Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ છે માટે તારામાં અરજ છે. હે પ્રભુ ! તું સત્ છે. દેહમય-વાણીમય-મનોમય અસ્તિત્વને અનુભવનાર હું અસત્ છું. વસ્તુતઃ તું-હું ઉપાધિ છે. તેવું વાસ્તવમાં કશું જ નથી'. કવિની આધ્યત્મિક શૈલીમાં કહું તો “નિજમાં બધું જ છે. અહીં નૃસિંહની ગર્જના છે. આત્મોન્નતિનો ઘુઘવાતો સાગર છે, તો આકાશને આંબી જતાં હૃદયોર્મિના ઉછરંગો છે. ખળખળ વહેતાં, અધ્યાત્મનું સુમધુર સંગીત રેલાવતાં ઝરણાં છે. તેમ જ સ્થળે સ્થળે ભાવનાનો ધસમસતો પ્રવાહ છે, તો બીજી બાજુ નિર્મળ ધ્યાનનું ગાંભીર્ય છે. વળી, સમતાના શાયરોનો મુશાયરો છે, અને એટલું જ નહીં, જ્ઞાનીની વૃત્તિસંક્ષય માટેની તમન્ના છે. ક્રિયાશીલનો પુરૂષાર્થ છે. અહીં નિજરત્નની ઓળખાણ છે, ચિત્તવૃત્તિ સંશોધનની ખાણ છે, તો સ્વરૂપનું ભોળપણ છે. અહીં કામ-ક્રોધાદિની ખણજ નથી પણ નિસ્પૃહ ભાવની સમજ છે. પરભાવ વંચિત છે તો પરમભાવ ગૃહીત છે. માનવું રહ્યું કે પંડિતોચિત પંડિતાઈ છે. કહો કે સુષુમ્હા નાડીનો ધબકારો છે, કુંડલિનીનું જાગરણ છે, ૐકારનો નાદ છે, સાથે સહૃદયનો તાલમેળ છે, વિભાવનો વિલય છે તો સ્વભાવનો પરમભાવમાં લય છે.’ મતનો અભિનય કરવાની હિંમત નથી. કેમ કે ‘સંવેદનની સરગમ' અનુભૂતિનું ખેડાણ છે, વિભૂતિમાનનું સંવેદન છે, વેદ્યસંવેદ્યપદસ્થનું નિવેદન છે. એટલે જ મારે માટે મૌન રહેવું એ જ ભૂષણ લાગે છે. પ્રાન્તે જિનાજ્ઞાસંપન્ન લેખક મુનિશ્રીને મારી કોટી કોટી વંદના. લિ. હર્ષદ મણિલાલ સંઘવી. 回 आगमेनानुमानेन ध्यानाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ॥ ( योगबिन्दु-४१२) આગમ-શાસ્ત્ર, અનુમાન-તર્ક અને ધ્યાન-યોગનું વારંવાર પરિશીલન કરવાના આંતરિક રસ-ઉત્સાહ-ઉમંગ દ્વારા પોતાની પ્રજ્ઞાનું ત્રણેય પ્રકારે પ્રકૃષ્ટ રીતે સમ્યક્ ઘડતર કરનાર સાધક ઉત્તમ તત્ત્વને મેળવે છે, શાસ્રના પરમાર્થને પામે છે, સમ્યક્ રીતે આમિક ગૂઢાર્થને પચાવે છે, આધ્યાત્મિક રહસ્યાર્થને પરિણમાવે છે. - શ્રીહરિભદ્રસૂરિજી Jain Education International For Private & Personal Use Only 5 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 324