Book Title: Samvat 2014 nu Year 1958 Muni Sammelan Ahmedabad
Author(s): Shilchandrasuri
Publisher: Z_Vijaynandansuri_Smarak_Granth_012053_HR.pdf

View full book text
Previous | Next

Page 5
________________ [૯] વાત્સલ્યનિધિ સંઘનાયક શેઠ શકરચંદ મણિલાલ લખે છે : “અમદાવાદના સકળ સંઘની મીટ આપના ઉપર વધારે જોઈ રહેલ છે કે ક્યારે આપશ્રી અત્રે પધારો! અમારા જાણવા, જેવા અને સાંભળવા પ્રમાણે અમને બીજી વાર કારણ મલે છે કે આપશ્રીની અત્રે હાજરીની ખાસ જરૂર છે.” આમ સૌનો આગ્રહ હતે. આની સામે એમની પણ ભાવના પ્રબળ હતી, પણ તબિયતથી પરવશ હતા. સૌને જે આગ્રહ એમના માટે હિતે, તે જ શ્રી વિજયસૂરિજી મહારાજ માટે પણ હતું. અને બેમાંથી એકે તો અવશ્ય હાજર રહેવું જ જોઈએ. એટલે શ્રી વિજયસૂરિજી મહારાજે ફાગણ માસમાં અમદાવાદ તરફ વિહાર કર્યો. સંમેલનનું શુભ મુહૂર્ત એ બંને આચાર્ય દેવોએ ફાગણ વદ બીજ અને છઠ્ઠનું આપેલું. પણ શ્રી વિદયસૂરિજી મહારાજ તથા બીજા શ્રી ચન્દ્રસાગરસૂરિજી મહારાજ વગેરેને આવી પહોંચવામાં વિલંબ થાય તેમ હોવાથી તે મુહૂર્ત મુલત્વી રાખી નવું મુહૂર્ત રાખવાનું નક્કી થયું. શ્રી વિજયસૂરિજી મહારાજને વિહાર થઈ ગયો એટલે સૌને લાગ્યું કે હવે શ્રી વિજયનંદનસૂરિ મહારાજ નહીં જ પધારે, છતાં સાચા દિલની લાગણવાળા ભાવિકે વિનતિ કરતા અટક્યા નહિ. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીએ જનતાની વ્યાપક લાગણીને વાચા આપતાં લખ્યું: “અહીના સાહજિક વાતાવરણનો પડઘે આપને મારે પહોંચાડે જોઈએ એ દષ્ટિએ આપની સેવામાં એક અરજ કરું છું, જ્યારથી આપના અહીં આગમનના અભાવના સમાચાર સંભળાતા રહ્યા છે, ત્યારથી સાધુગણમાં સહજભાવે અસંતોષ રહ્યો છે. અને ધીરે ધીરે સૌને આપનો અભાવ ઘણો જ સાલે છે. અલબત્ત, અહીં ગુરુમહારાજજી શ્રી ૧૦૦૮ શ્રી ઉદયસૂરીશ્વરજી મ. પધારી રહ્યા છે અને સર્વ રીતે સમર્થ છે, તે છતાં આપનું તેજ, પ્રભાવ, વિચારણાઓ ગાંભીર્ય ભરેલી હોઈ સૌને આપની હાજરીની આવશ્યકતા લાગે જ છે. સૌમાં હું બાકાત તો નથી જ. અલબત્ત, જો શક્ય હોય, આપની પ્રકૃતિને કષ્ટ તે જરૂર જ પડશે, તે છતાં આપની હાજરી અહીં સમેલન પ્રસંગે અનિવાર્ય રીતે આવશ્યક છે. તે મારી તો આપને સવિનય હાથ જોડીને વિનંતિ છે કે આપ જે રીતે ઉચિત ધારે તે રીતે પણ અહીં પધારે અને તે આપને અને સૌ શ્રીસંઘને લાભદાયી નીવડશે. આપ જ્ઞાનીવરને વિશેષ તે શું લખવાનું હોય ? આપશ્રી સ્વયં દેશ-કાળ-આગમ છે. જોકે અહીં શાસ્ત્રની ચર્ચાઓ ઉકેલવાની નથી, અને એને પાર પણ ન આવે; તે છતાં આપની પ્રતિભામાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23