________________
प्रवेश
संवेगरङ्गशाला
iીધા
ક
જે રીતે અભિલા મારી
ગયા. સાથે તેઓને આયંબીલને તપ પણ ચાલુ જ હતું. મોક્ષમાર્ગની આરાધનાની ગંભીર વાતે માથાથી ઇને હદયંગમ બની જાય એમાં શું નવાઈ ?
પંડિત શ્રી બાબુભાઈને સહયોગ સાધી તેઓશ્રીએ અથાગ પરિશ્રમથી આ ગ્રન્થનું સંશોધન સંપાદન કર્યું છે.
ગ્રન્થરનનું ગુણનિષ્પન્ન નામ - સંવેગને રંગ લગાડવા માટે આ ગ્રન્થ શાળા જેવું છે. સંવેગરંગ એટલે મુકિતને અભિલાષ, મોક્ષની લગની, મોક્ષમાર્ગની આરાધનાને ભાવ, સુરનરના સુખમાં દુઃખનું દર્શન, અને માત્ર એક મુકિતના સુખને અભિલાષ. સંસારના રંગને કારણે છે સંસારની ચાર ગતિમાં બેસીતમ ત્રાસ વેઠી રહયા છે. એ રંગને હઠાવી સવેગને રંગ લગાડવા તાલિમ-શિક્ષા જોઈએ. આ ગ્રન્ય, એ શિક્ષા આપતી શાળાની ગરજ સારે છે. એથી આ ગ્રન્થનું નામ યથાર્થ છે. અન્યના રચયિતા જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજે સુંદર વિષયની પસંદગી કરી એની રજુઆત એવા માર્મિક શબ્દોમાં કરી છે કે વાંચતા હરકોઈ મેક્ષાથીને સંવેગને રંગ લાગ્યા વિના અને સંસાર પ્રત્યે નફરત છૂટયા વિના રહે નહીં.
ગ્રન્થ રચના માટે વિજ્ઞપ્તિ - આ “સગરગશાળા' ગ્રન્થની રચના માટે નવાંગી ટીકાકાર મહર્ષિ શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજે પિતાના વડિલ ગુરુબંધુ સરિશેખર શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરી હતી. વિનંતી કરનાર મહાપુરુષનું જૈનશાસનમાં વિશિષ્ટ કોટિનું સ્થાન અને માન હતું એટલે તેઓશ્રીની વિનંતી પણ વડિલ ગુરુબધુ આગળ તે જ આદર પામે એમાં નવાઈ શી?
ગ્રંથકાર મહર્ષિ - સંગરંગશાળા ' ના રચયિતા ગ્રંથકાર મહર્ષિ શ્રી જિનચંદ્રસુરીશ્વરજીનું જન્મસ્થાન માતાપિતા, જન્મસંવત, દીક્ષાસંવત અંગે ખાસ કશી માહિતી મળતી નથી પરંતુ આચાર્ય મહારાજશ્રી દેવભદ્રસૂરીશ્વરજીએ રચેલા મહાવીરચરિત્ર કથારત્નકેપ, તથા પાશ્વનાથચરિત્રની પ્રશસ્તિઓમાંથી
વતા
-
III