________________
૧૩
જોડણીકોશની બીજી આવૃત્તિથી, આ કોશના મુખપૃષ્ઠ પર, ગાંધીજીના લખાણમાંથી એક વાક્ય મુકાય છે – “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.” સ્વેચ્છાએ કે ફાવે તેમ જોડણી ચાલતી હતી તેના નિષેધરૂપ આ વાક્યને આ આવૃત્તિમાં પણ તે સ્થાને મૂક્યું છે.
આ શબ્દો તેમણે ૧લી આવૃત્તિની સમાલોચના રૂપે “નવજીવન' (૭-૪-૨૯) પત્રમાં જે લેખ લખેલો, તેમાંથી લીધા છે. આ વાક્યના અર્થ વિષે અમુક સાક્ષર વર્ગમાં કુતૂહલ અને ચર્ચા જાગ્યાં હતાં. એટલે સુધી કે, હમણાં ગયે વરસે એ અંગે એવું કહેવાયું કે, ગાંધીજી ઉદાર વૃત્તિના એવા લોકશાહી પુરુષ હતા કે, તે આવું કહે જ નહીં ! આ વાકય તેમના ‘નવજીવન’ પત્રમાંથી જ છે, અને તેમાં એ વાક્યને અર્થ પણ સ્પષ્ટ છે. ઉપર જોયું કે, જોડણીમાં એકવાક્યતા જે રીતે આવતી ગઈ, તે પણ બતાવે છે કે, આ પ્રકારની ચર્ચા નાહક લાગે. ધર્મ, વિદ્યા અને સંસ્કાર જેવાં ક્ષેત્રોમાં “અધિકાર'ને અમુક અર્થ છે; તેને જડ કાનૂની કે રાજપ્રકરણ રીતે સમજવાથી જ કદાચ આવી શંકા ઉદ્ભવે. દા. ત., ગીતાકારે. કહ્યું કે, થેવ ધાર: તે, ન જીવન ! અને એ જ કહેનાર શ્રીકૃષ્ણ અંતે કહે છે, વિમુરતઃ રોજ યથેચ્છસિ તથા ૬ . ધર્મ, વિદ્યા, સંસ્કૃતિના પ્રશ્નો વિચારપૂત લોકસંગ્રહ અને સુવ્યવસ્થિતિને અર્થે જરૂરી વિનય-વિવેક પરના હોય છે. અને તે જ ભાવમાં ગાંધીજીએ આપણ સૌને (એકધારી જોડણીને અંગેનાં તેમનાં બંને લખાણ દ્વારા) આહવાન અને વિજ્ઞપ્તિ કર્યા છે.
જોડણી બાબતમાં સુવ્યવસ્થિતિની જરૂર જોઈને, ગયા સૈકાના ઉત્તરાર્ધથી આપણું વિદ્વાનો તે માટે ચિંતા કરતા જ આવ્યા છે. તેના નિદર્શક પ્રતીક સમાં કેટલાંક અવતરણે જોડણીકોશના પ્રારંભે (જુઓ પા. ૪થું) મુકાતાં રહ્યાં છે. આ આવૃત્તિમાં પણ તે લીધાં છે; અને તેમાં એક વધુ ઉમેર્યું છે, તે સ્વ. આ બા. ધ્રુવે ૧૯૦૫ની પહેલી સાહિત્ય પરિષદમાં વાંચેલા લખાણમાંથી (જુઓ “સાહિત્યવિચાર” પા. ૮૭) લીધું છે. તેમાં તે વિદ્યાવ્યવહારકુશળ વિદ્વાને જે નીતિરીતિએ જોડણી નકકી કરવાનું કામ કરવા સૂચવ્યું, તેને જ જાણે અનુસરીને ૨૦ વર્ષ બાદ ગાંધીજીએ આ “વિકટ પ્રશ્નને ઉકેલને પંથે લીધો, એમ કહેવાય. સ્વ. સાક્ષરશ્રી ધ્રુવે ઈ. સ. ૧૯૦૫ના તેમના એ નિબંધમાં કહ્યું હતું
પરિષદના કાર્યક્રમનો પહેલો વિષય જોડણીનો છે. આ અત્યંત વિકટ પ્રશ્ન છે. અને તે સંબંધી કાંઈ પણ તાત્કાલિક નિર્ણય થવા અશકય છે. હાલ થઈ શકે એમ છે તે એટલું જ કે, આજ સુધીમાં આ વિષય ઉપર સર્વ લેખોને સંગ્રહ પ્રસિદ્ધ કરવો, સર્વ વાદીઓ અને થોડાક તટસ્થ વિદ્વાનોની એક કમિટી નીમવી; એમણે પુખ્ત વિચાર કરી જોડણી સંબંધી એક “ડ્રાફ્ટ બિલ', એટલે કે, ખરડો તૈયાર કર, એ બહાર પાડવો, એ ઉપર લેકની ચર્ચા સાંભળવી, અને છેવટે તેની દરેક કલમ ઉપર હવે પછીની પરિષદમાં વધુ મતે ઠરાવ કરવા, અને એ ઠરાવ પ્રમાણે પરિષદના સભાસદો વર્તશે, એમ આશા રાખવી. ચાલતી અંધાધૂનીમાંથી કાંઈ પણ વ્યવસ્થા ઉત્પન્ન કરવી હેય તો બહુમાં બહુ આટલું જ થઈ શકે એમ છે.”
અને તે જ લખાણમાં અંતે સ્વ. ધ્રુવે, જોડણીના નિયમો નક્કી કરવા બાબતમાં માર્ગદર્શન તરીકે, પોતાનો અભિપ્રાય નીચેના શબ્દમાં આપ્યો હતો:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org