Page #1
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
૩૧
સં. ર૦૧૪ નું મુનિસમેલન : અમદાવાદ આવવાનો નિર્ણય વિ. સં. ૨૦૧૩ની એકપક્ષીય એક્તાએ સંઘમાં આશાનો સંચાર કર્યો હતો. સંઘના આગેવાનોને સમગ્ર તપાગચ્છમાં તિથિ અને સંવત્સરીની એક સરખી આરાધના થવાની શકયતાઓ જણાવા લાગી હતી.
નવા તિથિપક્ષના આગેવાન આચાર્યો અને શ્રાવકની અંતરછી સમાધાન કરવાની હતી. એ માટે તેઓ યોગ્ય હિલચાલ અને વાટાઘાટો પણ ચલાવી રહ્યા હતા. શ્રી વિજય પ્રેમસૂરિજી મહારાજ પાલિતાણામાં શ્રી વિજયનંદસૂરિજીને મલ્યા, ત્યારે તે બંને વચ્ચે ખૂબ સમજણપૂર્વક સંપ કરવાની વિચારણાઓ થઈ હતી; બાર પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિની નવી પ્રણાલિકા છોડી દેવાની ભાવના પણ એમણે વ્યક્ત કરી હતી.
પણ એ આચાર્યો અને શ્રાવકની એ અંતરછાને સફળ થવા દેવી, એ એમના પિતાના હાથની વાત ન હતી, એ વાત એ આચાર્યોને અમુક મત-કદાગ્રહી શિષ્યગણુ તથા ભક્તગણના હાથમાં હતી. અને એને લીધે જેમની ભાવના સાચી હતી તેમને પણ પિતાની ભાવના ત્યજી દેવી પડતી હતી.
આમ છતાં, ૨૦૧૪ના પર્યુષણની આરાધના સકળ તપાગચછમાં એકસરખી થાય, એ માટેના વિચારો ગતિમાન થઈ ચૂક્યા હતા. બંને પક્ષના અમુક ત તરફથી થતી પત્રિકોબાજી અને ગાળાગાળીથી સંઘ ત્રાસી ઊઠો હતો. કેઈ ઉપાયે એક્તા થાય અને આ રોજિંદા કલેશનો અંત આવે, એમ ડાહ્યા માણસ ઉત્કટપણે ઈચ્છી રહ્યા હતા.
શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીએ આ માટે એક મુનિસમેલન બોલાવવાનો વિચાર વ્યક્ત કરીને સંઘની આ પ્રબળ ઈચ્છાને વાચા આપી. એમણે કહ્યું: “તિથિચર્ચાનો સળગતે સવાલ ઉકેલવો હોય, તો તપગચછના આગેવાન આચાર્યાદિ મુનિઓ ભેગા મળે, તે જ તે પ્રશ્નનો ઉકેલ આવે; એ સિવાય બીજો કોઈ રસ્તો નથી.” અને એમના આ સુંદર વિચારને સંઘના અનેક આગેવાનોએ સહર્ષ વધાવી લીધું.
પછી તે, આ માટે ઝડપી કાર્યવાહી આદરવામાં આવી. શેઠ કેશુભાઈને જ આ કાર્ય ઉપાડવા અને સફળતાથી પાર પાડવા માટેની જવાબદારી સોંપવામાં આવી. તેમની આગેવાની નીચે અમદાવાદના તમામ ઉપાશ્રયના વહીવટદાર શ્રાવકોની એક મેટી (૭૧ સભ્યની) કમીટી નીમવામાં આવી.
આ પછી, આ બાબત અંગે, શેઠ કેશુભાઈ એ બંને પક્ષના જુદા જુદા આચાર્યાદિ સાથે વિચારવિમર્શ અને પત્રવ્યવહાર શરૂ કર્યો. આના પરિણામમાં એમને ખૂબ આશા
Page #2
--------------------------------------------------------------------------
________________
[ ૬ ]
આ. વિ.નદનસૂરિ-સ્મારકત્ર થ અધાય તેવા જવા મળ્યા. સમ્મેલન એકત્ર કરવા માટેના અને એ માધ્યમે તિથિપ્રશ્નના નિવેડા લાવવા માટેના પ્રયત્નને સૌએ સુંદર અને આવકારદાયક ગણાવ્યા.
એટલે શેઠ કેશુભાઈ એ, સમ્મેલન કરવાના નિણૅય કરીને, બધા આચાર્યાદિ મુનિવાને અમદાવાદ પધારવાની વિનતિ કરવી શરૂ કરી. શ્રી વિજયાયસૂરિજી મહારાજ અને શ્રી વિજયનંદનસૂરિજીને પણ વિનતિપત્ર લખી માલ્યા.
એ બંને આચાર્યએ સમ્મેલનના શુભ કાર્યોંમાં સમ્મતિ આપી. પણ શ્રી વિજયાદયસૂરિજી મહારાજને આંખની તકલીફ હતી, અને શ્રી વિજયનંદનસૂરિજીને ગેસ, લીવરના દુખાવાને કાણે વધુ પડતી નબળાઈ આવી ગઈ હતી અને વિહાર ન થઈ શકે એવી સ્થિતિ હતી, એટલે એ ખનેએ હાજર રહેવાની પોતાની અંગત પ્રતિકૂળતા પણ જણાવી. પણ, આની અસર વિપરીત થઈ. શેઠે શ્રી વિજયન ંદનસૂરિજીને જણાવ્યુ' : “આપના તરફથી આપે આવવુ જ પડશે. આપ અહીં આવવાના વિચાર નહી. રાખા તા આપના સમુદાય નિર્ણય કરવા માગતા નથી તેવું સામા પક્ષને ખેલવાનુ થશે.” શ્રી વિજયનદનસૂરિજી એકતા માટે ખૂબ ખૂબ આતુર હતા, પણ, જ્યાં તમિયત જ કહ્યું ન કરતી હોય, ત્યાં તેએ શુ કરી શકે ? એમણે શેઠને જવાબ લખ્યા : તિથિચર્ચાના એક નિર્ણય આવે એવી અમેા પણ પૂર્ણ ઇચ્છાવાળા છીએ. આપના તરફથી આપે આવવુ જ પડશે.' લખ્યું, તેા તમે પણ સારી રીતે સમજી શકે છે કે અમારી ખિયત તેવા શ્રમ લઈ શકીએ તેવી અનુકૂળતાવાળી ખિલકુલ નથી. હજુ કાયમ ગેસ, પડખાના દુખાવા રહ્યા જ કરે છે, તેમ જ નબળાઈ તા ખૂબ જ રહે છે. હજુ અર્ધા માઈલ ચાલી શકાય તથા દાદરા ચડી શકાય તેટલી પણ શક્તિ નથી. ....આવી અમારી પરવશતાની સ્થિતિમાં અમે ત્યાં કઈ રીતે પહેાંચી શકીએ ? અને કઈ રીતે ત્યાં પરિશ્રમ લઈ શકીએ ?....‘ આપ નહી. આવા તા આપના સમુદાય નિર્ણય કરવા માગતા નથી તેવું સામા પક્ષને ખેાલવાનુ થશે.' વિ. જે તમાએ લખ્યું તે વ્યાજબી નથી. અમારા સમુદાય તરફથી કાઈ હાજર ન રહે, અથવા તા સર્વાનુમતે જે નિર્ણાય આવે તે અમે કબૂલ ન રાખતા હોઈએ, તેા ક્દાચ સામા પક્ષને કે બીજાને તમારા લખવા પ્રમાણે ખેલવાનુ થાય એમ કહી શકાય, પણ એવુ' અમારા તરફથી કઈ છે જ નહિ.”
66
આ સ્પષ્ટ ખુલાસાથી શેઠને ખૂબ સતાષ થયા. તેમણે વળતા પત્ર લખ્યા : “ આપની તપ્રિયતના સમાચાર જાણી ચિન્તા થાય છે. અિયતની અનુકૂળતા મુજબ વવાનુ` રાખશે....આપને આવવું પડશે, એવુ તમે જે લખ્યું છે તે પણ ‘આપના સિવાય ઠેકાણું પડે તેમ નથી,' તેમ બધાના અભિપ્રાય જાણીને જ લખ્યું છે.....સંધની
Page #3
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૭] શાતિ સારુ આપને તબિયતની અનુકૂળતા ન હોવા છતાં તસ્દી આપવી પડશે. કારણ, આપના વગર ઠેકાણું પડવાનું નથી.”
