Page #1
--------------------------------------------------------------------------
________________
સર્વાગીણ સંશોધન અને સમાલોચના
[૫] લગભગ દોઢ વર્ષ પહેલાં આખો લખાયેલ નિબંધ મેં શ્રી. ધીરુભાઈ ઠાકર પાસેથી સાંભળેલું. ત્યારે મારા ઉપર મણિલાલ નભુભાઈ દ્વિવેદીની અસાધારણ શક્તિ વિશે બહુ ઊંડી છાપ પડેલી, અને એ નિબંધની સર્વાગીણ સંશોધનદૃષ્ટિ તથા તટસ્થ સમાલોચના વિશે પણ બહુ આદર ઊપજેલે. પરંતુ તે વખતે મારે કાંઈક પ્રાસ્તાવિક રૂપે લખવું છે એ કોઈ ચોક્કસ ખ્યાલ હતો જ નહિ. મેં જે લખેલે આખો નિબંધ સાંભળેલ, તેનું લગભગ અર્ધ પરિમાણુ પ્રસ્તુત મુદ્રિત ભાગમાં આવે છે. મૂળ નિબંધમાં જે મ. દિવેદીના જીવનને સ્પર્શ ભાગ હતા તે પ્રસ્તુત મુદ્રણમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. એને લીધે પ્રસ્તુત નિબંધનું કદ બહુ વધતું નથી અને માત્ર સાહિત્યિક જીવન પૂરતી સમગ્ર ચર્ચા આવી જાય છે. આથી વાચકવર્ગને એકસાથે બેજા જેવું નહિ લાગે અને વધારે સંભવ એવો છે કે મણિલાલની સાહિત્યિક કૃતિઓ વિશે વાંચ્યા પછી લેકના મનમાં તેમના જીવન વિશે પણ ઊંડી જિજ્ઞાસા ઉદ્દભવે. આ દૃષ્ટિએ જોતાં પ્રસ્તુત નિબંધ પ્રમાણપત જ લેખાય.
થોડાંક વર્ષો થયાં ગુજરાતમાં એક પ્રથા શરૂ થઈ છે, જે વધાવી લેવા જેવી છે. તે પ્રથા એટલે પીએચ. ડી. ના નિબંધ વાસ્તે અર્વાચીન યુગના “કઈ ને કોઈ વિશિષ્ટ સાક્ષરને પસંદ કરવા તે. મણિલાલ ગઈ શતાબ્દીના ગુજરાતી વિશિષ્ટ સાક્ષમાં મૂર્ધન્ય સ્થાન ભોગવવાની યોગ્યતા ધરાવે છે. એટલે મણિલાલને લઈ કઈ પીએચ. ડી. કરવા ઇચ્છે તો એ બહુ ઉચિત જ ગણાવું જોઈએ. શ્રીયુત ધીરુભાઈ એ આજથી અગિયાર વર્ષ પહેલાં મણિલાલ વિશે નિબંધ લખવાને વિચાર કર્યો અને કામ શરૂ કર્યું. બહુકૃત અને વિશદદષ્ટિસંપન્ન સ્વ. રામનારાયણ વિ. પાઠક એમના માર્ગદર્શક હતા. વિષય અને માર્ગદર્શકને ખરેખર સુમેળ ગણાય. તેમાં શ્રીયુત ધીરુભાઈએ નવ વર્ષની સતત તપસ્યાને ઉમેરો કર્યો, એટલે એ યોગ બહુ સુભગ નીવડ્યો. પ્રસ્તુત નિબંધ એ સુભગ બેગનું જ પરિણામ છે.
હું મારી શક્તિ, સમજ અને સમયની મર્યાદા જાણવા છતાં પ્રાસ્તાવિક રૂપે કાંઈક લખવા પ્રેરા છું તે બે દષ્ટિએ ઃ એક તે મણિલાલના સાહિત્યનું
Page #2
--------------------------------------------------------------------------
________________
સર્વાગીણ સશે ધન અને સમાલોચના
[ ૮૬. અને કાર્યનું પ્રસ્તુત નિબધ દ્વારા જે પરિશીલન થયું તે દ્વારા મણિલાલની અસાધારણ પ્રતિભા અને શક્તિની મારા ઉપર ઊંડી છાપ પડી. અને બીજુ, શ્રી. ધીરુભાઈએ નિબંધ લખવા પાછળ જે વાચન, ચિંતન અને વિષયને પૂરો ન્યાય આપવા ખાતર શક્તિ અને સમયની પરવા કર્યા વિના છૂટીછવાઈ વીખરાયેલી પ્રાપ્ય સામગ્રીને મેળવવા, તેમ જ સર્વથા અપ્રાપ્ય જેવી સામગ્રીને શોધી તેને ઉપગ કરવા જહેમત લીધી છે, તેની પણ મારા ઉપર ઊંડી. છાપ પડી છે.
