Book Title: Sarvangin Sanshodhan ane Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ દર્શન અને ચિંતન ઓગણીસમા સૈકાના પ્રારંભથી તેના અંત સુધીમાં આખા દેશમાં અને ખાસ કરી ગુજરાતમાં જે પૂર્વ-પશ્ચિમના ચાંગે નવાજૂનાને સધ ચાલતા, તેનું સંસ્કારપીઠિકામાં સંક્ષિપ્ત છતાં સાંગોપાંગ નિરૂપણ છે. એક વર્ગ દેશમાં એવા હતા, જે શિક્ષણ, સમાજ, સાહિત્ય, ભાષા, રાજ્ય બધાં ક્ષેત્રે પશ્ચિમની શક્તિ અને તેજસ્વિતાથી અંજાઈ પાશ્ચાત્ય સંસ્કારશના અનન્ય ભક્ત થયેલે; જ્યારે બીજો વર્ગ તેથી સાવ જુદી વૃત્તિ સેવતા, તે વર્ગો એવા રૂઢિચુસ્ત કે જાણે પશ્ચિમમાંથી કાંઈ લેવા જેવું છે જ નહિં અને જે ચાલ્યું આવે છે તેને જ વળગી રહેવું. પરંતુ ત્રીજો વગ—ભલે તે નાના હાય છતાં—એવા હતા, જે એમ માનતા કે પશ્ચિમમાંથી ધણુ લેવા જેવું છે, તે લીધા વિના ભારતીય સંસ્કૃતિ વધારે ઉદાત્ત ખની પણ નહિ શકે. તેમ છતાં, તે વ ઊંડી ષ્ટિથી એ પણ જોઈ શકતા કે પાશ્ચાત્ય સંસ્કારોને આંધળિયાં કરી ઝીલવા અને પચાવવા એમાં બહુ જોખમ છે. તે વગ પોતાના હુજારા વના સાંસ્કૃતિક વારસાનું ખરુ મહત્ત્વ સમજતા. તેથી તે વારસાના મૂલ્યવાન અને સ્થાયી અશાને કાઈ પણ રીતે આંચ ન આવે એવી રીતે, પણ નવા જમાનામાં ઊભા રહેવા માટે જે ખૂટતું દેખાય તેની પૂર્તિ અધેલું, પાશ્ચાત્ય સંસ્કારપ્રવાહમાંથી બધું જ લેવા તૈયાર હતા. મણિલાલ આ ત્રીજા વર્ગોના વિશિષ્ટ પ્રતિનિધિ હતા. એક તો એમણે ભારતીય પ્રાચીનતમ સાહિત્યના સીધા પરિચય કર્યો હતો. એ સાહિત્યની વિવિધ શાખાઓની ગુણવત્તાનું પણ એમને ભાન હતું. એમની પ્રતિભા એ જોઈ શકતી કે ભારતીય સાહિત્ય અને સંસ્કારરાશિમાં શું શું સ્થાયી તત્ત્વ છે. તેથી એમણે પોતાનુ જીવનકાર્ય નક્કી કરતાં પૂરો વિચાર કરી લીધા અને તે પ્રમાણે આખુ જીવન જરા પણ પીછેહઠ કર્યા વિના વ્યતીત કર્યું. પોતે સ્વીકારેલ જીવનકાર્યની સિદ્ધિ અર્થે એમણે પોતાના અલ્પ કહી શકાય એવા આયુષ્ય દરમ્યાન એટલા બધાં વિષયે અને ક્ષેત્રા ખેચ્યાં છે કે તેના વિચાર કરતાં મારા જેવા માણસ તો આભા ખની જાય છે. ૮૨ ] મણિલાલને ન હતી શારીરિક સ્વસ્થતા કે ન હતી કૌટુંબિક અને જ્ઞાતિજનની કશી અનુકૂળતા. એટલું જ નહિ, તેમને પ્રમાણમાં આર્થિક સંકડામણુ પણ હતી જ. પેાતાના સ્વમાની અને કાઇની ખુશામત ન કરવાની મક્કમ વલણુને લીધે જ્યાં ત્યાં માર્ગ મોકળે કરવાનું પણ તેમને માટે સરળ ન હતું. એવી અકલ્પ્ય અગવડા અને મૂંઝવણા વચ્ચે જે વ્યક્તિએ લગભગ પંદર વર્ષ જેટલા ગાળામાં સાહિત્ય અને વનને સ્પર્શતા બધા જ પ્રદેશાને આવરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10