આના અનુસંધાનમાં બંને વચ્ચે પત્રવ્યવહાર ચાલુ જ રહ્યો. શેઠના દરેક પત્રોમાં વિનતિ મુખ્યરૂપે રહેતી. તા. ૨૫-૧૨-૫૭ના પત્રમાં લખ્યું કે “આપની ગેરહાજરીમાં ચર્ચાને નિર્ણય થઈ શકે તેમ નથી.”
તા. ૨-૧-૧૮ના દિવસે શેઠે સંમેલન વિષે માર્ગદર્શન મળે, એ હેતુથી પણ પધારવાનો આગ્રહ કરતાં લખ્યું કેઃ “પૂજ્ય આચાર્યશ્રીઓનું મિલન તિથિચર્ચાને નિર્ણય લાવી સંઘમાં એકતા સ્થાપવા માટે છે. શાસનની ગૌરવતા તથા ઉન્નતિ પ્રત્યે હમારા કરતાં તેમને વધુ રસ હોઈ નિર્ણય કેવી રીતે લાવે અને તેને સારુ શું શું કરવું તથા કેવી રીતે ગોઠવવું, તે તેમના બધાના ઉપર છોડવાનું વાસ્તવિક તથા શોભારૂપ હોવાથી તે સંબંધી કઈ પણ ચર્ચા કઈ સાથે કરવામાં આવી નથી અને તે અગાઉથી ન કરવી હિતાવહ છે. તદુપરાંત આપના સમુદાયમાંથી આપે તથા પૂજ્ય ગુરુ શ્રી વિજયસૂરીશ્વરજીએ તો પધારવું જ જોઈએ તેવી સર્વે વૃદ્ધ, વડીલ આચાર્યશ્રી તેમ જ મુનિ-મહારાજશ્રીઓની પ્રબળ ઈચ્છા છે, તેમ નિર્ણય લાવવામાં આપ યોગ્ય રીતે દોરવણી આપી કાર્ય ફળીભૂત કરી શકશે તેવી ભાવનાથી આપે જરૂર પધારવું, તેવું આપને વિનંતિ કરવા મને પ્રેરણા અપાઈ છે, તેથી મારી વિનંતિને આ૫ માન્ય રાખી બની શકે તેટલા વહેલા આવી શકે તેવી રીતે વિહાર ગોઠવશે.”
આના ઉત્તરમાં પહેલાં તે શ્રી વિજયનંદનસૂરિજીએ તબિયતની પ્રતિકૂળતાના કારણે ના જ લખી, એ સાથે સંમેલન કઈ રીતે થઈ શકે, અને તેમાં ચર્ચા ને નિર્ણય કઈ પદ્ધતિએ લઈ શકાય, તેનું વિસ્તૃત માર્ગદર્શન પણ લખી મોકલ્યું. પણ આના જવાબમાં શેઠે લખ્યું કે : “આપના સિવાય સંમેલન અશક્ય લાગે છે તેથી જે જે પૂજ્ય આચાર્યશ્રીઓએ મારી વિનંતિને સ્વીકારી, લાંબા વિહાર તેમ શારીરિક સ્થિતિ બરબર નહીં છતાં જેમ બને તેમ વહેલાં આવવા કબૂલ થયા તેમને અગાઉથી વધુ પરિશ્રમ નહીં લેવા જણાવવું એ મારી ફરજ સમજું છું. આ પત્ર આપની સલાહ તેમ જ આપના સિવાય એકઠાં થવું અશક્ય છે, તેટલું આપના ધ્યાન ઉપર લાવવા, તેમ જ તે બાબત વિચાર કરવા સારુ લખું છું.” શેઠના આ પત્રથી એમને મનમાં વિચાર આવ્યો કે, “બધાં મારા માટે આટલો આગ્રહ રાખે છે, અને સંઘની એકતાનું કામ છે, તે તબિયતને વિચાર ન કરીને પણ જવાય તો સારું.’ આ વિચારથી એમણે શેઠ પર તાર કરાવ્યું કે “હું ત્યાં આવવાનો વિચાર રાખું છું. નાગરદાસભાઈને અહીં પહેલી ટ્રેઈનમાં મેકલો.”
૧૩
Page #4
--------------------------------------------------------------------------
________________
[૨૮]
આ વિ.નંદનસૂરિ સ્મારક આ તારમાં હજી વિહારને વિચાર જ સૂચવ્યું હત; ચોક્કસ નિર્ણય નહિ. પણ શેઠને એથી ખૂબ આનંદ થયે. - પણ, શ્રી વિજયનંદનસૂરિજીની પ્રતિકૂળ રહેતી તબિયતે તેમને તેમનો આ વિચાર ફેરવવાની ફરજ પાડી. તેમણે તરત જ પત્રથી જણાવ્યું : “અમારી તબિયતની પ્રતિકૂળતાથી અમે આવી શકીએ તેમ નથી.”
આ દિવસોમાં તેઓ કદમ્બગિરિમાં બિરાજતા હતા. ઉપરનો જવાબ લખે, પણ મનમાં હજી જવું ન જવુંની દ્વિધા ચાલુ જ હતી. એક વાર તે જવાને ચોક્કસ વિચાર થઈ ગયે, એટલે કદમ્બગિરિથી પાલિતાણા તરફ વિહાર પણ કર્યો. પણ એ ચાર દિવસ દરમ્યાન ચક્કર, ગેસ, દુખાવે, અને એને લીધે વધતી નબળાઈથી થાકીને પાલિતાણુથી આગળ વધવાનું મોકૂફ રાખવું પડયું.
શેઠ કેશુભાઈ ઉપરાંત એકતિથિપક્ષના બીજા પણ અનેક ગૃહસ્થના પત્રો શ્રી વિજયનંદસૂરિજી પર આવ્યે જ જતા હતા. સૌની એક જ ભાવના હતી કે “આપ પધારે, તે જ સમેલનમાં મઝા અને વ્યવસ્થા રહી શકશે.”
તા. ૧-૨–૫૮ના પત્રમાં સત ફૂલચંદભાઈ છગનલાલ લખે છે : “આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ પ્રેમસૂરિજી મહારાજ સાહેબજીએ મને આજે બેલા હતે, અમારી સાથે એકલા એકાંતમાં ઓરડીમાં ખરતરગચ્છના ઉપાશ્રયે હાલ છે ત્યાં બેસી અમોને જણાવ્યું કે “નન્દનસૂરિજી તથા ઉદયસૂરિજી મહારાજને કઈ રીતે અહીં લાવ્યા વિના ચાલવાનું નથી. તેમની હાજરી વગર આ ઠેકાણું પડે તેમ નથી. હું નંદસૂરિજી માટે પ્રથમ એવું મંતવ્ય ધરાવતો હતો કે તેમને કઈ દિવસ મળવું નહીં. પણ પાલિતાણામાં અમો મળ્યા બાદ તેમના માટે મને પૂરેપૂરું મન થયું છે, અને તે વાત હું હૃદયથી કહું છું. અમે બન્ને એક થઈ તુરત પતી જશે. અને હું માનું છું ત્યાં સુધી અમારા બન્નેના વિચારે મળવામાં અશક્ય લાગતું નથી. જેથી હું અંગત ખાસ કહેવરાવું છું કે તેમણે-ઉદયસૂરિજી તથા નન્દનસૂરિજીએ-ગમે તે રીતે-ડળીમાં બેસવું પડે તે ડોળીમાં-આવી પહોંચવું બહુ જ જરૂરી છે.”
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના મુખ્ય મેનેજર શ્રી નાગરદાસભાઈ એક અંગત પત્રમાં લખે છે : “ અમદાવાદમાં આ તબક્કે, આપની હાજરીની કેટલી અગત્ય છે, અને શાસનને આપની દેરવણુ તથા દીર્ધદષ્ટિની કેટલી આવશ્યકતા ઊભી થઈ છે તે આપનાથી અજાણ નથી છતાં, કમભાગ્યે, આપનું સ્વાથ્ય વિહાર યોગ્ય જણાતું નથી. હું તે હજુ પણ એવી આશા સેવી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છું કે આપની તબિયતમાં ઝડપી સુધારો થાય અને શાસન-સંગઠન અને અભયુદયના આ કાર્યમાં વહેલા-મુંડા પણ, અત્રે હાજરી આપવા યોગ્ય સ્વાથ્ય આપ પ્રાપ્ત કરો.”
