Book Title: Sarth Gujarati Jodni Kosh
Author(s): Gujarat Vidyapith Ahmedabad
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 7
________________ “દરેક માણસને જેમ સૂઝે છે તેમ શબ્દને શુદ્ધ કે અપભ્રંશ ઠેકી બેસાડે છે, અને પછી તે પ્રમાણે વિપરીત જોડણીઓના વરસાદ નિશાળમાં વરસી રહે છે. તેઓને એમાં કાંઈ ઉપાય નથી; એ થયાં જ કરવાનું. અને તેમાં તેનો કોઈ વાંક નથી. ખરેખર તો, એ નિયમો બંધાયા તે વખતે, એ નિયમ બાંધનારી કમિટીએ એક ગૂજરાતી ભાષાના સઘળા શબ્દને કેશ તૈયાર કરવો જોઈતો હતો, અને તેમાં ઘણી કાળજીથી એ નિયમો પ્રમાણે સઘળા શબ્દોની જોડણી આપવી જોઈતી હતી.” માર્ચ, ૧૮૭૨ સ્વ. નવલરામ મારી એ જ ભલામણ છે કે, કોઈ પણ પ્રકારે– પછી પંડિતવર્ગ તરફથી અથવા, ઉત્તમ રીતે તે, શાળા ખાતા તરફથી યોગ્ય કમિટી નિમાઈને પ્રથમ ઉપર દર્શાવેલી દિશાએ (તે જ એમ નથી કહેતે) સમગ્ર મોટા ધોરણ ઉપર નિયમપદ્ધતિ રચાઈને, એક ઉત્તમ કેશ તે પદ્ધતિને અનુસરતી જોડણીવાળે રચો જોઈએ.” ઈ. સ. ૧૮૮૮ સ્વ. નરસિંહરાવ ભેળાનાથ . “પરિષદના કાર્યક્રમને પહેલો વિષચ જોડણીને છે. આ અત્યંત વિકટ પ્રશ્ન છે. અને તે સંબંધી કાઈ પણ તાત્કાલિક નિર્ણ થવા અશક્ય છે. હાલ થઈ શકે એમ છે તે એટલું જ કે, આજ સુધીમાં આ વિષય ઉપર સર્વ લેખોનો સંગ્રહ પ્રસિદ્ધ કરે; સર્વ વાદીઓ અને થોડાક તટસ્થ વિદ્વાનોની એક કમિટી નીમવી; એમણે પુખ્ત વિચાર કરી જોડણી સબંધી એક “ડ્રાફટ બિલ”, એટલે કે, ખરડો તૈયાર કરવો, એ બહાર પાડે, એ ઉપર લેકની ચર્ચા સાંભળવી; અને છેવટે તેની દરેક કલમ ઉ૫ર હવે પછીની પરિષદમાં વધુ મતે ઠરાવ કરવા, અને એ ઠરાવ પ્રમાણે પરિષદના સભાસદે વર્તશે, એમ આશા રાખવી. ચાલતી અંધાધૂનીમાંથી કાંઈ પણ વ્યવસ્થા ઉત્પન્ન કરવી હોય તો બહુમાં બહુ આટલું જ થઈ શકે એમ છે.” ઈ. સ. ૧૯૦૫ સ્વ. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ગૂજરાત વિદ્યાપીઠે જોડણીકોશ તૈયાર કરીને આપણી જોડણીને એકધારી અને વ્યવસ્થિત કરવાને સફળ પ્રયત્ન કર્યો છે, અને જે જોડણીને લેખકો, સામચિકે, પ્રકાશન-સંસ્થાઓ, મુંબઈ યુનિવર્સિટી તથા બીજી કેળવણીની સંસ્થાઓ મોટે ભાગે અનુસરી રહી છે, તેને આ સંમેલન આવકાર દે છે, અને પરિષદને સૂચના કરે છે કે: (૧) એ જોડણી સર્વમાન્ય થાય એવાં પગલાં લે; અને (૨) વિદ્યાપીઠ તરફથી થનારા તેના પુન:સંસ્કરણમાં પોતે તથા પોતાની માન્ય સંસ્થાઓ પૂરેપૂરે સહકાર આપે. કબર, ૧૯૩૬ ૧૨ મું ગુજરાતી સાહિત્ય સંમેલન ગુજરાતી શબ્દોની સાચી જોડણી વિષે ગુજરાતમાં ઘણા વખતથી ચર્ચા ચાલી રહી છે. એને પરિણામે, એ ભાષાના અભ્યાસમાં નડતી મુશ્કેલી દૂર કરવાના હેતુથી, ગૂજરાત વિદ્યાપીઠ, સામાન્ય રીતે સ્વીકારાયેલા અમુક સિદ્ધાંતને આધારે, “જોડણીકોશ' નામનો એક શબ્દકોશ પ્રગટ કર્યો છે. આ જેણુકેશ”માં સ્વીકારાયેલી જોડણીને ગુજરાત સાહિત્ય પરિષદ, મુંબઈ યુનિવર્સિટી, તેમ જ ઘણાખરા ગુજરાતી પ્રકાશક, વર્તમાનપત્રો અને સામયિકે એ પણ સ્વીકાર કર્યો છે. સર્વત્ર એક જ પ્રકારની જોડણી રહે, તેમ જ ભાષાના અભ્યાસમાં ચોકસાઈ સચવાય, એ હેતુથી મુંબઈ સરકાર એ જરૂરી અને ઇષ્ટ માને છે કે, “જોડણીકેશ'માં નક્કી કરેલી સર્વસામાન્ય અને એક જ પ્રકારની જોડણી ઇલાકાની શિક્ષણસંસ્થાઓમાં અનુસરવામાં આવે. આ અનુસાર સરકારે એ હકમ બહાર પાડ્યો છે કે, ભવિષ્યમાં જોડણીકોશ'માં નક્કી કરાયેલી જોડણીને અનુસરે એવાં જ પુસ્તકોને પાઠ્યપુસ્તકની મંજુર થયેલી યાદીમાં મૂકવામાં આવશે.” ઈ. સ ૧૯૪૦ મુંબઈ સરકારના પ્રકાશન ખાતા તરફથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 950