________________
प्रवेश
संवेगरङ्गशाला IS||
સિદ્ધાંતની સંસ્કૃત ટીકા-વિવેચનાઓ રચીને જેમણે ભવ્ય ઉપર ઉપકાર કર્યો છે. તે અભયદેવસૂરિના ગુણલવને પણ વિસ્તૃત કરવા કોણ સમર્થ છે? તેમના શિષ્ય સર્વગુણના નિધાન પ્રસન્નચન્દ્રસૂરિ હતા. તેમના ચરણ કમલને સેવતા અને વાચક સુમતગણના શિષ્ય સંવેગરંગશાળા નામનું આરાધનાશાસ્ત્ર જગતમાં પ્રસિદ્ધ કર્યું. તેમજ વીરચરિત્ર અને કથારષની રચના કરી. સેનાના ઈડા (કળશ) થી શોભતા મુનિસુવ્રતસ્વામીના મંદિરથી તેમજ વીર પરમાત્માના મંદિરથી શુભતા ભરૂચમાં આમદત્ત ના મંદિર (ઘર)માં રહેલા દેવભદ્રસૂરિએ આ પાશ્વનાથચરિત્ર રચ્યું. એનું પ્રથમ પુસ્તક અમલચંદ્ર ગથિએ વિ. સં. ૧૧૬૮માં લખ્યું. આમાં જે કાંઈ અનુચિત હોય તેની આચાર્યોએ ક્ષમા આપવી અને એને સુધારી લેવું.”
–દેવભદ્રીય પાર્શ્વનાથ ચરિત્રની પ્રશસ્તિનું અવતરણ. આ ઉપરાંત સવેગરંગશાળા ગ્રન્થની પુપિકા પણ જોવા જેવી છે. તે આ પ્રમાણે છે:“ શ્રીમદ્દ જિનચંદ્રસૂરિએ રચેલી અને તેમના શિષ્ય પ્રસન્નચન્દ્રસૂરિની અભ્યર્થનાથી ગુણચંદ્રગણિથી પરિકાર પામેલી તેમજ જિનવલભગણિથી સંશોધિત થયેલી સંવેગરંગશાળા આરાધના સમાપ્ત થઈ. ”
આ ત્રણે પ્રશસ્તિઓ તથા સગરગશાળા મન્થની પુપિકા ઉપરથી ફલિત થાય છે કે આ પત્થના રચયિતા જિનચંદ્રસૂરિ છે. તેઓ વજીસ્વામીની પરંપરામાં થયેલ બુદ્ધિસાગરસૂરિના શિષ્ય હતા. આ ગ્રન્થની રચના કર્યો પછી તેમના શિષ્ય પ્રસન્નચન્દ્રસૂરિના કહેવાથી સુમતિવાચકના શિષ્ય શ્રી ગુણચંદ્રગણિએ ( આચાર્ય થયા પછી દેવભદ્રસૂરિ નામ) એને સંસ્કારયુક્ત બનાવી અર્થાત સુધારે વધારે કરી સંકલિત કરી અને જિનવલભગણએ તેનું સાધન કર્યું. ,
* જૈન સાહિત્યના ઈતિહાસમાં મોહનલાલ દલિચંદ દેસાઈએ આ મંથના રચયિતા તરીકે દેવભદ્રસૂરિને નિશ કર્યો છે. તે ઉપરની પ્રશસ્તિઓથી બિનપાયાદાર ઠરે છે.