અધ્યયન, મનન-ચિંતન, તુલના, સંબંધ ધરાવતી સામગ્રી જે મળતી હેય તેને ઉપયોગ અને અપ્રાપ્ય હેય તેની શોધ કરવી, ઇત્યાદિ અનેક અંગે. સંશોધનકાર્યમાં આવશ્યક છે. પ્રસ્તુત નિબંધ સાંગોપાંગ વાંચતાં કોઈ પણ વિચારકને એ દૃઢ પ્રતીતિ થયા વિના નહિ રહે કે નિબંધના લેખકે સંશોધનને સર્વાગીણું બનાવવામાં કશી કચાશ રાખી નથી. પ્રત્યેક વિષયને લગતી કૃતિઓની તુલના અને પરીક્ષા કરતી વખતે લેખકે તેની મૂલવણીમાં કેટલી તટસ્થતા વાપરી છે એને પણ ખ્યાલ વાચકને મૂળ નિબંધ અને સ્થળે સ્થળે કરેલાં ટિપણે ઉપરથી આવ્યા વિના નહિ રહે.
મણિલાલને યથાર્થ સમજવા માટે તે આ આખો નિંબધ જ ધ્યાનપૂર્વક વાંચી જ જોઈએ. ગયા સેકાના એ અસાધારણ વિદ્વાન, બહુશ્રુત તેમ જ અનેક વિષયમાં સ્વતંત્ર વિહાર કરનાર એક સાક્ષર હતા. તેમ છતાં, ગણ્યાગાંઠયા વિદ્વાને સિવાય એમને વિશે લેકે બહુ ઓછું જાણે છે. એવી સ્થિતિમાં એમનો પૂરે અને યથાર્થ પરિચય કરાવતે પ્રસ્તુત નિબંધ વિદ્વાને ઉપરાંત સાધારણ જિજ્ઞાસુવર્ગને પણ બહુ ઉપયોગી થશે એ વિશે મને શંકા નથી. જો આપણે આપણું વિચારક અને લેખકવર્ગને સાચો અને સ્પષ્ટ ઈતિહાસ સાચવી રાખવો હોય, તેમ જ તેમાંથી પ્રેરણા મેળવી નવી પેઢીએ પ્રગતિ કરવી હોય, તે જરૂરનું છે કે કોઈ અભ્યાસી તે તે વ્યક્તિ વિશે પૂરું નિરૂપણ કરે. પ્રસ્તુત નિબંધ એવા ઈતિહાસની એક સાચી કડી બની રહે છે, તેથી આવકારપાત્ર છે.
પ્રસ્તુત નિબંધમાં સાત પ્રકરણે છે. પહેલું પ્રકરણ સંસ્કાર પીઠિકા. બીજું ધર્મતત્વચર્ચા. ત્રીજુ સમાજ, શિક્ષણ અને રાજકારણને લગતું ચોથું સાહિત્યકૃતિઓને લગતું. પાંચમું ગદ્યશૈલીને લગતું. છઠું કવિતા વિશેનું અને સાતમું ઉપસંહાર.
Page #3
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન
ઓગણીસમા સૈકાના પ્રારંભથી તેના અંત સુધીમાં આખા દેશમાં અને ખાસ કરી ગુજરાતમાં જે પૂર્વ-પશ્ચિમના ચાંગે નવાજૂનાને સધ ચાલતા, તેનું સંસ્કારપીઠિકામાં સંક્ષિપ્ત છતાં સાંગોપાંગ નિરૂપણ છે. એક વર્ગ દેશમાં એવા હતા, જે શિક્ષણ, સમાજ, સાહિત્ય, ભાષા, રાજ્ય બધાં ક્ષેત્રે પશ્ચિમની શક્તિ અને તેજસ્વિતાથી અંજાઈ પાશ્ચાત્ય સંસ્કારશના અનન્ય ભક્ત થયેલે; જ્યારે બીજો વર્ગ તેથી સાવ જુદી વૃત્તિ સેવતા, તે વર્ગો એવા રૂઢિચુસ્ત કે જાણે પશ્ચિમમાંથી કાંઈ લેવા જેવું છે જ નહિં અને જે ચાલ્યું આવે છે તેને જ વળગી રહેવું. પરંતુ ત્રીજો વગ—ભલે તે નાના હાય છતાં—એવા હતા, જે એમ માનતા કે પશ્ચિમમાંથી ધણુ લેવા જેવું છે, તે લીધા વિના ભારતીય સંસ્કૃતિ વધારે ઉદાત્ત ખની પણ નહિ શકે. તેમ છતાં, તે વ ઊંડી ષ્ટિથી એ પણ જોઈ શકતા કે પાશ્ચાત્ય સંસ્કારોને આંધળિયાં કરી ઝીલવા અને પચાવવા એમાં બહુ જોખમ છે. તે વગ પોતાના હુજારા વના સાંસ્કૃતિક વારસાનું ખરુ મહત્ત્વ સમજતા. તેથી તે વારસાના મૂલ્યવાન અને સ્થાયી અશાને કાઈ પણ રીતે આંચ ન આવે એવી રીતે, પણ નવા જમાનામાં ઊભા રહેવા માટે જે ખૂટતું દેખાય તેની પૂર્તિ અધેલું, પાશ્ચાત્ય સંસ્કારપ્રવાહમાંથી બધું જ લેવા તૈયાર હતા. મણિલાલ આ ત્રીજા વર્ગોના વિશિષ્ટ પ્રતિનિધિ હતા. એક તો એમણે ભારતીય પ્રાચીનતમ સાહિત્યના સીધા પરિચય કર્યો હતો. એ સાહિત્યની વિવિધ શાખાઓની ગુણવત્તાનું પણ એમને ભાન હતું. એમની પ્રતિભા એ જોઈ શકતી કે ભારતીય સાહિત્ય અને સંસ્કારરાશિમાં શું શું સ્થાયી તત્ત્વ છે. તેથી એમણે પોતાનુ જીવનકાર્ય નક્કી કરતાં પૂરો વિચાર કરી લીધા અને તે પ્રમાણે આખુ જીવન જરા પણ પીછેહઠ કર્યા વિના વ્યતીત કર્યું. પોતે સ્વીકારેલ જીવનકાર્યની સિદ્ધિ અર્થે એમણે પોતાના અલ્પ કહી શકાય એવા આયુષ્ય દરમ્યાન એટલા બધાં વિષયે અને ક્ષેત્રા ખેચ્યાં છે કે તેના વિચાર કરતાં મારા જેવા માણસ તો આભા ખની જાય છે.