Page #5
--------------------------------------------------------------------------
________________
[૯]
વાત્સલ્યનિધિ સંઘનાયક
શેઠ શકરચંદ મણિલાલ લખે છે : “અમદાવાદના સકળ સંઘની મીટ આપના ઉપર વધારે જોઈ રહેલ છે કે ક્યારે આપશ્રી અત્રે પધારો! અમારા જાણવા, જેવા અને સાંભળવા પ્રમાણે અમને બીજી વાર કારણ મલે છે કે આપશ્રીની અત્રે હાજરીની ખાસ જરૂર છે.”
આમ સૌનો આગ્રહ હતે. આની સામે એમની પણ ભાવના પ્રબળ હતી, પણ તબિયતથી પરવશ હતા.
સૌને જે આગ્રહ એમના માટે હિતે, તે જ શ્રી વિજયસૂરિજી મહારાજ માટે પણ હતું. અને બેમાંથી એકે તો અવશ્ય હાજર રહેવું જ જોઈએ. એટલે શ્રી વિજયસૂરિજી મહારાજે ફાગણ માસમાં અમદાવાદ તરફ વિહાર કર્યો. સંમેલનનું
શુભ મુહૂર્ત એ બંને આચાર્ય દેવોએ ફાગણ વદ બીજ અને છઠ્ઠનું આપેલું. પણ શ્રી વિદયસૂરિજી મહારાજ તથા બીજા શ્રી ચન્દ્રસાગરસૂરિજી મહારાજ વગેરેને આવી પહોંચવામાં વિલંબ થાય તેમ હોવાથી તે મુહૂર્ત મુલત્વી રાખી નવું મુહૂર્ત રાખવાનું નક્કી થયું.
શ્રી વિજયસૂરિજી મહારાજને વિહાર થઈ ગયો એટલે સૌને લાગ્યું કે હવે શ્રી વિજયનંદનસૂરિ મહારાજ નહીં જ પધારે, છતાં સાચા દિલની લાગણવાળા ભાવિકે વિનતિ કરતા અટક્યા નહિ.
આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીએ જનતાની વ્યાપક લાગણીને વાચા આપતાં લખ્યું: “અહીના સાહજિક વાતાવરણનો પડઘે આપને મારે પહોંચાડે જોઈએ એ દષ્ટિએ આપની સેવામાં એક અરજ કરું છું, જ્યારથી આપના અહીં આગમનના અભાવના સમાચાર સંભળાતા રહ્યા છે, ત્યારથી સાધુગણમાં સહજભાવે અસંતોષ રહ્યો છે. અને ધીરે ધીરે સૌને આપનો અભાવ ઘણો જ સાલે છે. અલબત્ત, અહીં ગુરુમહારાજજી શ્રી ૧૦૦૮ શ્રી ઉદયસૂરીશ્વરજી મ. પધારી રહ્યા છે અને સર્વ રીતે સમર્થ છે, તે છતાં આપનું તેજ, પ્રભાવ, વિચારણાઓ ગાંભીર્ય ભરેલી હોઈ સૌને આપની હાજરીની આવશ્યકતા લાગે જ છે. સૌમાં હું બાકાત તો નથી જ. અલબત્ત, જો શક્ય હોય, આપની પ્રકૃતિને કષ્ટ તે જરૂર જ પડશે, તે છતાં આપની હાજરી અહીં સમેલન પ્રસંગે અનિવાર્ય રીતે આવશ્યક છે. તે મારી તો આપને સવિનય હાથ જોડીને વિનંતિ છે કે આપ જે રીતે ઉચિત ધારે તે રીતે પણ અહીં પધારે અને તે આપને અને સૌ શ્રીસંઘને લાભદાયી નીવડશે. આપ જ્ઞાનીવરને વિશેષ તે શું લખવાનું હોય ? આપશ્રી સ્વયં દેશ-કાળ-આગમ છે. જોકે અહીં શાસ્ત્રની ચર્ચાઓ ઉકેલવાની નથી, અને એને પાર પણ ન આવે; તે છતાં આપની પ્રતિભામાંથી
Page #6
--------------------------------------------------------------------------
________________
[૧૦૦]
આ વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ શ્રીસંઘને જે વ્યાપક માર્ગદર્શન મળશે, તે વિશિષ્ટ જ હશે–એ મારે નહિ, અનેક વ્યક્તિઓને વિશ્વાસ છે.”
વકીલ છોટાલાલ ત્રિકમલાલ પરીખે વિનતિપત્રમાં લખ્યું: “આપના સિવાય જરા પણ ચાલી શકે એવું નથી. એટલે હું અને સર્વે એમ ઈચ્છીએ છીએ કે આપે ગમે તે અગવડ-સગવડે પણ આવવાની ખાસ જરૂરિયાત છે.”
મુંબઈથી શેઠ હીરાલાલ પરશોત્તમદાસ, શેઠ ભાઈચંદ નગીનદાસ, શેઠ કેશવલાલ બુલાખીદાસ, શા. શાન્તિલાલ મગનલાલ અને શ્રી મેહનલાલ દીપચંદ ચેકસી એક સંયુક્ત પત્રમાં લખે છેઃ “વાતાવરણ જતાં અને જે મહત્ત્વનું કાર્ય શાસન-શ્રયના અંગે કરવાનું છે એ વિચારતાં કઈ પણ પ્રયત્ન આપશ્રીની હાજરીની ખાસ આવશ્યકતા છે. જૈન સમાજની નજરે અને આપનું માર્ગદર્શન જે સમુદાય સ્વીકારે છે એ સર્વની દષ્ટિએ આપની હાજરીની ખાસ જરૂર છે.”
શ્રી ગોડીજી-દેવસૂર સંઘે પણ વિનતિપત્ર લખ્યો કેઃ “ગયા વર્ષે અમોએ શ્રીસંઘ એકતા સાધી આરાધન એક દિવસે કરે એ માટે જે પ્રયત્નો કરેલા એમાં આપનું માર્ગદર્શન ભારે લાભદાયી નીવડયું હતું. તિથિના પ્રશ્નનું સમાધાન આપે પંચાંગ આદિ જે પ્રશ્નો દર્શાવેલા એના ઉકેલ ઉપર જ અવલંબે છે. એ બાબત માટે આપ સચેટ અને સુખદ રીતે સમર્થન તેમ જ ઉકેલ કરી શકે છે, એટલું જ નહિ, પણ એ પાછળની આપની ભાવના પ્રબળ હોવાથી ધારી અસર ઉપજાવી શકે તેમ છે. વાતાવરણ જોતાં જે મહત્ત્વનું કાર્ય શાસનના શ્રેય અંગે કરવાનું છે એ વિચારતાં આપની હાજરીની ખાસ આવશ્યકતા છે.”
પં. મફતલાલ ઝવેરચંદે પણ ભારપૂર્વક લખ્યું :
હું અંગત રીતે આપને જણાવું છું કે આપની તબિયત નાદુરસ્ત છે, આવી શકાય એવી સ્થિતિ નથી, આ બધું છતાં કેટલાંક કામો એવાં હોય છે કે તબિયતને ગુમાવીને પણ કરવાં પડે છે. અને કઈ વાર મુશ્કેલીમાં અપવાદ સેવીને પણ શાસનકાર્ય કરવાની ફરજ થઈ પડે છે. આ પ્રસંગે આપે અવશ્ય આવવા જેવું છે.
. લાવણ્યસૂરિજી અહી છે. પૂ. મહારાજ સાહેબ આવે છે. છતાં મને લાગે છે કે આપ નહિ આવે તે ઠીક નહિ થાય.
