________________
ર
છું. ભૂતપૂર્વ મુંબઈ સરકાર અને ગુજરાત સરકારે નવી આવૃત્તિ તૈયાર કરવા માટે ત્રણેક વરસ માટે આર્થિક મદદ આપેલી તેની પણ સાભાર નોંધ લઈએ છીએ.
ગૂજરાત વિદ્યાપીઠને કાશને માટે મેટી રકમનું રોકાણ કરવું પડયું છે અને કાગળ, છાપકામ વગેરેના જે ભાવે। વધ્યા છે તથા કાશના કદમાં જે વધારા થયા છે તેને કારણે કાશતી કિંમતમાં વધારે અનિવાર્ય બન્યા છે, તે બાબત ગુજરાતના ભાષા-પ્રેમીએ સહાનુભૂતિથી જોશે એવી આશા છે.
સાર્થ જોડણીકાશની આ પાંચમી આવૃત્તિને સારા આવકાર મળશે એવી શ્રદ્દા રાખીએ છીએ.
તા॰ ૧૦-૪-’૬૭
ગુજરાતી પૂરી કે અધૂરી, એ વિષે વિવાદ કાઈ વેળા સાંભળવામાં આવે છે. કહેવત છે કે, યા રાના તથા પ્રના; યાચુસ્તયા શિષ્ય. એમ જ કહેવાય કે, થયા માવતા માવા — જેવા માલનાર તેવી ખેાલી...
એક વિષયમાં તે બધી ભાષા અધૂરી છે; માણસની ટૂંકી સમજણમાં નહિ આવે એવી વાતા, – એટલે ઈશ્વર વિષે કે અપારતા વિષે વાત કરીએ, તેા બધી ભાષા અધૂરીએ છે.
માણસની બુદ્ધિને આશ્રયે ભાષા ચાલે છે, માટે જ્યારે બુદ્ધિ ટૂંકી પડે છે, ત્યારે ભાષા અધૂરી હોય છે. ભાષાના સાધારણ નિયમ એ છે કે, લેાકાના મનમાં જેવા વિચાર ભરેલા છે, તેવા જ તેમની ભાષામાં ખેલાય છે. જો લેાક વિવેકી તે તેમની વાચા વિવેકે ભરેલી; જો લેાક મૂઢ, તેા વાચા તેમના જેવી જ.
ઇંગ્રેજીમાં કહેવત છે કે, મૂઢ સુથાર વાંસલા વીંધાના વાંક કાઢે: ભાષાના દોષ ઠરાવનાર કોઈ વેળા એવા હોય છે, જે વિદ્યાર્થીઓના હાથમાં ઇંગ્રેજી ભાષાનું અને તેની સાથે ઈંગ્રેજી વિદ્યાનું કંઈ આવ્યું છે, તેમને ગુજરાતી ભાષા અધૂરી જેવી લાગતી હોય; કેમ કે ઇંગ્રેજીમાંથી ભાષાંતર કરવું કઠણ છે. એમાં વાંક ભાષાના નિહ, પણ લેાકાના છે. નવા રાજ્જ, નવા વિષય, ભાષાનું કંઈ નવું વલણ વાપરીએ, તે વિવેકથી સમજી લેવાના અભ્યાસ લેાકામાં નથી, માટે ખેાલનાર અટકે છે; કેમ કે મહેરાની આગળ ગાતાં છાતી કેમ ચાલે વારુ? અને જ્યાં લગી લેાક સારું નરસું, નવું જૂનું પરખી મૂલ્ય ઠરાવી નથી શકતા, ત્યાં લગી લખનારના વિવેક કેમ પ્રફુલ્લિત થાય ? ......
પરભાષાના સંપાદનના શ્રમ કરતાં સ્વભાષામાં પ્રવીણતા મેળવવાના · આયાસ અધિક છે. શામળાદિક ગુજરાતી કવિએના ગ્રંથ જીએ, તૂર્ક તૂર્ક આયાસનાં પ્રમાણ દેખાય છે. મનેયત્ન કર્યા પૂર્વે ગુજરાતી કાચી દેખાય, પણ પછી ખરી પાકી જણાશે. ચહ્નકારી અધૂરા તે તેની ભાષા પણ અધૂરી; પણ જે વાપરનારના યત્ન સંપૂર્ણ, તે ગુજરાતી પણ સંપૂર્ણ; હા, રાણગારેલી પણ દેખાય.
ગુજરાતી – આર્યકુલની, – સંસ્કૃતની પુત્રી, – ધણી ઉત્કૃષ્ટ ભાષાની સગી ! તેને કાણ કદી અધમ કહે !
પ્રભુ એને આશીર્વાદ દેો. જુગના અંત સુધી એની વાણીમાં સત વિદ્યા, સદ્જ્ઞાન, સદ્ધર્મના સુબાધ હાો. અને પ્રભુ –કર્યાં, ત્રાતા, શેાધક – એનું વખાણુ સદા સુણાવો. ઈ. સ. ૧૮૬૭
(“ગુજરાતી ભાષાનું વ્યાકરણ ”માંથી)
રેવ॰ જાસેફ્ વાન સામરન ટેલર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org