Book Title: Sarvangin Sanshodhan ane Samalochna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૮૪ ] દર્શન અને ચિંતન ( દા. ત. જુએ પૃ. ૧૦૫ પરની કાંત-મણિલાલ-વિવાદની સમાલાચના. એ જ રીતે રમણભાઈ સાથેના વિવાદમાં મણિલાલના પ્રાર્થના-વિષયક દૃષ્ટિ બિન્દુની ટીકા; જુઓ પૃ. ૧૨૫-૧૨૯.) આ જ પ્રકરણમાં શ્રી. રમણભાઈ નીલક અને કવિ કાંત જેવા સાથે થયેલી મણિલાલની લાંખી ચર્ચાએના ઉપર પણ નિબંધલેખ પૂરો પ્રકાશ પાડયો છે. આ કામગીરી બજાવવા જતાં લેખકને અનેક જૂની ફાઈ લા સાંગાપાંગ ઉથલાવવી પડી છે. રમણભાઈ જેવા પ્રખર સાહિત્યિક અને કુશળ વકીલ સાથેની વર્ષો લગી ચાલેલી ચર્ચામાં શું તથ્ય છે તે લેખકે નિબંધમાં તટસ્થપણે તારવી બતાવ્યું છે. (જીએ રૃ. ૧૭૩-૧૭૫) શ્રી. સજાનાએ મુંબઈ યુનિવર્સિટીમાં આપેલ વ્યાખ્યાનમાં રમણુભાઇ અને મણિલાલની ‘ સ્કોલર ’ તરીકેની તુલના કરતાં જે ભ્રમ ઊભો કર્યાં છે તેનું નિરસન પ્રસ્તુત નિબંધમાં રીક ઠીક દલીલથી કરવામાં આવ્યુ છે; અને છતાંયે, શ્રી. સજાનાની કેટલીક ટીકાના સ્વીકાર પણ કર્યો છે, જે સમાલોચનાનુ` સમતેલપણું સૂચવે છે.. (જુએ પૃ. ૧૩૬–૧૪૧) * વળી, એ જ પ્રકરણમાં શ્રી. ગોવર્ધનરામ અને આન ંદશંકર સાથે મણિલાલની ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં તુલના પણ કરવામાં આવી છે, જે પરથી મણિલાલનું ધર્મ અને તત્ત્વચિંતનના ક્ષેત્રમાં ગુજરાતી વિચારક તરીકે શું સ્થાન છે તેને ચોક્કસ ખ્યાલ મળે છે. ( જુઓ પૃ. ૧૪૩–૧૫૨ ) સમાજ, શિક્ષણ અને રાજકારણ જેવા વિષયામાં પણ મણિલાલ અવ્યાહત ગતિએ વિચારે છે અને લખે છે. એ વિશેનાં તેમનાં • પૂર્વ અને પશ્ચિમ', ‘નારીપ્રતિષ્ઠા’, ‘સુદર્શન ગદ્યાવલ ’ માંના લેખો આદિ બધાં જ લખાણા લઈ લેખકે તે તે ક્ષેત્રમાં મણિલાલની કેવી દૃષ્ટિ હતી અને તેએ સમાજ, શિક્ષણ કે રાજકારણમાં શું પરિવર્તન કરવા ઇચ્છતા તે બધું લાગતાવળગતા વિચારકા અને ચાલુ પ્રણાલીઓ સાથે તુલના કરી દર્શાવ્યું છે. તે કાળે કાઈ' વિશિષ્ટ સાક્ષર સીધી રીતે રાજકારણની ચર્ચા ભાગ્યે જ કરતા; ત્યારે મણિલાલ એ વિશે પાતાની ચોક્કસ દ્રષ્ટિ નિર્ભયપણે રજૂ કરે છે, એ જાણતાં જ એમ થઈ આવે છે કે ગુજરાતે માત્ર સામાજિક સુધારકાને જ જન્મ નથી આપ્યા, પણ એણે ગઈ સદીના રાજકીય દૃષ્ટિએ દખાયેલ સાક્ષરવમાં પણ એક તેજસ્વી મૂર્તિ જન્માવી છે. પ્રકરણ ચોથામાં સાહિત્યકૃતિઓની સમાલોચના છે. તેમાં મણિલાલનાં નાટક, નવલકથા, આત્મચરિત્ર, નિબંધ, વિવેચનલેખે! ... સશોધન, ભાષાંતર– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10