Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ સઘળાય હૃદ્ધોની પેલે પાર અનુભૂતિ = Amiyo Ruhnke એ *Zen Koans' માં એક સરસ પ્રસંગ મૂક્યો છે: ગુરુ ઇસાને શિષ્ય કયોગેનને પૂછ્યું: “તારું મૂળ સ્વરૂપ શું? માતાની કુક્ષિમાં આવતાં પહેલાંનું તારું સ્વરૂપ.. એ કેવું હતું ?” યોગેન વિદ્વાન હતો. તેણે આત્મતત્ત્વ વિષે લંબાણ સંભાષણ-ઘણા બધા વિદ્વાનોના મન્તવ્ય સાથે-આપ્યું. ગુરુ ઈસાન એના એ સંભાષણથી સહેજે પ્રભાવિત ન થયા. તેમણે કહ્યું : “ખાલી પેટને ભાખરીનાં ચિત્રો વડે કેમ ભરી શકાય ?” • નિર્વિકલ્પ અનુભૂતિ છે આવો જ પ્રશ્ન જ્ઞાનસાર ગ્રન્થ ભાવુકને પૂછયો છે : નિર્ટન્દ્ર બ્રહ્મ (આત્મા)ને નિર્લેન્દ્ર અનુભૂતિ વિના કેમ જાણી શકાય ? વિકલ્પો ત્યાં અકિંચિત્કર બની જાય છે. (પૃશ્યતુ બ્રહ્મ નિર્ચે નિર્ઝન્દાનુભવ વિના ! થે લિપિથી તૃષ્ટિ: વાપી વા મનોમયી | ગુમવષ્ટિ, ૬, જ્ઞાનમાર) દ્વન્દ્રો વડે નિર્લેન્દ્રને કઈ રીતે અનુભવી શકાય ? લિપિમય દૃષ્ટિ (પુસ્તકો), વાયી દૃષ્ટિ (હોઠેથી ટપકતા શબ્દો) કે મનોમયી દૃષ્ટિ (વિકલ્પો) ક્યારેય નિર્ધદ્ધ આત્મતત્ત્વને ન અનુભવી શકે' એવું જ્ઞાનસાર કહે છે ત્યારે તે દ્વન્દ્રો પરની આપણી આસ્થાને ઉતરડી નાખે છે. કઠોપનિષદૂનો પ્રસિદ્ધ મંત્ર યાદ આવે : “નાયમાત્મા પ્રવનેન નં:, ન થયા, ને વહુના શ્રુતે.' (પ્રવચન વડે, બુદ્ધિ વડે કે ઘણા શ્રત વડે પણ આત્મા ન મળે.) પ્રશ્ન લાગલો જ મનમાં ઉદ્ભવશે તો શેના વડે આત્માનુભૂતિ થાય? છે શબ્દબ્રહ્મ દ્વારા અનુભૂતિ છે જ્ઞાનસારે જ તેનો જવાબ આપ્યો છે : શાસ્ત્રદષ્ટિ વડે સંપૂર્ણ શબ્દબ્રહ્મને પામીને પોતાના દ્વારા અનુભવવા યોગ્ય પરમબ્રહ્મને સાધક અનુભૂતિ વડે મેળવે છે. (ધાત્યરિવર્ત શબ્દ-શાસ્ત્રશા પુનિ., વસંવેદ્ય પરંધ્રહ્માનુમવેધતિ " અનુભવાષ્ટક, ૮, જ્ઞાનસાર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 324