આપ આ વિષયના પૂર્વાપરના જાણકાર છો. પૂ. સ્વ. ગુરુમહારાજનો પાવરશક્તિ પણ આપનામાં છે. કહેતાં પણ આવડે છે અને વાળમાં પણ આવડે છે. માંદા માંદા પણ ઉકેલ આણવાની તાકાત છે. સાથે શાસનની એક્તામાં આપનું પૂરું ચિત્ત છે. આ બધાને આજે ઉપગ છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૦૧] મારી તે અંગત દઢ માન્યતા છે કે આપ અત્યારે નહિ આવે તો આ સંમેલનને સફળ રીતે પાર પાડવું હશે તો ભેગા થયા પછી પણ તમારી રાહ જોવી પડશે. અગર ગમે તેમ ભીનું સંકેલવું પડશે, કે કાંઈક અજુગતું થયું તેમ ઉકેલવું પડશે. આવું ન બને અને ભવિષ્યમાં સુધારવાનું પણ અશક્ય થાય તે પહેલાં આપે આવવું જરૂરી છે.”
આ. શ્રી વિજયધર્મસૂરિજી લખે છે: “સંમેલનની સફળતાને આધાર મુખ્યત્વે આપની હાજરી ઉપર અવલંબે છે. માટે કોઈ પણ ઉપાયે પધારવા માટે કૃપા કરશે.”
શ્રી વિજયસૂરિ મહારાજે પણ એમને લખી જણાવ્યું કે “ક્ષણે ક્ષણે એવો વિચારી રહ્યા કરે છે કે તમે અમદાવાદ તરફ વિહાર કરે, મને એમ લાગે છે કે તમારી હાજરીની અમદાવાદ ખાસ જરૂર છે.”
એક બાજુ, પૂજ્ય ગુરુમહારાજની ઇચ્છા અને બીજા બધાની આગ્રહભરી વિનતિઓ શ્રી વિજયનંદનસૂરિજીને અમદાવાદ જવા માટે સકંઠ બનાવતી હતી, ને બીજી બાજુ શરીરની નાજુક દશા ન જવા ફરજ પાડતી હતી. શું કરવું ? એ ચેકસ નહેતું થતું,
શેઠ કેશુભાઈને છેલ્લી વાર ના લખી, ત્યારે તેમને પણ લાગ્યું કે આવી તબિયત વધુ આગ્રહ કર વ્યાજબી નથી. એથી એમણે લખ્યું: “આપને પત્ર મલ્યા. શિવલાલનો પણ પત્ર છે. આપની તબિયતના સમાચાર જાણ ચિન્તા થાય છે. આપની તબિયતની અનુકૂળતા મુજબ આપને જણાય કે વિહાર અશક્ય છે તો આપ તે પ્રમાણે ઘણે ખુશીથી અત્રે આવવાનો વિચાર માંડી વાળશો. આપે શાસનહિતની દષ્ટિએ તેમ હિમારી વિનંતિથી આપનાથી બનતા પ્રયાસ કર્યો, છતાં નાઉપાયે જ વિચાર માંડી વાળે તે કઈને કાંઈ કહેવાપણું રહેતું નથી. પૂ. આચાર્યશ્રી લાવણ્યસૂરિશ્રી અત્રે છે તે આપ તેમને સૂચના આપતા રહેશે.”
આ પત્રમાં શેઠની સૂચનાનુસાર શ્રી વિજયનંદનસૂરિજીએ શ્રી વિજયલાવણ્યસૂરિજીને સૂચના કરાવી કે “તમે શ્રી વિજયસૂરિજી મહારાજ જેડે રહીને આપણા સમુદાય વતી પ્રતિનિધિત્વ કરજે.”
પણ આના જવાબમાં એમણે પં. મફતલાલને મેએ કહ્યું કેઃ “હું સંમેલનમાં હાજર રહીશ, વાત કરીશ, પણ નંદનસૂરિ મહારાજ જેવી પકડ અને એમના જેવું નિર્ણયાત્મક વલણ હું ન જાળવી શકું. વધુ ખેંચતાણ થશે તો મારી પકડ ઢીલી પડી જશે. માટે એ આવે તે જ સારું.” આમ કહીને એમણે શ્રી વિજયનંદનસૂરિજી પર પત્ર પણ લખ્યા: “રાજનગરની સકલ જનતા, અને અન્ય સમુદાય પણ આપ અહીં પધારે તેમ ઉત્કંઠાવાળા છે. આપ નહિ આવે, એ જાણીને સૌ ઉદ્વેગ પામે છે. માટે
Page #8
--------------------------------------------------------------------------
________________
[૧૦૨]
આ. વિ.નંદનસુરિ સ્મારકગ્રંથ આપે અહીં પધારવું અતીવ આવશ્યક છે. આપની છાયામાત્રથી જ બધું સ્વચ્છ થઈ જશે.”
આ જ અરસામાં શેઠ કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી, છેલ્લે પ્રયત્ન કરવાની ગણતરીથી, પાલીતાણે આવ્યા, ને ખૂબ આગ્રહપૂર્વક વિનંતિ કરી. આ પહેલાં શ્રી રાકરચંદ મણિલાલ વગેરે આગેવાને રૂબરૂ આવ્યા, ત્યારે જે જવાબ આપેલો, તે જ જવાબ શ્રી કેશુભાઈ શેઠને આપ્યોઃ “મારી હાલ ઈરછા નથી. તબિયતની અનુકૂળતા નથી. એમ છતાં મને શાસનસમ્રાટની અંત:પ્રેરણું થશે તો હું તરત તમને કહેવરાવીશ.”
શેઠ પાલિતાણ પેઢીમાં કહેતા ગયા કે “મહારાજજીનો વિચાર થાય તે મને તરત જ તારથી જણાવી દેજે.”
થોડા દિવસ ગયા, ને એક દિવસ સવારમાં ઊઠતાં વાર જ એમને અંતઃ પ્રેરણા થઈ કે “તારે સંમેલનમાં જવું જ જોઈએ.” આ થતાં જ એમનું ચિત્ત પ્રફુલ્લ ને પ્રસન્ન બની ગયું. થોડી વાર પછી તેઓ પૂજય આચાર્ય શ્રી વિજ્યદર્શનસૂરિજી મહારાજને વંદન કરવા ગયા. ત્યાં એમને વાત કરી કે “આજે મને આવી પ્રેરણ થઈ છે, માટે જવાને વિચાર કરું છું.” શ્રી વિજયદર્શનસૂરિ મહારાજ કહેઃ “હુ તે તમને પહેલેથી જવાનું કહું છું. જરૂર જાવ.”
બસ, વડીલના આશીર્વાદ મેળવીને તરત જ પેઢીમાંથી મુનીમ કરુણાશંકરને બોલાવીને અમદાવાદ શેઠ ઉપર તાર કરવાનું જણાવી દીધું.
૩૨ સં. ૨૦૧૪નું મુનિસમેલન : અમદાવાદમાં આગમન જે સમાચારની આતુરતાપૂર્વક આશા સેવાતી હતી, એ સમાચાર આખરે આવ્યા. સંઘના શાતિપ્રિય વિશાળ વર્ગની આશા અને મહેનત અને સફળ થઈ.
શેઠ કેશુભાઈએ તારના ઉત્તરમાં લખ્યું: “ગઈ કાલે રાત્રે કરુણુશંકર તરફથી તાર મલ્યો કે આપે ચિત્ર શુદિ ૧૦ ને રવિવારે અત્રે સારુ વિહાર કરે છે. આપના આ નિર્ણયથી અત્રે મુનિ મહારાજશ્રીઓ તથા ગૃહસ્થીઓમાં ઘણે જ આનંદ થયે છે. સંમેલન સારું બુભ દિવસ કાઢી મને જણાવવા વિનતિ છે.”
Page #9
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૩] શ્રી વિજયનંદનસૂરિજીએ સંમેલનના શુભ મુહૂર્ત માટે ચિત્ર વદિ ૮, ૯, ૧૧ અને વૈશાખ શુદિ ૩ એમ ચાર દિવસે લખી જણાવ્યા.
એમના વિહારના સમાચાર સાંભળીને અતિ આનંદમાં આવી ગયેલી વ્યક્તિઓએ એમના પર પત્રો લખ્યા. એમાંના અમુક પત્રે આપણે વાંચીએ:
શેઠ કચરાભાઈ હઠીસિંગઃ “આપે શુભ પગલું ભર્યું છે. અમને આનંદની સીમા નથી રહી. આપ સુખરૂપ પધારો ને વિહારમાં આપની તબિયત સારી રહે એમ પ્રાર્થના કરીએ છીએ.”