૮૨ ]
મણિલાલને ન હતી શારીરિક સ્વસ્થતા કે ન હતી કૌટુંબિક અને જ્ઞાતિજનની કશી અનુકૂળતા. એટલું જ નહિ, તેમને પ્રમાણમાં આર્થિક સંકડામણુ પણ હતી જ. પેાતાના સ્વમાની અને કાઇની ખુશામત ન કરવાની મક્કમ વલણુને લીધે જ્યાં ત્યાં માર્ગ મોકળે કરવાનું પણ તેમને માટે સરળ ન હતું. એવી અકલ્પ્ય અગવડા અને મૂંઝવણા વચ્ચે જે વ્યક્તિએ લગભગ પંદર વર્ષ જેટલા ગાળામાં સાહિત્ય અને વનને સ્પર્શતા બધા જ પ્રદેશાને આવરી
Page #4
--------------------------------------------------------------------------
________________
સર્વાંગીણ સંશોધન અને સમાલેચના
[ ૮૧૩
આજ
લેતું ગજાવર લખાણુ—અને તે પણ મૌલિક કર્યું તેની શક્તિ અને પ્રતિભા કેટલી હરો એનુ તે માત્ર અનુમાન જ કરવાનું રહે છે. કદાચ અભિપ્રાયથી શ્રી. આનંદશંકર ધ્રુવ જેવા પરિમિતભાષી વિદ્વાને તેમને વિશે અહાભાવ દર્શાવેલા અને પ્રશ'સાપુષ્પ વર્ષાવેલાં. સંસ્કાર–પીઠિકામાં પૂર્વ-પશ્ચિમના સટ્ટને લીધે ઊભી થયેલી પરિસ્થિતિ અને તેમાંથી મણિલાલ જેવાના કેવી રીતે ઉદ્ભવ થયા એ વસ્તુ યોગ્ય રીતે ચર્ચવામાં આવી છે. એ ચર્ચામાં ઓગણીસમા સૈકાના પશ્ચિમ ભારતના સાંકારિક ઇતિહાસની બધી કડીઓ જોવા મળે છે. ઓગણીસમા સૈકાનું તાદશ ચિત્ર જોવા ઇચ્છે તેવા કોલેજમાં ભણતા વિદ્યાર્થી ઓને માટે આ સંસ્કારપીઠિકા પૂરતી છે.
'
>
ખીન્ન પ્રકરણમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનને લગતા મણિલાલના લેખા, પુસ્તકા આદિને લઈ ચર્ચા કરવામાં આવી છે. · અભ્યાસ ' નામની લેખમાળા, · સિદ્ધાંતસાર નામનું સ્વતંત્ર પુસ્તક, ‘પ્રાવિનિમય ’ નામક સ્વતંત્ર પુરતક અને ગીતા 'ના સભાપ્ય અનુવાદ ઇત્યાદિ તેમની બધી જ પ્રાપ્ય કૃતિને લઈ લેખકે વિચારણા કરેલી છે. આ વિચારણા કરતી વખતે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં સર્વત્ર આ દેશના તેમ જ પરદેશના વિદ્વાનોની કૃતિએ સાથે તુલના પણ કરવામાં આવી છે. એ તુલના કરતાં કાઈ પણ સ્થળે મણિલાલ વિશે અત્યુક્તિ કરવામાં નથી આવી અને છતાં મણિલાલનું ધર્મ તેમ જ તત્ત્વજ્ઞાન વિશે મૌલિક દૃષ્ટિબિંદુ શું હતું તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. મિણલાલની મુખ્ય દૃષ્ટિ અભેદલક્ષી હતી. તે કેવલબ્રહ્મા તને પારમાર્થિક સત્યરૂપે સ્વીકારી તેના વ્યવહારના દરેક ક્ષેત્રમાં કઈ રીતે વિનિયોગ કરવા એ ભાવનાથી અર્ધું લખતા-વિચારતા. તેમની અદ્વૈત વિશેની સ્થિર ધારણાને લીધે ધણા વ્યવહારુ અને ઉપરછલ્લી દૃષ્ટિ ધરાવનારા લેાકાને તે અગમ્ય જેવા લાગતા. છતાં તેમણે પાતાનું વક્તવ્ય યુક્તિ, શાસ્ત્ર અને અનુભવને આધારે સ્પષ્ટ કરવામાં કચાશ રાખી નથી, એમ તેમનાં લખાણ વાંચતાં આજે પણ લાગે છે. આચાય ધ્રુવ ચાલુ સૈકાના ગુજરાતી સાક્ષરામાં શિરસમણિ છે, પણ તેમનાં લખાણામાંની ધર્મ તેમ જ તત્ત્વજ્ઞાન વિશેની ધણી વિચારણાની પૂર્વ પીઠિકા મણિલાલનાં લખાણામાં મળી રહે છે. એમ કહી શકાય કે મણિલાલે ચગેલા ધર્મ અને તત્ત્વજ્ઞાનના મુદ્દાને આનંદ કરભાઈ એ પ્રસન્ન શૈલીએ વધારે સ્પષ્ટ કર્યાં અને વિકસાવ્યા. નિષધના લેખકે મણિલાલની આ શક્તિ પારખી તેમની તજ્યિક કૃતિઓનું સમાલોચન કર્યું છે અને જ્યાં મણિલાલના નિરૂપણમાં કે વિચારમાં કાંઈ ક્ષતિ દેખાઈ ત્યાં તે દર્શાવ્યું પણ છે.
ܕ
Page #5
--------------------------------------------------------------------------
________________
૮૪ ]
દર્શન અને ચિંતન
( દા. ત. જુએ પૃ. ૧૦૫ પરની કાંત-મણિલાલ-વિવાદની સમાલાચના. એ જ રીતે રમણભાઈ સાથેના વિવાદમાં મણિલાલના પ્રાર્થના-વિષયક દૃષ્ટિ બિન્દુની ટીકા; જુઓ પૃ. ૧૨૫-૧૨૯.)
આ જ પ્રકરણમાં શ્રી. રમણભાઈ નીલક અને કવિ કાંત જેવા સાથે થયેલી મણિલાલની લાંખી ચર્ચાએના ઉપર પણ નિબંધલેખ પૂરો પ્રકાશ પાડયો છે. આ કામગીરી બજાવવા જતાં લેખકને અનેક જૂની ફાઈ લા સાંગાપાંગ ઉથલાવવી પડી છે. રમણભાઈ જેવા પ્રખર સાહિત્યિક અને કુશળ વકીલ સાથેની વર્ષો લગી ચાલેલી ચર્ચામાં શું તથ્ય છે તે લેખકે નિબંધમાં તટસ્થપણે તારવી બતાવ્યું છે. (જીએ રૃ. ૧૭૩-૧૭૫) શ્રી. સજાનાએ મુંબઈ યુનિવર્સિટીમાં આપેલ વ્યાખ્યાનમાં રમણુભાઇ અને મણિલાલની ‘ સ્કોલર ’ તરીકેની તુલના કરતાં જે ભ્રમ ઊભો કર્યાં છે તેનું નિરસન પ્રસ્તુત નિબંધમાં રીક ઠીક દલીલથી કરવામાં આવ્યુ છે; અને છતાંયે, શ્રી. સજાનાની કેટલીક ટીકાના સ્વીકાર પણ કર્યો છે, જે સમાલોચનાનુ` સમતેલપણું સૂચવે છે.. (જુએ પૃ. ૧૩૬–૧૪૧)
*
વળી, એ જ પ્રકરણમાં શ્રી. ગોવર્ધનરામ અને આન ંદશંકર સાથે મણિલાલની ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં તુલના પણ કરવામાં આવી છે, જે પરથી મણિલાલનું ધર્મ અને તત્ત્વચિંતનના ક્ષેત્રમાં ગુજરાતી વિચારક તરીકે શું સ્થાન છે તેને ચોક્કસ ખ્યાલ મળે છે. ( જુઓ પૃ. ૧૪૩–૧૫૨ )
સમાજ, શિક્ષણ અને રાજકારણ જેવા વિષયામાં પણ મણિલાલ અવ્યાહત ગતિએ વિચારે છે અને લખે છે. એ વિશેનાં તેમનાં • પૂર્વ અને પશ્ચિમ', ‘નારીપ્રતિષ્ઠા’, ‘સુદર્શન ગદ્યાવલ ’ માંના લેખો આદિ બધાં જ લખાણા લઈ લેખકે તે તે ક્ષેત્રમાં મણિલાલની કેવી દૃષ્ટિ હતી અને તેએ સમાજ, શિક્ષણ કે રાજકારણમાં શું પરિવર્તન કરવા ઇચ્છતા તે બધું લાગતાવળગતા વિચારકા અને ચાલુ પ્રણાલીઓ સાથે તુલના કરી દર્શાવ્યું છે. તે કાળે કાઈ' વિશિષ્ટ સાક્ષર સીધી રીતે રાજકારણની ચર્ચા ભાગ્યે જ કરતા; ત્યારે મણિલાલ એ વિશે પાતાની ચોક્કસ દ્રષ્ટિ નિર્ભયપણે રજૂ કરે છે, એ જાણતાં જ એમ થઈ આવે છે કે ગુજરાતે માત્ર સામાજિક સુધારકાને જ જન્મ નથી આપ્યા, પણ એણે ગઈ સદીના રાજકીય દૃષ્ટિએ દખાયેલ સાક્ષરવમાં પણ એક તેજસ્વી મૂર્તિ જન્માવી છે.
