Book Title: Sarvangin Sanshodhan ane Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સર્વાગીણ સંશોધન અને સમાલોચના [૫] લગભગ દોઢ વર્ષ પહેલાં આખો લખાયેલ નિબંધ મેં શ્રી. ધીરુભાઈ ઠાકર પાસેથી સાંભળેલું. ત્યારે મારા ઉપર મણિલાલ નભુભાઈ દ્વિવેદીની અસાધારણ શક્તિ વિશે બહુ ઊંડી છાપ પડેલી, અને એ નિબંધની સર્વાગીણ સંશોધનદૃષ્ટિ તથા તટસ્થ સમાલોચના વિશે પણ બહુ આદર ઊપજેલે. પરંતુ તે વખતે મારે કાંઈક પ્રાસ્તાવિક રૂપે લખવું છે એ કોઈ ચોક્કસ ખ્યાલ હતો જ નહિ. મેં જે લખેલે આખો નિબંધ સાંભળેલ, તેનું લગભગ અર્ધ પરિમાણુ પ્રસ્તુત મુદ્રિત ભાગમાં આવે છે. મૂળ નિબંધમાં જે મ. દિવેદીના જીવનને સ્પર્શ ભાગ હતા તે પ્રસ્તુત મુદ્રણમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. એને લીધે પ્રસ્તુત નિબંધનું કદ બહુ વધતું નથી અને માત્ર સાહિત્યિક જીવન પૂરતી સમગ્ર ચર્ચા આવી જાય છે. આથી વાચકવર્ગને એકસાથે બેજા જેવું નહિ લાગે અને વધારે સંભવ એવો છે કે મણિલાલની સાહિત્યિક કૃતિઓ વિશે વાંચ્યા પછી લેકના મનમાં તેમના જીવન વિશે પણ ઊંડી જિજ્ઞાસા ઉદ્દભવે. આ દૃષ્ટિએ જોતાં પ્રસ્તુત નિબંધ પ્રમાણપત જ લેખાય. થોડાંક વર્ષો થયાં ગુજરાતમાં એક પ્રથા શરૂ થઈ છે, જે વધાવી લેવા જેવી છે. તે પ્રથા એટલે પીએચ. ડી. ના નિબંધ વાસ્તે અર્વાચીન યુગના “કઈ ને કોઈ વિશિષ્ટ સાક્ષરને પસંદ કરવા તે. મણિલાલ ગઈ શતાબ્દીના ગુજરાતી વિશિષ્ટ સાક્ષમાં મૂર્ધન્ય સ્થાન ભોગવવાની યોગ્યતા ધરાવે છે. એટલે મણિલાલને લઈ કઈ પીએચ. ડી. કરવા ઇચ્છે તો એ બહુ ઉચિત જ ગણાવું જોઈએ. શ્રીયુત ધીરુભાઈ એ આજથી અગિયાર વર્ષ પહેલાં મણિલાલ વિશે નિબંધ લખવાને વિચાર કર્યો અને કામ શરૂ કર્યું. બહુકૃત અને વિશદદષ્ટિસંપન્ન સ્વ. રામનારાયણ વિ. પાઠક એમના માર્ગદર્શક હતા. વિષય અને માર્ગદર્શકને ખરેખર સુમેળ ગણાય. તેમાં શ્રીયુત ધીરુભાઈએ નવ વર્ષની સતત તપસ્યાને ઉમેરો કર્યો, એટલે એ યોગ બહુ સુભગ નીવડ્યો. પ્રસ્તુત નિબંધ એ સુભગ બેગનું જ પરિણામ છે. હું મારી શક્તિ, સમજ અને સમયની મર્યાદા જાણવા છતાં પ્રાસ્તાવિક રૂપે કાંઈક લખવા પ્રેરા છું તે બે દષ્ટિએ ઃ એક તે મણિલાલના સાહિત્યનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10