Book Title: Samvedanni Sargam Author(s): Kalyanvijay Gani Publisher: Divya Darshan Trust View full book textPage 5
________________ यत् किंचित् હૃદયમંદિરમાં પ્રભુને પ્રતિષ્ઠિત કરવા, પૂર્ણતયા આત્માનો સાક્ષાત્કાર ક૨વો, કેવળ દર્શન-જ્ઞાન પામવું, સિદ્ધ થવું કે બ્રહ્મભાવમાં વિલિન થવુંઆ કે આવા ભિન્ન ભિન્ન શબ્દો કે વાક્ય રચનાઓ સામાન્ય રીતે એક બોધને પ્રાપ્ત કરાવે છે- અપરોક્ષાનુભૂતિ. જો કે આત્માની અનુભૂતિ અનિર્વચનીય છે, તેમ છતાં બધા જ આસ્તિક દર્શનકારોએ આ બોધને સમજવા અને સમજાવવા વાચા દ્વારા ગહન પુરૂષાર્થ કર્યો છે. કેમ કે દરેક આસ્તિક દર્શનકારોનું ચિદાનંદ સ્વરૂપ આત્મજ્ઞાન (=મુક્તિ) એ જ ધ્યેય છે. ૨ પ્રસ્તુત પુસ્તક ‘સંવેદનની સરગમ' પણ આ જ ભાવનાથી લખાયું હોય એમ જણાય છે. આ સંવેદનના સર્જક પ.પૂ.વિદ્વર્ય મુનિશ્રી યશોવિજયજી મ. સાહેબે અલ્પ દીક્ષાપર્યાયમાં જૈન દર્શન અને શાસ્ત્રોને આત્મસાત્ કર્યા છે, અને સાથે સતત આત્મલક્ષી સાધનાના પંથે પ્રચૂર પ્રયત્નશીલ રહ્યા છે. જાણે કે સ્વાધ્યાયથી ધ્યાનમાં અને ધ્યાનથી સ્વાધ્યાયમાં લીન રહી પરમ પદની પ્રાપ્તિ નિશ્ચિત ન કરી લેવી હોય ! ફલતઃ ‘સંવેદનની સરગમ' આજે પ્રાપ્ત થઈ રહેલ છે. આ પુસ્તકમાં એક નિર્દોષ બાળકની પરમપિતા સાથે પ્રીત-ગોષ્ઠિ છે, એક ભક્તનો ભગવાન સાથે સંવાદ છે, એક જિજ્ઞાસુની જ્ઞાની સાથે આત્મશ્રેયની વિચારણા છે. તેથી જ ડગલે ને પગલે શાસ્ત્રપાઠોનો ધોધ પણ અહીં ઠલવાયેલ છે. તેની ફલશ્રુતિરૂપે ૯૦ જેટલા શાસ્ત્રોના ૫૫૦ કરતાં વધુ શાસ્ત્રપાઠો પાદનોંધમાં દર્શાવેલ છે. પુસ્તક વાંચવાની શરૂઆત કરતા અને વાંચી ગયા પછી સાચે જ એમ લાગ્યા વિના નહીં રહે કે ‘આ પુસ્તક અન્તર્મુખ જીવો માટે લાભકારી નીવડે એમ છે.’ વાંચવાની શરૂઆત કર્યા પછી આ પુસ્તક અંગે મારા મનમાં જે ભાવો ઉદ્ભવ્યા તે અહીં રજુ કરૂં છું. ‘મને મારામાં ગરજ . અતીન્દ્રિય પરં બ્રહ્મ, વિશુદ્ધાનુમાં વિના | શાસ્ત્રયુòિતેનાપિ, નૈવ ગમ્યું વાચન | (અધ્યાત્મપનિષદ્ ૨/૨૧) २. द्रष्टुर्दृगात्मता मुक्तिर्दृश्यैकात्म्यं भवभ्रमः || (अध्यात्मउपनिषद् २/५) 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 324