પ્રકરણ ચોથામાં સાહિત્યકૃતિઓની સમાલોચના છે. તેમાં મણિલાલનાં નાટક, નવલકથા, આત્મચરિત્ર, નિબંધ, વિવેચનલેખે! ... સશોધન, ભાષાંતર–
Page #6
--------------------------------------------------------------------------
________________
સર્વાગીશુ સાધન અને સમાલોચના
[ ૮૫ સંપાદન આદિ સાહિત્યની વિગતે અને મુક્તમને ચર્ચા કરી છે. ‘કાન્તા” નાટક વિશેની ચર્ચા બે બાબતે તરફ ખાસ ધ્યાન ખેંચે છે. એક તે નવલરામે કાન્તા' નાટકની કરેલી ટીકાને જે સમર્થ જવાબ અપાયે છે તે (જુઓ પૃ. ૧૯૮-૨૦૧.), અને બીજી એ કે “કાના” નાટક મુંબઈ કંપનીએ ભજવ્યું તે કેવું નીવડ્યું એની સાચી માહિતી તેના જાણકાર વૃદ્ધ સુપ્રસિદ્ધ નટ જયશંકરભાઈ (સુંદરી) પાસેથી મેળવી આપી છે તે (જુઓ પૃ. ૨૦૪).
નૃસિંહાવતાર' નાટક એ જ કંપનીની માગણીથી રચાયું અને ભજવાયું. તેણે પ્રેક્ષક અને વિદ્વાને ઉપર જે અસર કરેલી તેની યથાર્થ માહિતી પણ તે જ નાટક ભજવવામાં પ્રત્યક્ષ ભાગ લેનાર શ્રી. જયશંકરભાઈ એ પૂરી પાડી, એની પણ લેખકે નેંધ કરી છે, જે મહત્વની કહેવાય. “નૃસિંહાવતાર ” અદ્યાપિ અપ્રકટ છે, પણ હવે થોડા જ વખતમાં પ્રકાશિત થશે અને રસિક એની ગુણવત્તા પણ જોઈ શકશે.
“ગુલાબસિંહ” ની ચર્ચા લેખકે વિસ્તારથી કરેલી છે. સ્વ. નવલરામ ત્રિવેદીએ એનું મૂલ્યાંકન કરવામાં જે ભૂલ કરેલી તે દર્શાવવા ઑર્ડ લિટનલિખિત મૂળ અંગ્રેજી નવલકથા “ઝનીનાં અવતરણો લઈ “ગુલાબસિંહ ના તે તે ભાગની સવિસ્તર તુલના કરી છે, અને સાચી રીતે સાબિત કર્યું છે કે
ગુલાબસિંહ” જેકે ઉક્ત અંગ્રેજી નવલકથા ઉપરથી લખાયો છે, પણ તે નથી અક્ષરશઃ અનુવાદ કે મેટે ભાગે અનુવાદ, પણ “ગુલાબસિંહ” એ એક સ્વતંત્ર રૂપાંતર છે. “સરસ્વતીચંદ્ર'ના પ્રકાશન પહેલાં જ “ગુલાબસિંહ' કકડે. કકડે પ્રસિદ્ધ થયે જતો હતે. મણિલાલની નવલકાર તરીકેની શક્તિ એમાં સ્પષ્ટ છે. '' નિબંધમાં મણિલાલના આત્મચરિત વિશે પણ ઈશારે છે. આત્મચરિત લભ્ય છતાં આજ લગી પૂરેપૂરું પ્રસિદ્ધ થયું નથી. નિબંધલેખકે ઘણું જહેમત લઈ એ આખું આત્મચરિત જોઈ લીધું અને તે ઉપરથી પ્રસ્તુત નિબંધમાં તે વિશે ચર્ચા કરી છે. મણિલાલ પહેલાં લખાયેલ દુર્ગારામ અને નર્મદનાં આત્મ ચરિત જાણીતાં છે, પણ મણિલાલનું આત્મચરિત તદ્દન જુદી જ કેનુિં છે. એમાં સત્યને ભારેભાર રણકાર છે. લેખકે ગાંધીજીના આત્મચરિતના મુકાબલે મણિલાલનું આત્મચરિત કેવું ગણાય તેની નિખાલસ ચર્ચા કરી છે.
મણિલાલ એક સમર્થ નિબંધકાર તરીકે જાણીતા છે. એમણે લગભગ દોઢ હજાર પાનાં જેટલા નિબંધ લખ્યા છે. એ નિબંધની પરીક્ષા લેખકે તટસ્થભાવે કરી છે અને નર્મદ, રમણભાઈ નરસિંહરાવ અને ઠાકોર આદિ સાથે તુલના કરી તેની ગુણવત્તા પણ દર્શાવી છે.