શેઠ શકરચંદ મણિલાલઃ “ઘણો જ આનંદ થયેલ છે. આપના વિહાર કરવાના સમાચાર સાંભળી અત્રે પણ ઘણી જ ખુશી પથરાઈ છે. છેલ્લે છેલ્લે પણ આપશ્રીને વિહાર કરવાની પ્રેરણા પરમ પૂજ્ય પ્રાતઃ સમરણીય ગુરુમહારાજે કરી તે પણ એક આશ્ચર્યજનક ઘટના છે.”
મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ ગઈ કાલે રાત્રે તાર મળે. આપશ્રી વિહાર કરવાના છે, તેથી સર્વત્ર આનંદ થયે છે, મને તો સવિશેષ જ થયા છે.”
નિર્ણય પ્રમાણે ચિત્ર શુદિ દશમે વિહાર કર્યો. પહેલો મુકામ પાલિતાણા ગામ બહાર મોદીના બંગલે કર્યો. તેઓ બંગલે પહોંચ્યા કે થોડી જ વારમાં અમદાવાદથી શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજના ખાસ સલાહકાર શ્રીકાંત ત્યાં આવી પહોંચ્યા. એ કહેઃ “સાહેબ! ઘણા સમયથી આપને મળવાનું મન હતું. વળી, મને થતુ તુ કે મહારાજ સંમેલનમાં કેમ નથી આવતા ? એમણે આવવું જ જોઈએ. આ કહેવા માટે પણ આવવું હતું, પણ સમય નહોતો મળતો. ત્યાં સાંભળ્યું કે આપ પધારે છે, એટલે હું તે બધું મૂકીને દોડતો આવ્યો. બહુ સારું થયું, આપે પધારવાનું નક્કી કર્યું તે.”
શ્રીકાંત કેમ આવ્યા છે, એ શ્રી વિજયનંદનસૂરિજી બરાબર સમજતા હતા. સૂરિ સમ્રાટ અને શ્રી વિજયનંદનસૂરિજીમાં એક તફાવત હતો ઃ સૂરિસમ્રાટને લાગે કે આ માણસ વિશ્વાસ કરવા લાયક નથી, તે તેઓ એને દૂરથી જ રવાના કરી દે, એની જોડે વાત સુદ્ધાં ન કરે, જ્યારે શ્રી વિજયનંદનસૂરિજી એવી વ્યક્તિને કાઢી ન મૂકતાં બેસાડે, એની વાત સાંભળે, ને છેવટે એને પિતાને જ ભેઠા પડ્યા જેવું લાગે એવી સ્થિતિમાં એને મૂકીને વિદાય આપે ! ' શ્રીકાંત સામા પક્ષની વ્યક્તિ હતા, અવિશ્વસનીય હતા, છતાં એ મળવા આવ્યા, ત્યારે એની જોડે એમણે શાંતિથી વાતો કરી.
એ દિવસોમાં “સેવાસમાજ” નામના જૈન પેપરમાં એક લેખ આવેલે. એમાં સમેલનની કશી આવશ્યકતા નથી, એ મતલબનું લખાણ હતું. એ લેખ શ્રી વિજયરામચંદ્ર
Page #10
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ]
આ. વિ.ન...દનસૂરિ-સ્મારક થ સૂરિજીની તરફેણના હતા. એ અગે શ્રી વિજયનંદનસૂરિજીએ શ્રીકાંતને પૂછ્યું: “ અત્યારે આવા લેખ કણે લખ્યા હશે ?”
શ્રીકાંત કહે : “ સાહેબ ! મેં લખ્યા હોય એમ આપને લાગે છે ખરું ?
શ્રી વિજયનંદનસૂરિજી આ જવાખ પરથી જ સમજી ગયા કે આ ભાઈ એ જ એ લેખ લખ્યા છે. વળી, ‘સેવાસમાજ'નુ સપાદનકાર્ય સભાળતા શ્રી ઈન્દિરાબહેન જ્યારે અમદાવાદ આવેલાં, ત્યારે તેમણે શેઠ કેશુભાઈના પ્રશ્નના જવાખમાં સ્પષ્ટ કહેલું કે આ લખાણ શ્રીકાંત તરફથી જ આવેલું છે, એ વાતની પણ એમને ખબર હતી. પણ અત્યારે તેએ અજાણુ જ રહ્યા. એમણે ભીનું સંકેલ્યું: “ના, ના, એમ તેા શેનું લાગે ? ”
આ પછી શ્રીકાંત કહે : “ સાહેબ ! આચાર્ય મહારાજે (શ્રી વિજયરામચદ્રસૂરિજીએ) મને કહ્યું છે કે સમેલન માટે ચર્ચા કરવાના પોઈન્ટો મહારાજજીએ કંઈ વિચાર્યા હાય તા લેતા આવજે, માટે આપે વિચાર્યા હોય તા આપે. ’
શ્રી વિજયન ંદનસૂરિજી કહેઃ “ હજી તેા આજે વિહાર કર્યા છે. અત્યાર સુધી આવવાનું નહાતું. એકાએક નક્કી થયુ' ને વિહાર કર્યાં. એમાં વિચારના સમય કથાંથી મળે ? ” પાઈન્ટો ન મળતાં નિરાશ થઈને શ્રીકાંત પાછા ગયા.
જ્યારે શ્રી વિજયનંદનસૂરિજી કાઠે આવી પહોંચ્યા, ત્યારે શ્રીકાંત ફરીવાર આવ્યા; કહે : “ સાહેબ ! વિનંતિ કરવા તે બધા આવશે, પણ હું તે કહું છું કે આપ અને આચાર્ય મહારાજ ગામ ખહાર-મકુભાઈના બંગલે-એક વાર મળી લા, તા ઠીક થશે. શ્રી વિજયેાયસૂરિ મહારાજ પધાર્યા ત્યારે મળવાનુ ગાઠવેલું, પણ તે વખતે આચાય મહારાજને તાવ ખૂબ આવ્યા, એટલે મળાયું નહિ. ”
શ્રી વિજયનંદનસૂરિજી કહે: “ હજી તે વાર છે, ત્યાં આવીએ એટલે વિચાર કરીશું. ”
પછી કહે : “ પોઈન્ટા વિચાર્યા હાય તા મહારાજે મગાવ્યા છે.” આચાર્યશ્રી કહે : “ અત્યારે તા વિહારમાં થાકી જવાય છે. કત્યાંથી સમય મળે ?”
આ પછી સરખેજ મુકામે શ્રી રમેશચંદ્ર બકુભાઈ વગેરે આવ્યા, ને પાતાના અગલે શ્રી વિજયરામચદ્રસૂરિજી સાથે મળવાનુ નક્કી કરી ગયા. બીજે દિવસે સરખેજથી વિહાર કરી બકુભાઈના અંગલે ગયા. ત્યાં શ્રી વિજયધમસૂરિજી વગેરે આપણા પક્ષના, અને સામા પક્ષે શ્રી વિજયરામચદ્રસૂરિજી, શ્રી વિજયમનેાહરસૂરિજી, શ્રી વિજયજમ્મૂસૂરિજી, શ્રી કીર્તિવિજયજી વગેરે આવેલા. બધા મલ્યા. અરસપરસ સુખશાતાદિની વાર્તા કરી. એ વખતે રમેશભાઈ એ વિનતિ કરી. “આપ અનેનેા મળવાના સમય ગાઢવા.” શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું: “તમે નક્કી કરો તે સમય રાખીએ.”
Page #11
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૯૫]. બે વાગ્યાનો સમય નક્કી થયે.
બે વાગે સૌ એક ખંડમાં મળ્યા, બેઠા. બીજી આડીઅવળી વાતે ચાલી. પણ એ વખતે શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ પ્રસ્તુત પ્રકરણની કશી વાત જ ના ઉચારી. છેવટે શ્રી નંદનસૂરિજીએ સરળ ભાવે કહ્યું : “આપણે સંમેલનમાં શેની વિચારણા કરવી છે, એ વિષે આપણે અહીં ડીક વિચારણું કરી લઈએ.”
