Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ ગુરુ તમારી અનુભૂતિની એક એક ક્ષણને ચકાસશે. તમે તો તમારી અનુભૂતિને કેમ ચકાસી શકો? તમારી પાસેના માપદંડો ક્યાં? અનન્ત જન્મોમાં કદાચ ન થયેલો આ અનુભવ... તમે એને પ્રમાણિત શી રીતે કરી શકો ? • બુદ્ધિની ચમચી વડે... • સિકંદરના ગુરુ એરિસ્ટોટલ દરિયાકાંઠે બેઠાં બેઠાં ચમચી વડે પાણી ઉલેચતા હતા. સિકંદરને નવાઈ લાગી : “આથી શું થઈ શકે? શું દરિયો ખાલી થઈ શકે ?” - તેના ચહેરા પરના ભાવને “વાંચી એરિસ્ટોટલે પૂછ્યું: “બુદ્ધિની ચમચી વડે તું જો પરમચેતનાને પામી શકે તો હું આ ચમચી વડે દરિયાને ન ખાલી કરી શકું ?” સિકંદર સમજી ગયો.... • શાસ્ત્રવચનોનો દૂધપાક છે બુદ્ધિની ચમચી... જ્ઞાનસારે મઝાનું પ્રકલ્પન આપ્યું છે બુદ્ધિની ચમચી વડે શાસ્ત્રવચનોના દૂધપાકને ઘણાએ હલાવ્યો-ડખોળ્યો, ડહોળ્યો; પણ અનુભવની જીભ વડે શાસ્ત્રવચનોના દૂધપાકને આસ્વાદનાર કેટલા? (ફ્રેષાં न कल्पनादर्वी, शास्त्रक्षीरान्नगाहिनी । विरलास्तद्रसास्वादविदोऽनुभवजिह्वया ॥જ્ઞાનસાર, અનુભવાષ્ટક, ૫,). • ગુરુ આપે તે જ જ્ઞાન છે શાસ્ત્રવચનોના રસાસ્વાદ માટે અનુભૂતિ. પણ અનુભૂતિની પૂર્વે શબ્દબ્રહ્મને પામવાનું. ગુરુ દ્વારા મળતા શબ્દને શબ્દબ્રહ્મ કહી શકીએ. અનુભૂતિવાનું ગુરુનો અનુભૂતિથી હર્યો ભર્યો શબ્દ. પણ એને ઝીલવા માટેની સાધકની સજ્જતા કઈ ? અહોભાવની પૃષ્ઠભૂ પર સાધક ગુરુદેવના શબ્દોને ઝીલી શકે. આને જ પૂ. આનંદઘનજી “વાસિત બોધ' કહે છે. માત્ર શબ્દાળુતા નહિ; ભાવાત્મક જ્ઞાન.. આ ભાવાત્મકતા જ ગુરુનો શક્તિપાત છે. ઔપનિષદિક પરંપરા એક સરસ વાત પર ભાર મૂકે છે : ગુરુ આપે તે જ જ્ઞાન... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 324