Book Title: Samveg Rangshala Author(s): Jinchandrasurishekhar, Hemendravijay, Babubhai Savchand Publisher: Kantilal Manilal Zaveri View full book textPage 7
________________ संवेगरङ्गशाला प्रस्तावना છે . * આ શિક્ષાઓ વિનય વિના આવતી નથી માટે પેટાધારમાં વિનયદ્વાર પશુ પાડવામાં આવ્યું છે. વિનયને ભંગ કરી જે સાધુ કે શ્રાવક ધર્મમાં આગળ વધવા માગે છે, તે કદી પણ આગળ વધી શકતું નથી. કેમ કે પરમાત્માનું શાસન વિનયને ધર્મના મૂળ તરીકે ઓળખાવે છે. ઉત્તરાધ્યયન સુત્ર જે પ્રભુભાષિત છે, તેના ૩૬ અધ્યયનમાં પહેલ અચયન વિનય અધ્યયન છે. કેમ કે વિનય ન હોય તે બાકીના અધ્યયનમાં બતાવેલા ગુણે જીવમાં યથાર્થરૂપે આવી શક્તા નથી. માટે જ પ્રથમ અધ્યયન વિનયનું રાખવામાં આવ્યું છે. આ સિવાયના બીજા પ્રથમ મુખ્યદ્વારના પટાદ્વાર જે સમાધિદ્વાર, મનોસિદ્દીદ્વાર, અનિયતવિહારધાર, રાજદ્વાર, વિગેરે દ્વારા જે બતાવવામાં આવ્યા છે તે જિજ્ઞાસુઓને સૈન્યમાં જોઈ લેવાની અમારી ભલામણ છે. પ્રત્યેક પિટાદ્વારનું વર્ણન જે કરવામાં આવે તો પ્રસ્તાવના જ સ્વયં એક ગ્રન્થ બની જાય. હવે બીજું દ્વાર પરગણુસંક્રમણ નામનું છે. એના પટાદ્વારા ૧૦ છે. દરેકે દરેક દ્વારમાં ગુરુ આજ્ઞાની મુખ્યતા, કષાયને વોસિરાવવાની ભાવના, સાધુને સર્વથા પરિચયને ત્યાગ, દશ પ્રકારની સમાચારીનું વિધિપૂર્વક પાલન વિગેરે બતાવવામાં આવ્યું છે. આ આચારામાં જ્યાં જ્યાં ખલના થાય છે, ત્યાં ત્યાં ગુરુ-શિષભાવમાં ખામી આવે છે. એક ગરછના આચાર્ય બીજા ગરછના આચાર્ય" ઉપર જો વાત્સલ્યભાવ રાખવો જોઈએ તે રાખી શકતા નથી અને સાષક સામાચારીનું પાલન કરવામાં શિથિલ બનવાથી સ્વરછરી બને છે. IIળાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 836