ત્યારે શ્રી વિજયરામચંદ્રસૂરિજી કહેઃ “ના ના, એ વિચારણું અત્યારે ખાનગીમાં કરવાની શી જરૂર છે? એ માટે તો સંમેલન બોલાવ્યું છે, ત્યાં જ વિચારીશું.”
થયું. સરળતાને અને સામા પક્ષને બાર ગાઉનું આંતરું છે, એવી શ્રી વિજ્યનંદસૂરિજીની માન્યતા સાચી હોવાની સૌને આ બનાવે પ્રતીતિ થઈ.
આ પછી એમણે શ્રીસંઘના ઉત્સાહ વચ્ચે શહેરમાં પ્રવેશ કર્યો.
એમના આગમનથી શહેરની હવામાં પરિવર્તન આવ્યું હતું. કાંઈક સંગીન અને સુંદર પરિણામ આવવાની આશા સૌને બંધાઈ હતી. એમની શક્તિ અને પ્રતિભા ઉપર સૌને અખૂટ અને અગાધ શ્રદ્ધા હતી. એ જે કરશે, તે સંઘના વ્યાપક અને શ્રેષ્ઠ હિતમાં જ હશે એની સૌને ખાતરી હતી. એટલે સૌ નિશ્ચિત્ત બનીને સંમેલનની શુભ શરૂઆતની વાટ જેવા લાગ્યા.
એકતિથિપક્ષના સમગ્ર શ્રમણ-સમુદાયે પણ શ્રી વિજયનંદનસૂરિજીને પિતાનું નેતૃત્વ સોંપીને રાહતનો દમ ખેંચે.
- પાંજરાપોળનો ઉપાશ્રય અનેક મુનિરાજે તથા આગેવાન ગૃહસ્થની આવન-જાવનથી ચોવીસે કલાક ધમધમી રહ્યો.
શ્રી વિજયનંદસૂરિજીનું બુદ્વિતંત્ર બરાબર કામે લાગી ગયું. કેને શું જવાબ આપ, કેને ક્યાં નિયુક્ત કરવા, કોને ઉપયોગ કેમ કરે, સામા પક્ષના વિચારને પ્રતિવાદ કેમ કરવો, આ બધામાં તેઓ પૂરા સક્રિય બની ગયા.
અને જોતજોતામાં સંમેલનની શરૂઆતને મંગળકારી દિવસ-અક્ષય તૃતીયાનો દિવસ-આવી પહોંચ્યા.
Page #12
--------------------------------------------------------------------------
________________
[૧૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ
૩૩
સં. ર૦૧૪નું મુનિસમેલન : નિષ્ફળતા એ જ સફળતા આ મુનિસમેલનનું ધ્યેય હતું ઃ શ્રીસંઘમાં એકતા અને શાંતિની પુનઃ પ્રતિષ્ઠા. છેલ્લા કેટલાય સમયથી સંઘમાં છવાયેલા કલેશમય વાતાવરણને દૂર કરવું જરૂરી હતું. અને એ વાતાવરણ ત્યારે જ દૂર થઈ શકે એમ હતું, જ્યારે એની જન્મદાતા તિથિચર્ચાના પ્રશ્નને ઉકેલ આવે. આ પ્રશ્નને ઘણું ઘણું કલેશ-કલહ જન્માવ્યા હતા. એટલે એ એક પ્રશ્નના નિકાલમાં જ અનેક પ્રશ્નોના નિકાલ સાથે લેશને પણ નિકાલ થઈ જવાનો હતો. અને એટલા માટે જ આ સંમેલન યોજવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં શું બન્યું, તેની વિસ્તૃત નોંધ એક પુસ્તકરૂપે છપાયેલી છે. (“રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી”...લેખક : આચાર્ય શ્રી હંસસાગરસૂરિજી, પ્રકાશક : શાસનકટદ્વારક જ્ઞાનમંદિર, મુ. ઠળિયા.) એમાં કે ઘણી વસ્તુ અધૂરી હોય એવું લાગે છે, છતાં એ દિવસેની કાર્યવાહીની મોટા ભાગની માહિતી એમાંથી આપણને મળી જ રહે છે. એટલે અહીં સમેલનની કાર્યવાહીની વિગત નહિ આપતાં, તેમાં શ્રી વિજયનંદસૂરિજીના અને એકતિથિપક્ષના વલણ તેમ જ દષ્ટિબિન્દુનું વિહંગાવલોકન કરીશું.
ઉપર કહ્યું તેમ, સમેલનનાં ધ્યેય “એકતા અને શાતિ” હતાં. પણ એ ધ્યેયની સફળતા સરળતા અને અકદાગ્રહી મનોદશા ઉપર અવલંબતી હતી. એ બંને વસ્તુને અભાવ સામા પક્ષમાં પૂરા પ્રમાણમાં હતો. અને એને લીધે સમેલનનું પરિણામ નિષ્ફળતામાં આવ્યું.
જેકે તિથિચર્ચા એક એવો મુદ્દા છે કે જેમાં બંને પક્ષ એકબીજાને દોષિત અને ખટપટી ઠરાવતા જ આવ્યા છે. સમેલનની નિષ્ફળતામાં પણ બંને પક્ષ એકબીજાને જ જવાબદાર ગણાવતા રહ્યા છે, આમ છતાં, જે વાસ્તવિક છે, જે બન્યું છે, તે તે તેના નિર્ભેળ શુદ્ધ સ્વરૂપે રજૂ કરવું જ રહ્યું.
સામા પક્ષની એક મુરાદ એ હતી કે ૧૯૨ના વર્ષથી ચલાવેલી નવી તિથિ-પ્રણલિકાને એકતિથિપક્ષના આચાર્યો પણ માન્ય કરે, અને સાચી ઠેરવે, એ રીતે સમેલનના પ્રવાહને વળાંક આપો. આમ કરવામાં એમને બે રીતે લાભ હસ્તે : એક તો, જે પિતાની નવી માન્યતાને બધા સ્વીકારે, તે તે માટે લાભ હતો જ; અને, એમ ન થાય તોય, સામા પક્ષની સરળતાનો ગેરલાભ ઉઠાવીને એમાં પણ તડાઓ પડાવવા, એ પણ કંઈ જે તે લાભ ન હતો. અને આ લાભ લેવાની ઉત્તમ તકનો પૂરેપૂરે
Page #13
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૭] ઉપયોગ કરવાની ઈચ્છાથી જ એ પક્ષના અગ્રણીઓ ઇરછતા હતા કે શ્રી વિજયનન્દનસૂરિ મહારાજ સંમેલનમાં ન આવે તો ઘણું સારું. સારાંશ કે એ પક્ષની વાત શા હતી પણ દાનત માણી હતી. સંધમાં એકતા ને શાંતિ સ્થપાય કે ન સ્થપાય, એની એમને ખેવના ન હતી, એમને તે માત્ર સ્વમત-પષણની જ તમા હતી.
પણ, એમની આ મુરાદ ફળીભૂત ન થઈ શકી. શ્રી વિજયનંદનસૂરિજીની પરિણામગામી દીર્ઘદ્રષ્ટિમાં આ મુરાદ બરાબર વસી ગઈ હતી; તેથી જ એમણે છેક છેલ્લા સમયે સમેલનમાં હાજરી આપવાનું નકકી કર્યું હતું ને એ આવ્યા હતા. એ આવ્યા કે વાતાવરણ બદલાવા માંડયું.
તિથિચર્ચાની બાબતમાં એમના પ્રાથમિક વિચારો આવા હતાઃ “સંવછરી અને તિથિ બાબતમાં ચર્ચામાં કે વાદવિવાદમાં અમો અત્યાર સુધી કોઈની સાથે ઊતર્યા નથી, તેમ ઊતરવાની અમારી ઇરછા પણ નથી. અમે ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા પ્રમાણે કરતા આવ્યા છીએ અને કરીએ છીએ. છતાં, તપાગચ્છની પ્રણાલિકામાં સંવછરી અને તિથિ બાબતમાં, જેઓને અરસપરસ જે મતભેદ વર્તમાનમાં ચાલી રહ્યો છે, તે મતભેદનું નિરાકરણ તેઓ અરસપરસ શાંતિપૂર્વક, ચર્ચાથી, વિચારણાથી કે સમજૂતીથી કરી, જે એક નિર્ણય સર્વાનુમતે લાવે તેમાં અમારી સંમતિ છે.”
પણ, સામા પક્ષની મુરાદ જાણ્યા પછી એમણે એ મુરાદને નિષ્ફળ બતાવવાને અને એકતિથિપક્ષની સરળતાનો ગેરલાભ એ પક્ષને ન લેવા દેવાનો નિર્ધાર કર્યો હતો. એમણે સમેલનના બીજા જ દિવસે એક મક્કમ, સ્પષ્ટ અને છતાં સરળ નિવેદન રજૂ કર્યું :
“ તિથિવિષયક વિચારભેદોમાં–જેમાં બાર પર્વતિથિ, સંવત્સરી મહાપર્વની આરાધનાનો દિવસ, કલ્યાણક તિથિઓ, તથા અન્ય તિથિઓ વગેરેનો સમાવેશ થાય છે, તેમાં—બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારશ, બે ચૌદશ, પૂનમ અને અમાસ, આ બારેય પર્વતિથિ બાબતની જે પ્રણાલિકા પ્રચલિત છે, તેમાં–“લૌકિક પ્રચાંગમાં જ્યારે જ્યારે આ બારે પર્વતિથિની વધઘટ-ક્ષયવૃદ્ધિ આવે, ત્યારે ત્યારે આરાધનામાં તે બારે પર્વતિથિમાંથી કઈ પણ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ગણાતી નથી, પણ તેને બદલે અપર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ગણાય છે.”—આ રીતે ચાલી આવતી જે શાસ્ત્રાનુસારિણી શુદ્ધ પ્રણાલિકા, જે પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજશ્રીની પરંપરાના નામે પ્રસિદ્ધિ પામેલી છે, એટલું જ નહિ, પણ તેમના પહેલાંના સમયમાં પણ આ જ પ્રણાલિકા હેય, એવી અમારી માન્યતા છે; કારણ કે પૂ. શ્રી વિજયહીરસૂરિજી મહારાજની પરંપરાથી જુદી પરંપરા પ્રવર્તાવવામાં પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજને કઈ પણ હેતુ હોય, તેવું માનવાને કંઈ પણ કારણ નથી.
Page #14
--------------------------------------------------------------------------
________________
[૧૦૮]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ “વળી, પૂ. શ્રી વિજયહીરસૂરિજી મહારાજના સમયમાં પણ આ જ રીતની પ્રણાલિકા માન્ય હતી, અને તે જ પ્રણાલિકા પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજાએ અપનાવી હતી, જે અત્યાર સુધી આપણે વારસામાં અવિચ્છિન્ન રીતે ચાલી આવે છે. અને તે જ પ્રણાલિકા સંવિગ્ન વિદ્વાન ગીતાર્થ મહાપુરુષોએ આદરેલી અને આચરેલી છે, જેમાં કોઈ પણ જાતના તર્કને કે શંકાને કે ચર્ચાને અમે અવકાશ માનતા નથી.
કઈ વર્ગની એવી માન્યતા હોય કે આ પ્રણાલિકા યતિઓના ગાઢ અંધકારમય સમયમાં અસંવિગ્ન, અગીતાર્થ અને પરિગ્રહધારી શિથિલાચારીઓએ ચલાવી છે, તે તે માન્યતા તે વર્ગને જ ભલે મુબારક રહે ! યતિઓમાં ભલે શિથિલાચાર અને પરિગ્રહ કહીએ, છતાં એટલું તો ચોક્કસ છે કે તેઓ વીતરાગધર્મમાં પૂર્ણ શ્રદ્ધાનંત તો હતા જ. તેઓને તિથિ બાબતમાં ઈરાદાપૂર્વક અશુદ્ધ પ્રરૂપણા કરવાનું કાંઈ પણ કારણ માનવાની જરૂરત નથી. તેઓએ તો તે કાળમાં ધર્મને સાચવી રાખ્યો હતો.
“છતાં એટલું પણ ચોક્કસ છે કે પૂર્વોક્ત બાર પર્વતિથિની આરાધનામાં ક્ષય-વૃદ્ધિ ન કરવી અને તેના બદલે અપર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવી, આ અત્યાર સુધી ચાલી આવતી અવિચ્છિન્ન શુદ્ધ પ્રણાલિકા સેંકડો વર્ષોથી આખા ગ૭માં આપણી પૂજ્ય વડીલ અપનાવતા આવ્યા છે, તે આપણે અનુભવીએ છીએ અને પૂ. પંન્યાસ શ્રી રૂપવિજયજી ગણિ મહારાજના ડહેલાના ઉપાશ્રયની સ્થાપનાથી અત્યારની ઘડી સુધી આપણે પણ તે રીતે જ આખા તપાગચ્છમાં વર્તીએ છીએ. ભલે એક વર્ગે લૌકિક પંચાંગમાં પર્વતિથિની ક્ષય-વૃદ્ધિમાં આરાધનામાં પણ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કાયમ રાખવાની જુદી પ્રણાલિકા, તપાગચ્છના તમામ આચાર્યાને જણાવ્યા સિવાય, બાવીસ વર્ષથી આચારી, પણ વિ. સં. ૧૨ પહેલાં તે આખા તપાગચ્છમાંથી તેમ જ તે વર્ગમાંથી પણ કઈ પણ વ્યક્તિએ, પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ આચરી નથી. પણ પૂ. શ્રી મણિવિજયજી દાદા, પૂ. શ્રી બૃહેરાયજી મહારાજ, શ્રી મૂળચંદજી મહારાજ, શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ, પં. શ્રી પ્રતાપવિજયજી ગણિ, પં. શ્રી દયારામ મહારાજ, ૫. શ્રી સૌભાગ્યવિમળજી મહારાજ, પં. શ્રી ગંભીરવિજયજી ગણિ, બંનેય કમળસૂરિજી મહારાજ, શ્રી નીતિસૂરિજી મહારાજ, ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ, પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ, મુનિ શ્રી હસવિજયજી મહારાજ, કાશીવાળા શ્રી ધર્મસૂરિજી મહારાજ, શ્રી નેમિસૂરિજી મહારાજ, શ્રી વલ્લભસૂરિજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ તથા શ્રી ઝવેરસાગરજી મહારાજ, શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ તથા શ્રી મોહનલાલજી મહારાજ, મુનિ શ્રી કાંતિમુનિજી મહારાજ, શ્રી ખાંતિસૂરિજી મહારાજ વગેરે તમામ આપણું વડીલ પૂજ્ય મહાપુરુષોએ એ જ પ્રણાલિકા (એટલે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકા) આચરી છે અને આદરી છે. ઉપરોક્ત તમામ મહાપુરુષ ગીતાર્થ હતા, અગીતાર્થ
Page #15
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૯] નહોતા; મહાત્યાગી હતા, શિથિલાચારી નહોતા; પરિગ્રહધારી નહોતા, પણ શુદ્ધ અપરિગ્રહવત હતા; તેમ જ વિદ્વાન અને સમયજ્ઞ મહાપુરુષ હતા. તેમ જ તે સમય જરા પણ અંધકારને નહોતે, એટલું જ નહિ, પણ તે તમામ મહાપુરુષ ભવભીરુ હતા અને શાસ્ત્રને જ અનુસરીને પ્રવર્તનારા હતા. તેઓને શાસ્ત્રવિરુદ્ધ કે પરંપરાવિરુદ્ધ (આચરણ) કરવાને કઈ પણ કારણ ન હતું, અને આપણે એવું માનવું કે બોલવું, એ પણ એ મહાપુરુષોની આશાતના કરવા બરાબર છે, એમ અમારું ચેકસ માનવું છે.
