Book Title: Sarvangin Sanshodhan ane Samalochna Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ સર્વાગીણ સશે ધન અને સમાલોચના [ ૮૬. અને કાર્યનું પ્રસ્તુત નિબધ દ્વારા જે પરિશીલન થયું તે દ્વારા મણિલાલની અસાધારણ પ્રતિભા અને શક્તિની મારા ઉપર ઊંડી છાપ પડી. અને બીજુ, શ્રી. ધીરુભાઈએ નિબંધ લખવા પાછળ જે વાચન, ચિંતન અને વિષયને પૂરો ન્યાય આપવા ખાતર શક્તિ અને સમયની પરવા કર્યા વિના છૂટીછવાઈ વીખરાયેલી પ્રાપ્ય સામગ્રીને મેળવવા, તેમ જ સર્વથા અપ્રાપ્ય જેવી સામગ્રીને શોધી તેને ઉપગ કરવા જહેમત લીધી છે, તેની પણ મારા ઉપર ઊંડી. છાપ પડી છે. અધ્યયન, મનન-ચિંતન, તુલના, સંબંધ ધરાવતી સામગ્રી જે મળતી હેય તેને ઉપયોગ અને અપ્રાપ્ય હેય તેની શોધ કરવી, ઇત્યાદિ અનેક અંગે. સંશોધનકાર્યમાં આવશ્યક છે. પ્રસ્તુત નિબંધ સાંગોપાંગ વાંચતાં કોઈ પણ વિચારકને એ દૃઢ પ્રતીતિ થયા વિના નહિ રહે કે નિબંધના લેખકે સંશોધનને સર્વાગીણું બનાવવામાં કશી કચાશ રાખી નથી. પ્રત્યેક વિષયને લગતી કૃતિઓની તુલના અને પરીક્ષા કરતી વખતે લેખકે તેની મૂલવણીમાં કેટલી તટસ્થતા વાપરી છે એને પણ ખ્યાલ વાચકને મૂળ નિબંધ અને સ્થળે સ્થળે કરેલાં ટિપણે ઉપરથી આવ્યા વિના નહિ રહે. મણિલાલને યથાર્થ સમજવા માટે તે આ આખો નિંબધ જ ધ્યાનપૂર્વક વાંચી જ જોઈએ. ગયા સેકાના એ અસાધારણ વિદ્વાન, બહુશ્રુત તેમ જ અનેક વિષયમાં સ્વતંત્ર વિહાર કરનાર એક સાક્ષર હતા. તેમ છતાં, ગણ્યાગાંઠયા વિદ્વાને સિવાય એમને વિશે લેકે બહુ ઓછું જાણે છે. એવી સ્થિતિમાં એમનો પૂરે અને યથાર્થ પરિચય કરાવતે પ્રસ્તુત નિબંધ વિદ્વાને ઉપરાંત સાધારણ જિજ્ઞાસુવર્ગને પણ બહુ ઉપયોગી થશે એ વિશે મને શંકા નથી. જો આપણે આપણું વિચારક અને લેખકવર્ગને સાચો અને સ્પષ્ટ ઈતિહાસ સાચવી રાખવો હોય, તેમ જ તેમાંથી પ્રેરણા મેળવી નવી પેઢીએ પ્રગતિ કરવી હોય, તે જરૂરનું છે કે કોઈ અભ્યાસી તે તે વ્યક્તિ વિશે પૂરું નિરૂપણ કરે. પ્રસ્તુત નિબંધ એવા ઈતિહાસની એક સાચી કડી બની રહે છે, તેથી આવકારપાત્ર છે. પ્રસ્તુત નિબંધમાં સાત પ્રકરણે છે. પહેલું પ્રકરણ સંસ્કાર પીઠિકા. બીજું ધર્મતત્વચર્ચા. ત્રીજુ સમાજ, શિક્ષણ અને રાજકારણને લગતું ચોથું સાહિત્યકૃતિઓને લગતું. પાંચમું ગદ્યશૈલીને લગતું. છઠું કવિતા વિશેનું અને સાતમું ઉપસંહાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10