Book Title: Samveg Rangshala Author(s): Jinchandrasurishekhar, Hemendravijay, Babubhai Savchand Publisher: Kantilal Manilal Zaveri View full book textPage 5
________________ संवेगरगशाला III प्रस्तावना તીર્થકર ભગવતેએ સંવેગને અર્થ આ પ્રમાણે કહેલું છે. અત્યંત સંસારને ભય અથવા માની અભિલાષા. અત્યંત સંસારને ભય એટલે ચારે ગતિને ભય. ચારે ગતિમાં નરકગતિ અને તિર્યંચ' ગતિને ભય તે લગભગ બધા જ મનુષ્યને છે. કોઈને પૂછીએ કે, સુખી યુરોપિયનના કુતરા તરીકે જન્મ લે છે ? તે તે તરત જ ના પાડશે. આપણે કહીએ કે, મેટરમાં બેસવા મળશે, દરજ માણસ નવડાવશે, સારૂં સારૂં ખાવાનું મળશે. વિગેરે વિગેરે ભૌતિક સુખ બતાવીએ તે પણ તે ના જ પાડશે. કેમ કે તિર્યંચ-પશુ કે ઢેર થવું કેઈને II ગમતું નથી. જ્યારે નરકમાં તે દુખ ને દુઃખ જ હોય છે. ત્યાં જવાનું મન કોને થાય ? ત્યારે રહી બાકીની બે ગતિ. એક મનુષ્ય અને બીજી દેવગતિ. આ મનુષ્યગતિમાં પણ દીન-દુખી અને કંગાળકુલમાં જન્મ લેવાનું કઈ ઈચ્છતું નથી. તેમજ દેવલોકમાં પણ બીજા સ્વામી દેવેની ગુલામી કરવી પડે. તેના હુકમથી પશુ થઈ તેને IS પીઠ ઉપર બેસાડવા પડે તેવું કોઈને પસંદ નથી. ત્યારે સંસારી જીવને શું પસંદ છે ? સંસારનું || ભૌતિક સુખ. તેની સામે સંવેગ ગુણ આપણને કહે છે કે, આ સંસારના સુખને મોક્ષસુખ મેળવવા ખાતર લાત મારતા શીખે. અને આ શિક્ષણ તમારા હૈયામાં પરિણામ પામે એ માટે આ ગ્રન્થનું પુનઃ પુનઃ વાચન, મનન અને નિદિધ્યાસન કરો. આ સંવેગ ગુણ મેળવવાની જેને ઈચ્છા થતી નથી. તેને આ ગ્રંથકાર દુર્ભાગ્ય કે અભવ્ય તરીકે ઓળખાવે છે. આ ઉપરથી સમજી શકશે કે, આ સંવેગ ગુણની જીવનમાં કેટલી આવશ્યકતા છે? IRા.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 836