Book Title: Sarth Gujarati Jodni Kosh
Author(s): Gujarat Vidyapith Ahmedabad
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 11
________________ છે કે, વાચક તે કપી લેશે. કોશ વાપરનારને વિનંતી છે કે, તે વાપરતાં જે કાંઈ છાપભૂલ મળી આવે તે અમને લખી જણાવે, જેથી નવી આવૃત્તિમાં તે સુધારી લઈ શકાય. નવા શબ્દભંડોળને માટે, દર આવૃત્તિઓ, ગુજરાતી વાચકવર્ગને વિનંતી કરાય છે, તેમ આ વેળા પણ થયું હતું. તેનો જવાબ પણ, દર વખત જેમ જ, (એક અપવાદ સિવાય) ખાસ નેંધપાત્ર ન મળ્યો કહેવાય. સ્વ. શ્રી. રાવિ. પાઠક સાહેબ આ સમયે હયાત હેત, તે તેમનું શબ્દાર્થ મળ્યા વગર ન રહેત,-કે જે પૂર્વની આવૃત્તિઓ માટે મળતું રહ્યું હતું. (જુઓ ૪ થી આવૃત્તિના નિવેદનમાં તે વિષે; પા૩૬) પાટણના એક વૃદ્ધ નિવૃત્ત શિક્ષકે (નામે, શ્રી કૃષ્ણલાલ પારેખ) જે અણધારી મદદ સહજભાવે કરી તે નોંધપાત્ર છે. તેમણે ખાસ પરિશ્રમથી કેશ જોતા રહીને તેમાં નહીં મળતા અનેક શબ્દોનું ટાંચણ કરી કહ્યું; તથા ત્યાં બોલાતા તળપદા શબ્દો પણ લખી જણવ્યા. ભાષાના આવા સહજપ્રેમથી અનેક બીજા લોકો તરફથી જે સહાય મળ્યા કરે, તે કેશની પરિપૂર્ણતા સાધવામાં તે આવશ્યક છે અને અમૂલ્ય થઈ પડે. જોકે, કાર જેવી ચીજને નસીબે ભાગે કદી પરિપૂર્ણતા સંભવી શકે. તેમાં પણ આપણી ભાષા જેવી વર્ધમાન અને નવપરાક્રમપંથે પળતી ભાષાના કોશને માટે તો તે વળી અસંભવ છે. શબ્દોની કકકાવાર ગોઠવણીમાં, જે શબ્દો કઈ મૂળ શબ્દના સમાસમાં દર્શાવ્યા હેય, તે જે કકકાવાર ક્રમમાં પાસે જ ઉપર નીચે ન હોય-દૂર પડી જતા હોય, તો તેમને યથાયોગ્ય સ્થાને ફરી બતાવવામાં આવ્યા છે. આ આવૃત્તિમાં સુધારા વધારા રૂપે ખાસ બેંધપાત્ર, તેનું શબ્દભંડોળ ઠીક ઠીક વધ્યું, તે મુખ્ય છે. અલબત્ત, નવી આવૃત્તિને લાભ લઈ આગળની આવૃત્તિનું બધું ફરી સહેજે જેવાઈ જતાં, જે કાંઈ ભૂલચૂક નજરે પડી, તે સુધારી લેવામાં આવી છે. વ્યુત્પત્તિ, ઉચ્ચારણ, શબ્દપ્રયોગ ઈ. વિષે ખાસ નવું કાંઈ કામ થઈને આ આવૃત્તિમાં ઉમેરાયું નથી, –સિવાય કે, કોઈ ભૂલ સુધરી કે નવી વસ્તુ મળી હોય તે ઉમેરી લીધી. શબ્દભંડોળ આ આવૃત્તિમાં ૬૮૪૬૭ થયું છે. ૧લી આવૃત્તિમાં ૪૩૭૪૩ શબ્દોથી શરૂઆત થઈ હતી. (ત્રીજી આવૃત્તિમાં તે આંકડો ૫૬૮૩૦ સુધી પહોંચ્યો હતો; ચોથીનો ચોક્કસ આંકડો ગણાયો નહોતો.) કેશના શબ્દસંગ્રહમાં થયેલી આ વૃદ્ધિ આપણી ભાષામાં થતી અભિવૃદ્ધિ અને તેના વિકાસનું પણ નિદર્શક ગણાય. અને કાઈ કાળે એવો દાવો ભાગ્યે થઈ શકે કે, ભાષાના બધા જ શબ્દો કેશમાં ઊતરી ચૂક્યા છે. શબ્દ, શબ્દપ્રયોગ ઇ.નું ભંડોળ તો ભાષાના ખેડાણની સાથે સાથે વચ્ચે જ જાય; બને તેટલું તે બધું જોઈ કાદી સંઘરતા રહેવું, એ જ કામ પ્રાયઃ કોશકારને માટે શક્ય છે. એટલે તેને નસીબે કાયમી તે કદાચ એ ખેડાણની પૂંઠે જ રહેવાનું લખાયું ગણાય. જેમ જેમ આપણી ભાષા જ્ઞાનવિજ્ઞાનના અધ્યયન-અધ્યાપનમાં તથા લોકજીવનનાં વિવિધ ક્ષેત્રે વિષેની ચર્ચા-વિચારણામાં અને પત્રકારી વગેરેના લોકશિક્ષણમાં તેમ જ વેપારરોજગાર તથા રાજ્યકારણદિના વિધવિધ વ્યવહારમાં વપરાતી જાય છે, તેમ તેમ અવનવા ભાવો તથા પદાર્થો દર્શાવવાને માટે તે ઉત્તરોત્તર ખીલતી જશે, એટલે કે, તેમને માટે નવા શબ્દ ઉમેરાશે. તે નવા નવા બનશે, ચાલુ હશે તેમાં નવા અર્થો ઉમેરાતા જશે, અને બહારનાં અનેક સ્થાનો તેમ જ લેક પાસેથી લઈનેય આપણે અપનાવવા લાગીશું. નવજીવન પામતી પરાક્રમપરાયણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 950