SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વાગીશુ સાધન અને સમાલોચના [ ૮૫ સંપાદન આદિ સાહિત્યની વિગતે અને મુક્તમને ચર્ચા કરી છે. ‘કાન્તા” નાટક વિશેની ચર્ચા બે બાબતે તરફ ખાસ ધ્યાન ખેંચે છે. એક તે નવલરામે કાન્તા' નાટકની કરેલી ટીકાને જે સમર્થ જવાબ અપાયે છે તે (જુઓ પૃ. ૧૯૮-૨૦૧.), અને બીજી એ કે “કાના” નાટક મુંબઈ કંપનીએ ભજવ્યું તે કેવું નીવડ્યું એની સાચી માહિતી તેના જાણકાર વૃદ્ધ સુપ્રસિદ્ધ નટ જયશંકરભાઈ (સુંદરી) પાસેથી મેળવી આપી છે તે (જુઓ પૃ. ૨૦૪). નૃસિંહાવતાર' નાટક એ જ કંપનીની માગણીથી રચાયું અને ભજવાયું. તેણે પ્રેક્ષક અને વિદ્વાને ઉપર જે અસર કરેલી તેની યથાર્થ માહિતી પણ તે જ નાટક ભજવવામાં પ્રત્યક્ષ ભાગ લેનાર શ્રી. જયશંકરભાઈ એ પૂરી પાડી, એની પણ લેખકે નેંધ કરી છે, જે મહત્વની કહેવાય. “નૃસિંહાવતાર ” અદ્યાપિ અપ્રકટ છે, પણ હવે થોડા જ વખતમાં પ્રકાશિત થશે અને રસિક એની ગુણવત્તા પણ જોઈ શકશે. “ગુલાબસિંહ” ની ચર્ચા લેખકે વિસ્તારથી કરેલી છે. સ્વ. નવલરામ ત્રિવેદીએ એનું મૂલ્યાંકન કરવામાં જે ભૂલ કરેલી તે દર્શાવવા ઑર્ડ લિટનલિખિત મૂળ અંગ્રેજી નવલકથા “ઝનીનાં અવતરણો લઈ “ગુલાબસિંહ ના તે તે ભાગની સવિસ્તર તુલના કરી છે, અને સાચી રીતે સાબિત કર્યું છે કે ગુલાબસિંહ” જેકે ઉક્ત અંગ્રેજી નવલકથા ઉપરથી લખાયો છે, પણ તે નથી અક્ષરશઃ અનુવાદ કે મેટે ભાગે અનુવાદ, પણ “ગુલાબસિંહ” એ એક સ્વતંત્ર રૂપાંતર છે. “સરસ્વતીચંદ્ર'ના પ્રકાશન પહેલાં જ “ગુલાબસિંહ' કકડે. કકડે પ્રસિદ્ધ થયે જતો હતે. મણિલાલની નવલકાર તરીકેની શક્તિ એમાં સ્પષ્ટ છે. '' નિબંધમાં મણિલાલના આત્મચરિત વિશે પણ ઈશારે છે. આત્મચરિત લભ્ય છતાં આજ લગી પૂરેપૂરું પ્રસિદ્ધ થયું નથી. નિબંધલેખકે ઘણું જહેમત લઈ એ આખું આત્મચરિત જોઈ લીધું અને તે ઉપરથી પ્રસ્તુત નિબંધમાં તે વિશે ચર્ચા કરી છે. મણિલાલ પહેલાં લખાયેલ દુર્ગારામ અને નર્મદનાં આત્મ ચરિત જાણીતાં છે, પણ મણિલાલનું આત્મચરિત તદ્દન જુદી જ કેનુિં છે. એમાં સત્યને ભારેભાર રણકાર છે. લેખકે ગાંધીજીના આત્મચરિતના મુકાબલે મણિલાલનું આત્મચરિત કેવું ગણાય તેની નિખાલસ ચર્ચા કરી છે. મણિલાલ એક સમર્થ નિબંધકાર તરીકે જાણીતા છે. એમણે લગભગ દોઢ હજાર પાનાં જેટલા નિબંધ લખ્યા છે. એ નિબંધની પરીક્ષા લેખકે તટસ્થભાવે કરી છે અને નર્મદ, રમણભાઈ નરસિંહરાવ અને ઠાકોર આદિ સાથે તુલના કરી તેની ગુણવત્તા પણ દર્શાવી છે. ૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249248
Book TitleSarvangin Sanshodhan ane Samalochna
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size188 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy