Book Title: Samvat 2014 nu Year 1958 Muni Sammelan Ahmedabad
Author(s): Shilchandrasuri
Publisher: Z_Vijaynandansuri_Smarak_Granth_012053_HR.pdf

View full book text
Previous | Next

Page 19
________________ વાત્સલ્યનિધિ સ`ઘનાયક [૧૧૩] આના વ્યવસ્થિત ઉત્તર આપતાં શ્રી વિજયનંદનસૂરિજીએ જણાવ્યું : “ શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજ ખુઝ છે, મહાપુરુષ છે, અને સૌને પૂજનીય છે, એ ખરાખર છે. પણ તે છતાં, તેઓ અત્યારે એક પક્ષમાં છે. અને એક પક્ષકાર હોવાને લીધે તેમનુ વચન પુરાવા ન ગણાય. કા પણ તેમના વચનને પુરાવા ન માની શકે. અને અમારે તે લેખિત પુરાવા જોઈએ છે. આ તા મૌખિક છે. એ ન ચાલે. લેખિત રજૂ કરો. ” થયું. સામા પક્ષનુ બળવાન હથિયાર વ્યૂહું ઠર્યું. હવે તેમણે નવી જ તરકીબ કરી. શ્રી ગભીરવિજયજી મહારાજ તથા શ્રી પ્રતાપવિજયજી મહારાજ વગેરે પૂજ્યાના પત્રો, જે વિચારણાસ્વરૂપ જ હતા, નહિ કે પ્રરૂપણા કે આચરણારૂપ, તેને પાંચમના ક્ષય કર્યાના પુરાવારૂપે રજૂ કર્યો. પણ શ્રી વિજયનંદનસૂરિજીની જાણ બહાર કાંઈ જ ન હતુ. એમણે તા લાગલે જ પ્રશ્ન મૂકયો : “ ગંભીરવિજયજી મહારાજે ને પ્રતાપવિજયજી મહારાજે પાંચમના ક્ષયની આચરણા કરી છે ?” જવાબ મળ્યો : નથી કરી. ’ 66. પૂછ્યું : “ તા એને આચરણાના લેખિત પુરાવારૂપે કેમ રજૂ કરાય છે ? ” સામા પક્ષ થાથવાયા. એણે આડેધડ જવાબ વાળ્યા : “ આચરણા કરતાં પ્રરૂપણા કરનાર વધારે ગુન્હેગાર છે, એમ અમે માનીએ છીએ. માટે આ પત્રોને પુરાવારૂપે રજૂ કર્યો છે.” આ સાંભળતાં જ શ્રી વિજયન'દનસૂરિજીના પુણ્યપ્રકાપ પ્રજ્વળી ઊઠયો. એમણે ખૂબ ગભીર રીતે કહ્યું : “ વિશેષમાં, તે ( પાંચમનો ક્ષય કર્યાના પુરાવાની ) ચર્ચાના પ્રસ`ગમાં વિજયરામચંદ્રસૂરિજી ૧૯૫રના પૂજ્ય શ્રી પ્રતાપવિજયજી ગણિ મહારાજના પત્ર વાંચી સ‘ભળાવે છે, પછી પૂજ્ય પ, ગભીરવિજયજી મહારાજના પત્ર તથા પૂ. ઉપાધ્યાય યાવિજયજી મહારાજને પત્ર પણ યાદ કરે છે; જે પૂજ્યશ્રીઓના પત્રો વિચારણારૂપ છે, પણ આચરણારૂપ નથી જ; એ વાત ચારે દિવસેાની ચર્ચામાં અનેક વાર નિશ્ચિત થઈ ચૂકી છે, છતાં તે પત્રોની ખાખતમાં વિજયરામચ'દ્રસૂરિજી પોતાના મનસ્વીપણે ‘વિચારણા’ શબ્દને ઠેકાણે ‘પ્રરૂપણા’ શબ્દ ગાઢવી દે છે; અને એ બેલે છે કે ‘ આચરણ કરનારા ગુનેગાર છે; પણ પ્રરૂપણા કરનારા તે તેના કરતાં પણ વધારે ગુનેગાર છે.’ આ રીતની અનુચિત, અયેાગ્ય અને અક્ષન્તવ્ય શબ્દોવાળી ભાષા અમારા પૂજ્ય પરમાપકારી વડીલેા માટે ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23