીસરી શકું નહિ. ‘પદર્શન’ પરનાં (૧) સાંખ્ય-યોગ, (૨) ન્યાય-વૈશેષિક અને (૩) મીમાંસાવેદાન્ત એ ત્રણ પુસ્તકોમાંનું આ પ્રથમ પુસ્તક છે. પ્રસ્તુત પુસ્તકના લેખનમાં પ્રધાન દષ્ટિકોણ સાંખ્ય-યોગના સિદ્ધાન્તોને મૂળ સંસ્કૃત ગ્રંથોને આધારે વિશદ રીતે રજૂ કરવાનો રહ્યો છે.
મારા લખાણને વાંચી યોગ્ય સૂચનો કરવા બદલ ભારતીય દર્શનોના ઊંડા અભ્યાસી અને લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના અધ્યક્ષ શ્રી દલસુખભાઈ માલવણિયાનો તેમ જ અનુસ્નાતક કક્ષાએ સાંખ્યયોગનું અધ્યાપનકાર્ય કરતાં ડૉ. ઈન્દુકલાબહેન હી. ઝવેરીનો હું ઋણી છું. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તરફથી આ પુસ્તકના પરામકની હેસિયતથી કાર્ય કરતાં પદ્દર્શન'ની આ યોજનામાં રસ લઈને અને આ પુસ્તકને સમીક્ષાત્મક દષ્ટિએ વાંચી સૂચનો કરીને ગુજરાત યુનિવર્સિટીના તત્વજ્ઞાનના પ્રાધ્યાપક ડૉ. જયેન્દ્રકુમાર યાજ્ઞિકે મને ઉપકૃત કર્યો છે, તે બદલ હું તેમનો આભાર માનું છું. ભારતીય દર્શનને સમજવાની દષ્ટિ અને પ્રદાન કરનાર અને મારે માટે શાશ્વત પ્રેરણાસ્રોત સમા કુશલદ્રષ્ટા પંડિત શ્રી સુખલાલજી તરફનો મારો કૃતજ્ઞભાવ શબ્દબદ્ધ કરવો અશક્ય છે. આ પુસ્તકમાં જે કંઈ સત્ત્વ છે તે તેમણે પ્રદાન કરેલી દષ્ટિને આભારી છે અને જે કંઈ ક્ષતિઓ છે તે મારી અણસમજને કારણે છે.
આ પુસ્તક સાંખ્ય-યોગના તેમ જ અન્ય ભારતીય દર્શનોના વિશેષ અભ્યાસ માટે વાચકોમાં રસ જગાડશે તો મારો શ્રમ સાર્થક થયાનો મને આનંદ થશે.
લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ-૯ ૧૯ એપ્રિલ ૧૯૭૩
નગીન જી. શાહ .
ઉપાધ્યક્ષ