Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 3
________________ દીક્ષા સ્વીકાર્યા બાદ ગુરુદેવશ્રીની આજ્ઞાને જ પોતે પોતાના પ્રાણસમાન બલ્કે તેનાથી પણ અધિક બનાવીને પૂજ્ય ગુરુદેવની પાસે સિદ્ધહેમ લઘુવૃત્તિ વ્યાકરણ, તર્કસંગ્રહ આદિ કેટલાક ન્યાયના ગ્રન્થો તથા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.ના રચાયેલા અને પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સાહેબના રચાયેલા ગ્રન્થોનું તલસ્પર્શી ઊંડું અધ્યયન કર્યું. અનેક શાસ્ત્રોનું સારુ દોહન કર્યું તથા પોતાના જ નાના બંન્ને ભાઈઓને છાણી ગામમાં જ પ્રતિબોધ કરી દીક્ષા આપી મુનિશ્રી જિનચંદ્રસાગરજી અને મુનિશ્રી હેમચંદ્રસાગરજી આવાં પવિત્ર નામ રાખી પોતાના શિષ્ય બનાવ્યા. સંયમમાર્ગની પવિત્ર સાધના કરતાં કરતાં જ્ઞાનગુણમાં અને સેવાના ગુણમાં આગળ વધતા પૂજ્ય ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજ સાહેબે ઊંઝા ગામમાં વિક્રમ સંવત ૨૦૩૬ના વૈશાખ સુદ ૧૦ના દિવસે ગણિપદવીથી અને વિક્રમ સંવત ૨૦૪૫ના વૈશાખ સુદ ૬ ના દિવસે પાલીતાણામાં પંન્યાસ પદવીથી વિભૂષિત થયા. પૂજ્ય અશોકસાગરજી મહારાજશ્રી પોતે સાવધાનતાપૂર્વક નિરતિચારપણે રત્નત્રયીની સાધના કરતા કરતા અને જૈન શાસનની પ્રભાવના કરતા કરતા વિક્રમ સંવત ૨૦૫૨માં પાલીતાણા પધાર્યા ત્યાં તેઓશ્રીની બરાબર યોગ્યતા જોઈને ગુરુ ભગવંતે તેઓશ્રીને પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ. સાહેબે મહા સુદ છઠ્ઠનાં આચાર્ય પદથી વિભૂષિત કર્યા. તથા પૂજ્ય ગુરુદેવશ્રી અભયસાગરજી મ.શ્રીની સૂચના મુજબ તેઓશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી સફળતાપૂર્વક સંયમમાર્ગની સાધના કરતા કરતા તેની સાથે સાથે પાલીતાણા જંબૂદ્વીપમાં પૃથ્વી, ચંદ્ર, સૂર્ય અંગેની શાસ્ત્રીય બાબતોની સત્ય અને યશાર્થ વાતો વિશ્વભરમાં પ્રસિદ્ધ કરવાનું કામ સારું એવું સંપન્ન કર્યું. તથા પૂજ્ય ગુરુદેવશ્રી અભયસાગરજી મ.સાહેબના સ્વપ્નને અનુસારે જંબુદ્વીપમાં ૧૦૮ ફૂટના દાદાશ્રી આદિનાથ પરમાત્માની પ્રતિમાજીનું નિર્માણ કાર્ય ચાલુ કર્યું. જે હાલ ચાલી રહ્યું છે. જેની પ્રતિષ્ઠા પોષ વદ ૧૩ વિક્રમ સંવત ૨૦૭૧ તા ૧૮/૧/૨૦૧૫ રવિવારે મેરુતેરસના દિવસે કરવાની જાહેરાત થઈ. જે થોડાક સમયમાં જ પ્રતિષ્ઠા થવાની છે. પૂજ્ય આચાર્ય શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.સાહેબ ૭૦થી પણ અધિક શિષ્ય-પ્રશિષ્યોના પરિવાર સાથે હાલ વર્તમાન કાલે સુંદર એવી જૈનશાસનની પ્રભાવના કરી રહ્યા છે અને આશા રાખીએ કે તેઓશ્રીના વરહસ્તે ઘણા જ મંદિરોની પ્રતિષ્ઠા થવાપૂર્વક શાસનપ્રભાવના ઘણી થાય. આ સમ્યક્તાવ ષસ્થાનક ચઉપ્પઈ પુસ્તક તૈયાર થયું તેમાં તેઓશ્રીની ભાવના થવાથી ચતુર્વિધ શ્રી સંઘના ઉપયોગ માટે આ કાર્યમાં જોડાયા. શાસનદેવ તેઓને સંઘના ઉપયોગી અનેક કાર્યો કરવાનું બળ આપે એવી ભાવના સાથે અમે તેઓના આ કાર્યની ઘણી ઘણી અનુમોદના કરીએ છીએ. એજ લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 388