________________
प्रस्तावना
संवेगरङ्गशाला
રા.
પૂજ્ય પરમતનિધાન સંઘસ્થવિર આચાર્ય ભગવંત શ્રીમદ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર ગાંભીયૉદિગુણેથી ગૌરવિત સમર્થ વ્યાખ્યાતા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી મેઘસૂરીશ્વરજી મહારાજ પિતાની અંતિમ અવસ્થામાં આ ગ્રન્થનું રોજ એકાગ્રચિત્તે શ્રવણ કરતા હતા. અને એ શ્રવણની ક્રિયા ચાલુ હતી ત્યારે જ આ મહાપુરુષે પિતાના આત્માને અમરેને સ્વામી બનાવ્યું હતું એટલે કે ખૂબજ સમાધિપૂર્વક પિતાના દેહને ત્યાગ કર્યો હતે.
- જેમ પૂજય પરમતનિષાના આચાર્ય શ્રીમદ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજાને તેમના ઉપર અનન્ય ઉપકાર હતું તેમ તેઓશ્રીને પણ તેમના આખા સમુદાય ઉપર જબરજસ્ત ઉપકાર છે. તેઓશ્રીની ખાસ ભલામણ હતી કે જે તમારે રાગની હોળીમાં ન સળગવું હોય તે તમે આ ગ્રન્થનું પુનઃ પુનઃ વાંચન, મનન અને નિદિધ્યાસન કરે.
તેઓશ્રીના વિદ્વાન શિષ્યરત્ન શાંતમૂર્તિ સ્વ. પૂજ્ય આચાર્ય વિજય મનોહરસુરીશ્વરજી મહારાજના પરમ વિનેય પં. વિબુધવિજયજીગણિવરની શુભ પ્રેરણાથી તેમના ગુરુભાઈ પરમ તપસ્વી પર્યાયસ્થવિર મુનિપ્રવર શ્રી હેમેન્દ્રવિજયજી મહારાજે હસ્તપ્રત ઉપરથી પં. બાબુભાઈ પાસે પ્રેસ કેપી કરાવી ગ્ય સંશોધન કરી છપાવી આ ગ્રન્થ તૈયાર કરેલ છે. આ ગ્રન્થરત્નને છપાવવા તેઓશ્રીએ જે પરિશ્રમ ઉઠાવ્યા છે તે ખરેખર શ્રુતભકિતના ઉદાહરણરૂપ છે. પણ તે સાથે અનેક લઘુકમી જાને બેલિબીજની પ્રાપ્તિમાં તેઓ કારણભૂત પણ બન્યા છે.
અત્રે ધ્યાન રાખવું ઘટે કે પૂજ્ય પરમોપકારી આચાર્યપ્રવર શ્રી મેઘસૂરિજી મહારાજ આ ગ્રન્થની લખેલી પ્રતથી જ તેના પદાર્થોનું વાંચન, મનન અને નિદિધ્યાસન કરતા હતા. આજ સુધી આ પ્રતના ત્રણ
રા