Book Title: Sarth Gujarati Jodni Kosh
Author(s): Gujarat Vidyapith Ahmedabad
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 4
________________ પ્રકાશકનું નિવેદન અઢાર વરસ પછી સાર્થ જોડણીકોશની આ પાંચમી આવૃત્તિ પ્રસિદ્ધ કરતાં અમે ઘણો આનંદ અનુભવીએ છીએ. આ આવૃત્તિનું કામ શ્રી. મગનભાઈએ ૧૯૫૭થી શરૂ કરાવેલું. કોશની પૂર્વતૈયારીના કામ અંગે વિસ્તૃત માહિતી શ્રી. મગનભાઈએ તેમના સંપાદકીય નિવેદનમાં આપેલી છે. આ કોશની બીજી આવૃત્તિથી, એટલે છેક ૧૯૩૧થી, તેઓ આ કામ સાથે અત્યંત ઘનિષ્ઠ રીતે સંકળાયેલા રહ્યા છે, તે સહુને વિદિત છે. સંસ્થાની સેવામાંથી તેઓ ૧૯૬૦માં નિવૃત્ત થયા તે પછી આ મહત્ત્વના કામને ચાલુ રાખવા બાબત વિદ્યાપીઠ મંડળની કારોબારીમાં વિચારણા થઈ હતી અને આ કામ તેઓ ચાલુ રાખે એવો ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમણે આ કામ સહજભાવે સ્વીકાર્યું અને કોશની પાંચમી આવૃત્તિની પૂર્વતૈયારીના કામને દોરવણી આપવાનું ચાલુ રાખ્યું. ૬૮૪૭ શબ્દો સાથેની કેશની આ આવૃત્તિની છેવટની હસ્તપ્રત તેમણે ભારે જહેમત લઈને તથા સારે એવો સમય ખર્ચીને તૈયાર કરી અને તેનાં પ્રફ વગેરે જેવાનું કાર્ય પણ મુખ્યત્વે તેમણે સંભાળ્યું. કેશ વિભાગના સેવકો શ્રી. બિસેન અને શ્રી. નારણભાઈ પટેલ આ કામમાં તેમને મદદ આપતા રહ્યા. શ્રી. મગનભાઈ દેસાઈએ ઉઠાવેલી જહેમત માટે સંસ્થાનો ઋણભાવ વ્યક્ત કરું છું અને તેમનો હાર્દિક આભાર માનું છું. કાશના કામને અંગે વિદ્યાપીઠમાં કોશ વિભાગ ચાલે છે. તેમાં સાધનોની મર્યાદાના કારણે મોટી સંખ્યામાં કાયમી સેવકે રાખી શકાતા નથી. પણ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે જુદા જુદા સેવકોને મદદમાં લેવામાં આવે છે. વિદ્યાપીઠ તરફથી પ્રસિદ્ધ થયેલા જુદા જુદા દેશોની તૈયારીનું કાર્ય આ વિભાગે કર્યું છે. તે રીતે જોડણીકોશની પાંચમી આવૃત્તિનું કામ પણ આ વિભાગમાં થયું. આ કામમાં એ રીતે જુદે જુદે પ્રસંગે ઉપર જણાવેલ સેવકે ઉપરાંત વિદ્યાપીઠના ચાલુ સેવકોમાંથી શ્રી. મોહનભાઈ શં. પટેલ અને શ્રી. શાન્તિલાલ આચાર્ય પણ જોડાયા હતા. આ સહુ સેવકને, આ કાર્યમાં ઉત્સાહપૂર્વક ફાળો આપવા માટે આભાર માનું છું. આ ઉપરાંત આજે જેઓ વિદ્યાપીઠના સેવક-સમુદાયમાં નથી એવા પણ અનેક સેવકોએ થેડે થોડો વખત આ કામમાં ફાળો આપ્યો હતો. કેટલાક ભાષા-પ્રેમીઓએ નવા શબ્દોની સૂચિઓ પણ વખતોવખત મોકલી હતી. તે સહુનો પણ આભાર માનવો ઘટે. આ કેશની ચોથી આવૃત્તિ ઘણા વખતથી ખલાસ થઈ ગઈ હતી. તેની માગ સતત આવ્યા જ કરતી હતી અને અમે વાંચકાને કોશ વહેલી તકે પ્રસિદ્ધ કરવાની ધરપત આપ્યા કરતા હતા. આ અંગે છેલ્લાં ચારેક વરસોમાં ગુજરાતી ભાષાના ચાહકોના મોટી સંખ્યામાં પત્રો આવ્યા હતા. આ નવી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં વિલંબ થયો છે એ બદલ અમે દિલગીર છીએ અને આશા છે કે વાંચકે અમને દરગુજર કરશે. કેશનું ઝીણવટભર્યું છાપકામ અત્યંત કાળજીપૂર્વક પૂરું કરી આપવા માટે નવજીવન પ્રેસના સંચાલકનો પણ આભાર માનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 950