૫૫.
Page #7
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન મણિલાલે લગભગ ૨૪૦ જેટલાં પુસ્તકનું અવલોકન-વિવેચન કર્યું છે. એ અવકન માત્ર સ્થળ કે પચ પૂરતું નહિ, પણ તે તે પુસ્તક બરાબર વાંચી–સમજી તે વિશે પિતાને તટસ્થપણે જે સૂચવવું છે તે સૂચવ્યું છે. અને ઘણું વાર તેમણે પિતાના પ્રતિપક્ષી લેખકેનાં પુસ્તક વિશે પણ ઊંચે અભિપ્રાય દર્શાવ્યો છે. આ વસ્તુ લેખકે નિબંધમાં ઉત્તમ રીતે રજૂ કરી છે. (દા. ત. જુઓ પૃ. ૨૫૯ પદને અનુભવિકા ” વિશે ઉલ્લેખ.).
બીજાં બધાં કામે ઉપરાંત મણિલાલના જે કામે મારું મન વધારે જીત્યું છે તે કામ પાટણના ભંડારોનું અવલોકન-સંશોધન. મણિલાલ પહેલાં ટોડ, ફાર્બસ, મુલ્હર અને ભાંડારકરે પાટણના ભંડારે અવલેકેલા, પણ તેમની પછી તરત જ મણિલાલ એ કામગીરી હાથમાં લે છે. બીજા બધા કરતાં ઓછી સગવડ અને નાદુરસ્ત તબિયત છતાં તેમણે લગભગ આઠ માસ લગી રાત અને દિવસ એકધારું ભંડારોનું વ્યવસ્થિત કામ કર્યું. જ્યારે કે ભંડારે ઉઘાડવા રાજી નહિ, અને ઉઘાડે તેય પૂરું બતાવે નહિ, બેસવાની જગ્યા પણ અંધારી અને ભેજવાળી, વળી થડા વખત માટે ભંડાર ઉઘાડે તોય મકાને લિખિત પિથીઓ લઈ જવા આપે નહિ, નકલ કરનારની પણ પૂરી સગવડ નહિ, ઇત્યાદિ અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમણે ૧૨ ભંડારેમાંના મળ્યા તેટલા ગ્રંથોનું પાને પાને જોઈ તેની મુદ્દાવાર વિગતે યાદી તૈયાર કરી.
એટલું જ નહિ, પણ તે ઉપરથી સર સયાજીરાવ પાસે તેમણે એક નિવેદન રજૂ કર્યું, જેમાં ગાયકવાડ સરકારે ભંડારોના ઉદ્ધાર વિશે શું શું કરવું, કયા કયા ગ્રંથો પ્રસિદ્ધ કરવા, કયાં કયાં ભાષાંતર કરાવવાં અને કયા કયા ગ્રંથાને માત્ર સારા પ્રગટ કરે ઈત્યાદિ સૂચના હતી. એ સૂચનાને આધારે જ સર સયાજીરાવે પ્રાચ્ય વિદ્યામંદિર અને ગાયકવાડ ઓરીએન્ટલ સિરીઝ એ બે પ્રવૃત્તિઓ શરૂ કરી, જે ઉત્તરોત્તર વિકસતી રહી છે. મણિલાલ માત્ર સૂચના કરીને જ બેસી ન રહ્યા, પણ તેમણે જાતે જ એ કાભ પ્રારંવ્યું. તેના ફળરૂપે
અનેકાંતવાàવેશ', “યાશ્રય”, “કુમારપાળચરિત', “ષડ્રદર્શનસમુચ્ચય', ભોજપ્રબંધ', “ઋતિસારસમુદ્ધરણ' આદિ ગ્રંથોનાં આધુનિક ગુજરાતીમાં સર્વપ્રથમ ભાષાંતર પ્રસ્તાવના સહ પ્રસિદ્ધ થયાં અને સંસ્કૃત-પ્રાકૃત પ્રાચીન
નાં ભાષાંતર કરવાનો માર્ગ મોકળો થે. મણિલાલે પિતાની સૂચનાને મૂર્ત રૂપ આપવા “પ્રબંધચિંતામણિ” વગેરે ૧૯ ગ્રંથોને સાર ગુજરાતીમાં લખી બે ભાગમાં પ્રસિદ્ધ કર્યો. એ જ રીતે તેમણે ભવભૂતિનાં ત્રણે નાટકનાં ગુજરાતીમાં ભાષાંતર કર્યો, જેમાં “મહાવીરચરિત” અદ્યાપિ અપ્રસિદ્ધ છે
Page #8
--------------------------------------------------------------------------
________________
સર્વાંગીણુ શોધન અને સમાલોચના
[ ૮૧૭
અને થાડું અધૂરું પણ છે. તેમણે અંગ્રેજીમાં પણ અનેક ગ્રંથેનાં ભાષાંતર અને સપાદન ક્યો અને રાજયોગ જેવા સ્વતંત્ર ગ્રંથ પણ લખ્યા. મણિલાલની આ કામગીરીનું નિન નિમધમાં વિગતે છે અને જિજ્ઞાસુને પ્રેરણા પણ આપે છે.
