________________
પાંચમી આવૃત્તિ
આ કાશની ગઈ–ચેાથી આવૃત્તિ ઈ. સ. ૧૯૪૯માં બહાર પડી. ત્યાર પછી આ પાંચમી–નવી આવૃત્તિ ૧૮ વરસે બહાર પડે છે. આ સમય, એક રીતે જોતાં, ધણા લાંખે કહેવાય. નહિં કે, ચેાથી આવૃત્તિ આ બધા સમય દરમિયાન ઉપલબ્ધ હતી; તે તે દશેક વર્ષમાં ખલાસ થઈ ચૂકી હતી. એટલે, નવી આવૃત્તિ બહાર પાડવાનું કામ ઊભું હતું; તેમાં ઠીક ઠીક મેાડું થયું કહેવાય. છતાં, આનંદની વાત છે કે, તે હવે સારી પેઠે સુધારી વધારીને બહાર પાડી શકાઈ છે.
*
tr
ચેાથી આવૃત્તિ બહાર પડી તેના નિવેદનમાં એ વખતે એવું જણાવેલું કે, આવી મેટી આવૃત્તિ ઉપરાંત, શાળાપયેાગી એક નાના વિનીત' શબ્દકેશ પણ હવે બહાર પાડવેા. તે અનુસાર, “ વિનીત જોડણીકારા ” નામથી, આ બૃહત્ “ સાર્થ જોડણીકાશ”ની શાળાપયેાગી આવૃત્તિ ૧૯૫૪માં પ્રસિદ્ધ કરી હતી. તેમાં લગભગ ૪૦ હજાર શબ્દો આપ્યા હતા. આથી કરીને, મેટે કાશ ખપી જવા છતાં, અત્યાર સુધી આ નાનેા કાશ મળતા રહ્યો છે; તેથી વાચક વર્ગને (ખાસ કરીને વિદ્યાર્થી વર્ગને) રાહત મળી હતી, એ સંતેાની વાત ગણાય.
આ આવૃત્તિ તૈયાર કરવાનું કામકાજ તા ૧૯૫૬ -૭ જેટલે વહેલેથી ઉપાડવામાં આવ્યું હતું. તે વખતે એક વિચાર એવા રજૂ થયેલા કે, વાચકેાને તરત એ મળતા થઈ શકે તે હેતુથી, તેનું પુનર્મુદ્રણ જ કરી લેવું ઠીક નહિ? એટલે કે, તેમાં સુધારા વધારા વિચારવા અને તે બધું તૈયાર કરવાને માટે વખત ન આપતાં, છે તેવા જ ફરી છપાવવેા. આવડા મેટા ગ્રંથનું છાપકામ પણુ વરસ બે વરસ લે એવું લાંબું ચાલે છે; તેથી, નવી આવૃત્તિ સુધારવા વધારવાની તક છે તેા, કાંઈ નહીં તેા, અને તેટલા નવા શબ્દો તે ઉમેરવા, એ જરૂરી અને સારું પણ ગણાય; અને એવા લેાભ જતા કરવા અધરા હેાય છે. નહીં સંઘરાયેલા શબ્દોનાં કેટલાંય સૂચના તે કાર્યાલયમાં પડેલાં જ હતાં; અને ઘેાડા વખત આપીને, બની શકે તેટલું સાહિત્ય વાંચીને, નવા શબ્દો મેળવી પણ શકાય. આવા વિચારથી પુનર્મુદ્રણની સૂચના જતી કરીને, નવા શબ્દો મળે તે ઉમેરવા અને એમ સુધારી વધારીને નવી આવૃત્તિ તૈયાર કરવી, એવું નક્કી થયું. અને તેનું કામ વ્યવસ્થિત રૂપે ૧૯૫૭ થી શરૂ કરવામાં આવ્યું.
આ કામના ચાલુ ખર્ચ પેટે આર્થિક મદદ આપવાનું ધેારણુ મુંબઈ સરકારે સ્વીકાયું અને ત્રણેક હજાર રૂપિયાની વાર્ષિક મદદ નિયત સમય માટે આપવાનું પણ શરૂ કરેલું. તે ૧૯૬૦ પછી થયેલી ગુજરાત સરકારે કેટલેાક વખત ચાલુ રાખ્યું હતું. આને માટે સંસ્થા તેમની આભારી છે.
આ વખતે કેટલાંક ખીજાં કામ પણ એવાં નીકળતાં હતાં, કે જેમાંથી કાશને લાભ મળી શકે. જેમ કે, ગુજરાત રાજ્ય સ્થપાતાં, તેનેા રાજવહીવટ ગુજરાતીમાં ચાલવાના થશે. તેથી રાજ્ય-વહીવટની પરિભાષા યેાજવાનું કામ આ સમયે વિદ્યાપીઠે વિચાર્યું, અને તે શરૂ કર્યું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org