Book Title: Sarth Gujarati Jodni Kosh Author(s): Gujarat Vidyapith Ahmedabad Publisher: Gujarat Vidyapith AhmedabadPage 16
________________ ૧૩ જોડણીકોશની બીજી આવૃત્તિથી, આ કોશના મુખપૃષ્ઠ પર, ગાંધીજીના લખાણમાંથી એક વાક્ય મુકાય છે – “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.” સ્વેચ્છાએ કે ફાવે તેમ જોડણી ચાલતી હતી તેના નિષેધરૂપ આ વાક્યને આ આવૃત્તિમાં પણ તે સ્થાને મૂક્યું છે. આ શબ્દો તેમણે ૧લી આવૃત્તિની સમાલોચના રૂપે “નવજીવન' (૭-૪-૨૯) પત્રમાં જે લેખ લખેલો, તેમાંથી લીધા છે. આ વાક્યના અર્થ વિષે અમુક સાક્ષર વર્ગમાં કુતૂહલ અને ચર્ચા જાગ્યાં હતાં. એટલે સુધી કે, હમણાં ગયે વરસે એ અંગે એવું કહેવાયું કે, ગાંધીજી ઉદાર વૃત્તિના એવા લોકશાહી પુરુષ હતા કે, તે આવું કહે જ નહીં ! આ વાકય તેમના ‘નવજીવન’ પત્રમાંથી જ છે, અને તેમાં એ વાક્યને અર્થ પણ સ્પષ્ટ છે. ઉપર જોયું કે, જોડણીમાં એકવાક્યતા જે રીતે આવતી ગઈ, તે પણ બતાવે છે કે, આ પ્રકારની ચર્ચા નાહક લાગે. ધર્મ, વિદ્યા અને સંસ્કાર જેવાં ક્ષેત્રોમાં “અધિકાર'ને અમુક અર્થ છે; તેને જડ કાનૂની કે રાજપ્રકરણ રીતે સમજવાથી જ કદાચ આવી શંકા ઉદ્ભવે. દા. ત., ગીતાકારે. કહ્યું કે, થેવ ધાર: તે, ન જીવન ! અને એ જ કહેનાર શ્રીકૃષ્ણ અંતે કહે છે, વિમુરતઃ રોજ યથેચ્છસિ તથા ૬ . ધર્મ, વિદ્યા, સંસ્કૃતિના પ્રશ્નો વિચારપૂત લોકસંગ્રહ અને સુવ્યવસ્થિતિને અર્થે જરૂરી વિનય-વિવેક પરના હોય છે. અને તે જ ભાવમાં ગાંધીજીએ આપણ સૌને (એકધારી જોડણીને અંગેનાં તેમનાં બંને લખાણ દ્વારા) આહવાન અને વિજ્ઞપ્તિ કર્યા છે. જોડણી બાબતમાં સુવ્યવસ્થિતિની જરૂર જોઈને, ગયા સૈકાના ઉત્તરાર્ધથી આપણું વિદ્વાનો તે માટે ચિંતા કરતા જ આવ્યા છે. તેના નિદર્શક પ્રતીક સમાં કેટલાંક અવતરણે જોડણીકોશના પ્રારંભે (જુઓ પા. ૪થું) મુકાતાં રહ્યાં છે. આ આવૃત્તિમાં પણ તે લીધાં છે; અને તેમાં એક વધુ ઉમેર્યું છે, તે સ્વ. આ બા. ધ્રુવે ૧૯૦૫ની પહેલી સાહિત્ય પરિષદમાં વાંચેલા લખાણમાંથી (જુઓ “સાહિત્યવિચાર” પા. ૮૭) લીધું છે. તેમાં તે વિદ્યાવ્યવહારકુશળ વિદ્વાને જે નીતિરીતિએ જોડણી નકકી કરવાનું કામ કરવા સૂચવ્યું, તેને જ જાણે અનુસરીને ૨૦ વર્ષ બાદ ગાંધીજીએ આ “વિકટ પ્રશ્નને ઉકેલને પંથે લીધો, એમ કહેવાય. સ્વ. સાક્ષરશ્રી ધ્રુવે ઈ. સ. ૧૯૦૫ના તેમના એ નિબંધમાં કહ્યું હતું પરિષદના કાર્યક્રમનો પહેલો વિષય જોડણીનો છે. આ અત્યંત વિકટ પ્રશ્ન છે. અને તે સંબંધી કાંઈ પણ તાત્કાલિક નિર્ણય થવા અશકય છે. હાલ થઈ શકે એમ છે તે એટલું જ કે, આજ સુધીમાં આ વિષય ઉપર સર્વ લેખોને સંગ્રહ પ્રસિદ્ધ કરવો, સર્વ વાદીઓ અને થોડાક તટસ્થ વિદ્વાનોની એક કમિટી નીમવી; એમણે પુખ્ત વિચાર કરી જોડણી સંબંધી એક “ડ્રાફ્ટ બિલ', એટલે કે, ખરડો તૈયાર કર, એ બહાર પાડવો, એ ઉપર લેકની ચર્ચા સાંભળવી, અને છેવટે તેની દરેક કલમ ઉપર હવે પછીની પરિષદમાં વધુ મતે ઠરાવ કરવા, અને એ ઠરાવ પ્રમાણે પરિષદના સભાસદો વર્તશે, એમ આશા રાખવી. ચાલતી અંધાધૂનીમાંથી કાંઈ પણ વ્યવસ્થા ઉત્પન્ન કરવી હેય તો બહુમાં બહુ આટલું જ થઈ શકે એમ છે.” અને તે જ લખાણમાં અંતે સ્વ. ધ્રુવે, જોડણીના નિયમો નક્કી કરવા બાબતમાં માર્ગદર્શન તરીકે, પોતાનો અભિપ્રાય નીચેના શબ્દમાં આપ્યો હતો: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 950