મણિલાલે અંગ્રેજીમાં લખાયેલ કેટલાંક પુસ્તકા ઉપરથી માતાની એ તે તે વિષ્યમાં ગુજરાતીમાં સ્વતંત્ર પુસ્તકા પણ લખ્યાં છે અને તર્કશાસ્ત્ર તેમ જ માનસશાસ્ત્રની પેાતાના દાર્શનિક જ્ઞાનને આધારે નવી પરિભાષાઓ પણ યોજી છે. આ દૃષ્ટિએ તેમના ન્યાયશાસ્ત્ર ' અને ચૈતનશાસ્ર 'એ ગ્રંથા ઘણા ઉપયાગી છે.
"
મણિલાલ સમય ગદ્યસ્વામી તરીકે ઓળખીતા તે છે જ, પણ તેમની ગદ્યશૈલીની ગુણવત્તા વિશે કાઈ એ અદ્યાપિ વિગતે ચર્ચા-સમાલોચના નથી કરી, જે આ નિબધમાં પહેલી જ વાર જોવા મળે છે. આ ચર્ચા કરતાં લેખકે ગાવધનરામ, નરસિંહરાવ અને પ્રકારની ગદ્યશૈલીની વેગવત્તા કરતાં મણિલાલની વેગવત્તા કેવી ચડિયાતી છે એ તટસ્થભાવે નિરૂપ્યુ છે. મુનશીજીની વેગવત્તા સાથે પણ મણિલાલની વેગવત્તાની તુલના કરવામાં આવી છે અને લેખકે બતાવ્યું છે કે મણિલાલની બેગવત્તામાં જે ઊંડાણ અને પર્યેષતા છે, તે મુનશીજીના લખાણમાં વેગ છતાં નથી દેખાતાં.
મણિલાલની સદેશીય વિદ્યાવિહાર કરવાની શક્તિએ તેમને લખાણમાં પ્રયોજવાની ભાષા વિશે પણ લખવા પ્રેર્યાં છે. તેમણે બહુ જ યથાર્થ રીતે લેખકાના ચાર વર્ગ પાડી તેનાં, સમકાલીન જીવિત લેખમાંથી, ઉદાહરણ પણ આપ્યાં છે, અને પેાતાને આદરણીય હાય ઍવી મનસુખરામ જેવી વ્યક્તિની લેખનભાષા વિશે પણ નિર્ભય ટીકા કરી છે, જ્યારે પોતાના પ્રતિપક્ષી મનાતા રમણભાઈ જેવાની લેખનશૈલીને યથા પક્ષમાં મૂકી આવકારી છે (જુએ પૃ. ૩૦૧-૩૦૩).
મણિલાલ ચિંતક હાવા ઉપરાંત કવિ પણ હતા. તેમણે પોતાનું કવિકમ જુદી જુદી રીતે અજમાવ્યું છે, તેમણે ગેય ઢાળેામાં ભજનો લખ્યાં છે, તે ગઝલરૂપે ફારસી શૈલીનાં કાવ્યો પણ રચ્યાં છે. વળી તેમણે ચેડાંક વૃત્તબદ્ધ પદ્યો પણ આપ્યાં છે.
પ્રસ્તુત નિબંધ તૈયાર કરવા માટે છાપાં અને સુલભ--દુભ સેકડા પુસ્તકાના ત। લેખકે યથાસ્થાન ઉપયાગ કર્યું જ છે, પણ તેમણે નિબંધ
Page #9
--------------------------------------------------------------------------
________________
૮ ]
(
દર્શન અને ચિંતન નિમિત્તે જે અપ્રાપ્ય સામગ્રી મેળવવા જહેમત ઉઠાવી છે તે સ શેાધનકાર્યના રસિકને આકર્ષે તેવી છે. ધીરુભાઈ એ મણિલાલની હસ્તલિખિત સામગ્રી : જ્યાં હોય ત્યાંથી મેળવવા બહુ યત્ન કરેલો. વડાદરાના શ્રી. જગજીવનદાસ ધ્યાળજી, જે મણિલાલના સમકાલીન હતા, તેમની પાસે · સિહાવતાર' ની મણિલાલના હસ્તાક્ષરની પાથી હતી; જે અન્યત્ર તદ્દન અપ્રાપ્ય હતી તે પાંથી લેખકે ગજા ઉપરાંત ખર્ચ કરીને પણ ખરીદી અને વધારામાં છપાવી પણ દીધી. મણિલાલના પૌત્રને શ્રમપૂર્વક સમજાવી તેમને ત્યાં પડેલ અને રિતપ્રાય થયેલ મણિલાલને મુદ્રિત લિખિત સંગ્રહ મેળવ્યો. તેમાંથી મણિલાલની હસ્તલિખિત અનેક દુલ ભ ચીજો મળી, જેમાં તેમના પત્રવ્યવહાર, વસિયતનામું અને અનેક ગ્રંથો ઉપર તેમણે કરેલી નોંધો કે ટિપ્પાના સમાવેશ થાય છે. તેમણે આપેલ અંગ્રેજી વ્યાખ્યાના, જે માત્ર પાતા માટેજ પાવેલ, તેની અન્યત્ર સર્વથા અપ્રાપ્ય એવી નકલે મળી; જેમકે ધ નેસેસીટી ઍક્સ્પીરીચ્યુલ કલ્ચર ’, ધ ડૉટ્રીન આક્ માયા ' ઇત્યાદિ. આ આખા સગ્રહ ગુ. વિ. સભામાં સુરક્ષિત રહે તે દૃષ્ટિએ નિખલેખકે મણિલાલના પૌત્રને સમજાવી ત્યાં સોંપાવ્યો છે.
