Book Title: Sarvangin Sanshodhan ane Samalochna Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ સર્વાંગીણ સંશોધન અને સમાલેચના [ ૮૧૩ આજ લેતું ગજાવર લખાણુ—અને તે પણ મૌલિક કર્યું તેની શક્તિ અને પ્રતિભા કેટલી હરો એનુ તે માત્ર અનુમાન જ કરવાનું રહે છે. કદાચ અભિપ્રાયથી શ્રી. આનંદશંકર ધ્રુવ જેવા પરિમિતભાષી વિદ્વાને તેમને વિશે અહાભાવ દર્શાવેલા અને પ્રશ'સાપુષ્પ વર્ષાવેલાં. સંસ્કાર–પીઠિકામાં પૂર્વ-પશ્ચિમના સટ્ટને લીધે ઊભી થયેલી પરિસ્થિતિ અને તેમાંથી મણિલાલ જેવાના કેવી રીતે ઉદ્ભવ થયા એ વસ્તુ યોગ્ય રીતે ચર્ચવામાં આવી છે. એ ચર્ચામાં ઓગણીસમા સૈકાના પશ્ચિમ ભારતના સાંકારિક ઇતિહાસની બધી કડીઓ જોવા મળે છે. ઓગણીસમા સૈકાનું તાદશ ચિત્ર જોવા ઇચ્છે તેવા કોલેજમાં ભણતા વિદ્યાર્થી ઓને માટે આ સંસ્કારપીઠિકા પૂરતી છે. ' > ખીન્ન પ્રકરણમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનને લગતા મણિલાલના લેખા, પુસ્તકા આદિને લઈ ચર્ચા કરવામાં આવી છે. · અભ્યાસ ' નામની લેખમાળા, · સિદ્ધાંતસાર નામનું સ્વતંત્ર પુસ્તક, ‘પ્રાવિનિમય ’ નામક સ્વતંત્ર પુરતક અને ગીતા 'ના સભાપ્ય અનુવાદ ઇત્યાદિ તેમની બધી જ પ્રાપ્ય કૃતિને લઈ લેખકે વિચારણા કરેલી છે. આ વિચારણા કરતી વખતે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં સર્વત્ર આ દેશના તેમ જ પરદેશના વિદ્વાનોની કૃતિએ સાથે તુલના પણ કરવામાં આવી છે. એ તુલના કરતાં કાઈ પણ સ્થળે મણિલાલ વિશે અત્યુક્તિ કરવામાં નથી આવી અને છતાં મણિલાલનું ધર્મ તેમ જ તત્ત્વજ્ઞાન વિશે મૌલિક દૃષ્ટિબિંદુ શું હતું તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. મિણલાલની મુખ્ય દૃષ્ટિ અભેદલક્ષી હતી. તે કેવલબ્રહ્મા તને પારમાર્થિક સત્યરૂપે સ્વીકારી તેના વ્યવહારના દરેક ક્ષેત્રમાં કઈ રીતે વિનિયોગ કરવા એ ભાવનાથી અર્ધું લખતા-વિચારતા. તેમની અદ્વૈત વિશેની સ્થિર ધારણાને લીધે ધણા વ્યવહારુ અને ઉપરછલ્લી દૃષ્ટિ ધરાવનારા લેાકાને તે અગમ્ય જેવા લાગતા. છતાં તેમણે પાતાનું વક્તવ્ય યુક્તિ, શાસ્ત્ર અને અનુભવને આધારે સ્પષ્ટ કરવામાં કચાશ રાખી નથી, એમ તેમનાં લખાણ વાંચતાં આજે પણ લાગે છે. આચાય ધ્રુવ ચાલુ સૈકાના ગુજરાતી સાક્ષરામાં શિરસમણિ છે, પણ તેમનાં લખાણામાંની ધર્મ તેમ જ તત્ત્વજ્ઞાન વિશેની ધણી વિચારણાની પૂર્વ પીઠિકા મણિલાલનાં લખાણામાં મળી રહે છે. એમ કહી શકાય કે મણિલાલે ચગેલા ધર્મ અને તત્ત્વજ્ઞાનના મુદ્દાને આનંદ કરભાઈ એ પ્રસન્ન શૈલીએ વધારે સ્પષ્ટ કર્યાં અને વિકસાવ્યા. નિષધના લેખકે મણિલાલની આ શક્તિ પારખી તેમની તજ્યિક કૃતિઓનું સમાલોચન કર્યું છે અને જ્યાં મણિલાલના નિરૂપણમાં કે વિચારમાં કાંઈ ક્ષતિ દેખાઈ ત્યાં તે દર્શાવ્યું પણ છે. ܕ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10