Book Title: Shaddarshan Part 01 Sankhya Yog
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 5
________________ પ્રકાશન પ્રસંગે કિંચિત્ ઉચ્ચ કેળવણીના ક્ષેત્રે અધ્યયન-અધ્યાપનની બોધભાષા તરીકે માતૃભાષા-પ્રાદેશિક ભાષાનો સ્વીકાર થતાં યુનિવર્સિટી શિક્ષણની વિવિધ વિદ્યાશાખાઓના અભ્યાસક્રમોને આવરી લેતાં પાઠ્યપુસ્તકો તથા સંદર્ભગ્રંથો નિર્માણ કરવાની જરૂર ઊભી થઈ. ભારત સરકારના ગ્રંથ પ્રકાશનના અનુદાનથી તથા ગુજરાત સરકારના વહીવટી અનુદાનની સહાયથી રચાયેલું યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ આ લક્ષ્યાનુસાર પાઠ્યપુસ્તકો અને સંદર્ભગ્રંથોનું પ્રકાશન કાર્ય કરી રહ્યું છે. આ પ્રકારના ગ્રંથ પ્રકાશનના કાર્યમાં બોર્ડને ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓના અભ્યાસનિષ્ઠ પ્રાધ્યાપકો તથા અન્ય ‘તજજ્ઞોનો સહકાર સાંપડતો રહ્યો છે. ' ગ્રંથ પ્રકાશનની આ યોજનાના અનુસરણમાં વિનયન વિદ્યાશાખાના તત્વજ્ઞાન વિષયના અધ્યયન-અધ્યાપનમાં ઉપયોગી પ્રમાણભૂત ગ્રંથો પ્રાસ બની રહે એ હેતુથી આ વિષયના તજજ્ઞ નગીન જી. શાહ દ્વારા તૈયાર કરેલ ગ્રંથ પદર્શન (પ્રથમ ખંડ) સાંખ્યયોગ ઈ.સ. ૧૯૭૩માં પ્રસિદ્ધ કરવામાં આવેલો. એ ગ્રંથ અપ્રાપ્ય બનતાં તેની આ દ્વિતીય આવૃત્તિ (પુનર્મુદ્રણ)નું પ્રકાશન-કરતાં હું આનંદ અનુભવું છું. પ્રથમ આવૃત્તિની જેમ ગ્રંથની આ દ્વિતીય આવૃત્તિને પણ વિદ્યાર્થીઓ, અધ્યાપકો ઉપરાંત આ વિષયમાં અભિરૂચિ ધરાવતા. સર્વ જિજ્ઞાસુઓનો આવકાર અને આદર સાંપડી રહેરો એવી શ્રદ્ધા છે. આ ગ્રંથ સુલભ બનાવવામાં પ્રેસ, પૂફરીડર અને બોર્ડના કર્મચારીઓએ દાખવેલી તત્પરતા બદલ તેઓનો પણ આભાર માનું છું. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬. ડિસેમ્બર ૧૯૯૫. વસુબેન ત્રિવેદી અધ્યક્ષ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 324