:
r
મણિલાલનું આત્મચરત અમુક અંશે તો વસંત ' માં આન દેશ કરભાઈએ પ્રસિદ્ધ કરેલું, પણ એ આત્મચરિત આખુ પોતાની પાસે હૈાવા છતાં તેમણે સહેતુક પ્રસિદ્ધ નહિં કરેલું અને પોતાના વારસદારશને પ્રસિદ્ધ ન કરવાની સૂચના પણ કરેલી. આ આખુ આત્મચરિત મણિલાલની હસ્તલિપિમાં છે. તે લેખકે પૂરેપૂરું જોયું અને તેના પ્રસ્તુત નિબંધમાં આવશ્યક ઉપયોગ કર્યો છે. શેાધનકાનાં રસ અને દૃષ્ટિ વિના ભાગ્યેજ કાઈ પરીક્ષાના નિધની તૈયારી કરતી વખતે આટલા શ્રમ લે અને સમય ખર્ચે.
*
કઈ લાખા નિરાશામાં અમર આશા છૂપાઈ છે' એ કાવ્ય ગુજરાતીએની જીભે રમતુ. અત્યારના સિનેમાયુગ પહેલાં તે જ્યાં ત્યાં એ ગવાતું સંભળાતું. એ કાવ્ય ગાંધીજીને એટલું બધું રુચેલું કે તેમણે એના ઉપર વિવેચન લખી આફ્રિકામાં હતા ત્યારે ઇન્ડિયન એપિનિયન' પત્રમાં પ્રસિદ્ધ કરેલું. પરંતુ એ વિવેચનની નકલ દુલભ હતી, જે નિષધલેખકે ગાંધીજીના પુત્ર શ્રી. રામદાસભાઈ પાસેથી મેળવી તેના ઉપયોગ કર્યાં છે. એટલુ' જ નહિ, પણ એ કાવ્યની હસ્તલિખિત નકલ આત્મચરિતમાંથી ઉતારી લીધી અને અત્યાર લગી જે એને અશુદ્ધ પાઠ ચાહ્યા આવતા તેનું શુદ્ધીકરણ પણુ કર્યું, જે પ્રસ્તુત નિધના કવિતાવાળા પ્રકરણમાં આપેલ છે. આ શુદ્ધીકરણ
Page #10
--------------------------------------------------------------------------
________________ સર્વાગીણ સંશોધન અને સમાચના [ 869 ખાસ ધ્યાન ખેંચે એવું છે. જેમ કે, “ઝહરનું નામ લે શોધી' એ અશુદ્ધ પાઠને બદલે “ઝહરનું નામ લે ધી” એમ શુદ્ધ પાઠ છે. આ ઉપરાંત અનેક સ્થળે જે તારીખની ભૂલ હતી તે પણ નિબંધમાં સાધાર સુધારી મૂકવામાં આવી છે. (દા. ત. જુઓ પૃ. 170, 196, 215) આવી શ્રમ પૂર્ણ કામગીરીને ખ્યાલ પૂરે નિબંધ વાંચ્યા પછી જ આવી શકે. પરંતુ છેવટે એક બાબત કહેવી જોઈએ અને તે એ કે જિજ્ઞાસુ કાંઈ નહિ તે સાતમું “ઉપસંહાર પ્રકરણ વાંચે. એટલે નિબંધલેખક પિતાના વિષયને કેવો સમર્થ ન્યાય આપી શક્યા છે તેને ખ્યાલ બાંધી શકશે. આખો નિબંધ એ અખંડ પ્રવાહ વહેતો જાય છે કે નથી ક્યાંય ભાષામ્બલના દેખાતી કે નથી વિચાત્રુટિ દેખાતી. આ રીતે પરીક્ષાની દૃષ્ટિએ લખાયેલે આ નિબંધ આપણું સાહિત્યમાં એક વિશિષ્ટ કૃતિને ઉમેરે કરે છે, અને પીએચ. ડી. ની ડીગ્રી માટે નિબંધ તૈયાર કરવા ઇચ્છનારને એક પ્રેરકરૂપ પણ બને છે. * * * ડો. ધીરભાઈ ઠાકર એમ. એ. પીએચ.ડી.ના પુસ્તક “મણિલાલ નભુભાઈ: સાહિત્યસાધના” ને પ્રવેશકે,