Book Title: Sarvangin Sanshodhan ane Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ૮ ] ( દર્શન અને ચિંતન નિમિત્તે જે અપ્રાપ્ય સામગ્રી મેળવવા જહેમત ઉઠાવી છે તે સ શેાધનકાર્યના રસિકને આકર્ષે તેવી છે. ધીરુભાઈ એ મણિલાલની હસ્તલિખિત સામગ્રી : જ્યાં હોય ત્યાંથી મેળવવા બહુ યત્ન કરેલો. વડાદરાના શ્રી. જગજીવનદાસ ધ્યાળજી, જે મણિલાલના સમકાલીન હતા, તેમની પાસે · સિહાવતાર' ની મણિલાલના હસ્તાક્ષરની પાથી હતી; જે અન્યત્ર તદ્દન અપ્રાપ્ય હતી તે પાંથી લેખકે ગજા ઉપરાંત ખર્ચ કરીને પણ ખરીદી અને વધારામાં છપાવી પણ દીધી. મણિલાલના પૌત્રને શ્રમપૂર્વક સમજાવી તેમને ત્યાં પડેલ અને રિતપ્રાય થયેલ મણિલાલને મુદ્રિત લિખિત સંગ્રહ મેળવ્યો. તેમાંથી મણિલાલની હસ્તલિખિત અનેક દુલ ભ ચીજો મળી, જેમાં તેમના પત્રવ્યવહાર, વસિયતનામું અને અનેક ગ્રંથો ઉપર તેમણે કરેલી નોંધો કે ટિપ્પાના સમાવેશ થાય છે. તેમણે આપેલ અંગ્રેજી વ્યાખ્યાના, જે માત્ર પાતા માટેજ પાવેલ, તેની અન્યત્ર સર્વથા અપ્રાપ્ય એવી નકલે મળી; જેમકે ધ નેસેસીટી ઍક્સ્પીરીચ્યુલ કલ્ચર ’, ધ ડૉટ્રીન આક્ માયા ' ઇત્યાદિ. આ આખા સગ્રહ ગુ. વિ. સભામાં સુરક્ષિત રહે તે દૃષ્ટિએ નિખલેખકે મણિલાલના પૌત્રને સમજાવી ત્યાં સોંપાવ્યો છે. : r મણિલાલનું આત્મચરત અમુક અંશે તો વસંત ' માં આન દેશ કરભાઈએ પ્રસિદ્ધ કરેલું, પણ એ આત્મચરિત આખુ પોતાની પાસે હૈાવા છતાં તેમણે સહેતુક પ્રસિદ્ધ નહિં કરેલું અને પોતાના વારસદારશને પ્રસિદ્ધ ન કરવાની સૂચના પણ કરેલી. આ આખુ આત્મચરિત મણિલાલની હસ્તલિપિમાં છે. તે લેખકે પૂરેપૂરું જોયું અને તેના પ્રસ્તુત નિબંધમાં આવશ્યક ઉપયોગ કર્યો છે. શેાધનકાનાં રસ અને દૃષ્ટિ વિના ભાગ્યેજ કાઈ પરીક્ષાના નિધની તૈયારી કરતી વખતે આટલા શ્રમ લે અને સમય ખર્ચે. * કઈ લાખા નિરાશામાં અમર આશા છૂપાઈ છે' એ કાવ્ય ગુજરાતીએની જીભે રમતુ. અત્યારના સિનેમાયુગ પહેલાં તે જ્યાં ત્યાં એ ગવાતું સંભળાતું. એ કાવ્ય ગાંધીજીને એટલું બધું રુચેલું કે તેમણે એના ઉપર વિવેચન લખી આફ્રિકામાં હતા ત્યારે ઇન્ડિયન એપિનિયન' પત્રમાં પ્રસિદ્ધ કરેલું. પરંતુ એ વિવેચનની નકલ દુલભ હતી, જે નિષધલેખકે ગાંધીજીના પુત્ર શ્રી. રામદાસભાઈ પાસેથી મેળવી તેના ઉપયોગ કર્યાં છે. એટલુ' જ નહિ, પણ એ કાવ્યની હસ્તલિખિત નકલ આત્મચરિતમાંથી ઉતારી લીધી અને અત્યાર લગી જે એને અશુદ્ધ પાઠ ચાહ્યા આવતા તેનું શુદ્ધીકરણ પણુ કર્યું, જે પ્રસ્તુત નિધના કવિતાવાળા પ્રકરણમાં આપેલ છે. આ શુદ્ધીકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10