એટલે હવે છેવટનું અમારું મન્તવ્ય અને અમારું કથન એ છે કે બારે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન કરવી. લૌકિક પંચાંગમાં ઉપરોકત બારે પર્વતિથિની વધઘટ -ક્ષયવૃદ્ધિ હોય ત્યારે આરાધનામાં તેના બદલે અપર્વતિથિની ક્ષય-વૃદ્ધિની પ્રણાલિકામાં અમે જરાય ફેરફાર કરવા માંગતા નથી. તેમ જ આપણું આખા તપાગચ્છમાં તમામ ચતુવિધ શ્રીસંધ એ જ પ્રણાલિકાને એકસરખી રીતે માન્ય રાખે, અને તેથી છેડા સમયથી આચરેલી જુદી પ્રણાલિકાને હૃદયની વિશાળતાથી છોડી દે એવી તપાગચ્છીય ચતુવિધ શ્રીસંઘને મારી નમ્ર વિનંતિ છે. અને આ ચર્ચાના વિષયમાં બાર પર્વતિથિની ચાલી આવતી ક્ષયવૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને ચર્ચામાં લાવવી, તે અમો વ્યાજબી માનતા નથી. અમો તે જે રીતે ચાલી આવે છે, તે રીતે જ કરવાની ઈચ્છાવાળા છીએ. બાકી, સંવત્સરી મહાપર્વની આરાધનાના દિવસની તેમ જ બીજી કલ્યાણક વગેરે તિથિઓની ચર્ચા કરી નિર્ણય લાવવામાં અમારી સંમતિ છે.”
આ નિવેદન પૂરું કરતાં પહેલાં, બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની પ્રણલિકાને ચર્ચાનો વિષય ન બનાવવાના પોતાના વિચારને દઢતાથી રજૂ કર્યા છતાંય, પિતાની ઉદારતા અને સરળતાનું દર્શન કરાવતાં એમણે ઉમેર્યું કે –
ઉપરોક્ત બાર પર્વતિથિમાં પણ વર્તમાન બંને પક્ષમાંથી જે કઈ અરસપરસ ચર્ચા કે વિચાર કરવાની ઈચ્છા ધરાવતા હોય, તેઓ બંને પક્ષવાળા ખુશીથી અસરપરસ ચર્ચા અને વિચાર કરી શકે છે, એટલું જ નહિ, પણ તેઓ અરસપરસ ચર્ચા-વિચાર કરી જે એક નિર્ણય સર્વાનુમતે લાવશે તેમાં અમારી સંમતિ છે. પણ આરાધનામાં બાર પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિને ચર્ચાનો વિષય નહિ કરવાની અમારી માન્યતા સચોટ છે; તે તો આપણું પૂજ્ય વડીલ મહાપુરુષે આ બાર પર્વ તિથિની પ્રણાલિકા જે રીતે આચરી ગયા છે, તે રીતે જ રાખવી જોઈએ. એમાં જ આપણું શાસ્ત્રાનુસારિપણું, પરંપરાનુસારપણું અને ગુર્વાજ્ઞાનુસારપણું પૂરેપૂરું સચવાય છે, એવી અમારી માન્યતા છે.”
આ નિવેદન શું હતું, ધરતીકંપને આંચકે હતો ! સામા પક્ષે તે ખરેખર, આ નિવેદનમાં વિજળીના કડાકાનો અનુભવ કર્યો. એમની માન્યતાને, ને એમની મુરાદને આ નિવેદનથી ભારે વિપરીત અસર પહોંચી.
Page #16
--------------------------------------------------------------------------
________________
[૧૧]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ અરે, આથી તો એકતિથિપક્ષમાં પણ ઘડીભર સન્નાટો છવાઈ ગયે; નિવેદનનું ઊંડું તાત્પર્ય સૌને જલદી ન સમજાયું. પણ, પછી તો, ગણતરીની જ પળમાં સૌની બુદ્ધિમાં આ નિવેદનના મુદ્દાઓ સરળતાથી ઊતરી ગયા. તાત્પર્ય સમજાતાં જ નિવેદન સર્વસમ્મત બની ગયું. શ્રી વિજયનંદસૂરિજીને સોંપેલું નેતૃત્વ અને એમનામાં મૂકેલો વિશ્વાસ સૌને ફળીભૂત થતાં દેખાયાં.
સામા પક્ષે જે મુદ્દા પર આખા પ્રવાહને પોતાની તરફ વાળવાની ગણતરીઓ ગોઠવેલી, તે જ મુદ્દો “બાર પર્વતિથિ ચર્ચાનો વિષય હોઈ શકે જ નહિ” આમ કહીને શ્રી વિજયનંદનસૂરિજીએ તોડી નાખ્યો. અને સમેલનના સમગ્ર પ્રવાહને બેટી દિશામાં તણાઈ જતો અટકાવી દીધો.
એમના આ મુદ્દા પર સામા પક્ષે સજજડ વિરોધ-વાંધો ઉઠાવ્યો. એ કહે: અમે તે બાર પર્વતિથિની ચર્ચા કરવાની છે, એ માટે જ ભેગા થવાનું છે, એમ સમજીને જ અહીં આવ્યા છીએ. અમને પહેલેથી આવી ખબર હોત તે ન આવત.”
આના ઉત્તરમાં શ્રી વિજયનંદસૂરિજીએ ખૂબ સ્પષ્ટ કર્યું: “પણ અમે તો અહીં સંવત્સરીની ચર્ચા-વિચારણા કરવાની છે, એમ સમજીને જ આવ્યા છીએ; બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાની ચર્ચા નથી કરવાની, એમ સમજીને જ આવ્યા છીએ. એ પ્રણાલિકા ચર્ચાનો વિષય હોઈ શકે જ નહિ. એ પ્રણાલિકા તે સેંકડો વર્ષોથી અવિચ્છિન્નપણે ચાલ્યા આવતા સિદ્ધાનરૂપ છે. અને એ પ્રણાલિકા માતા સમાન છે. અને હંમેશા ચર્ચાને વિષય દીકરી હોઈ શકે, માતા નહિ.
તમે ૧૯૯૨થી આ પ્રણાલિકાનો ભંગ કરીને, તપાગચ્છના તમામ આચાર્યોને જણાવ્યા સિવાય, બારપર્વની ક્ષય-વૃદ્ધિની નવી આચરણ આદરી છે, માટે પહેલાં એ નવી આચરણાને ત્યાગ કરીને શુદ્ધ પ્રણાલિકા સ્વીકારી લે, પછી એની વિચારણા આપણે સાથે બેસીને કરીશું; તે સિવાય હરગિજ નહિ.”
એમના આ વિધાનને સામા પક્ષે “ચર્ચાનાં દ્વાર બંધ કરવા” રૂપ ગણાવ્યું. એમણે એમના રોજિંદા રિવાજ મુજબ ગણગણવા માંડયું કે : “અમે તે શાસ્ત્રાર્થ દ્વારા તિથિના પ્રશ્નનો નિર્ણય લાવીને સંઘમાં શાંતિ સ્થાપવા ઘણા ઉત્સુક છીએ, પણ એકતિથિપક્ષને શાંતિ થવા જ ક્યાં દેવી છે? એ તો ચર્ચાના દરવાજા જ બંધ કરવા માગે છે, પછી શાંતિમય ઉકેલ શક્ય કેમ બને? વગેરે.”
આ બધા કથનનો છેદ ઉડાડી નાંખતાં શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું :
તમે નવી આચરણું ન કરી હોત તે ચર્ચાનાં દ્વાર જરૂર ખુલ્લાં રહેત. અને, સાચું સમજે તે, ચર્ચાનાં દ્વાર બંધ ક્યાં થયાં છે? હજી સંવત્સરીની, કલ્યાણકતિથિની ચર્ચા ઊભી જ છે. હા, બાર પર્વતિથિની ચર્ચા નહિ કરી શકાય, કેમ કે એ અંગે તમે
Page #17
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૧૧] તદ્દન નવી પ્રણાલિકા શરૂ કરી છે. અને ગમે તે માણસ ગમે તે પ્રણાલિકા નવી શરૂ કરે, તો એની જોડે શું અમારે શાસ્ત્રાર્થ કરવા જવું ? એક વર્ગ એ નીકળે અને કહે કે “અત્યારે દુનિયામાં ધર્મના પ્રચારની ઘણી જરૂર છે, અને એ માટે આપણે, એરપ્લેન આપણે માટે બનાવ્યાં નથી, ને આપણે નિમિત્તે ઊડતાં પણ નથી, માટે, એરેપ્લેનમાં બેસીને બધે ધર્મનો પ્રચાર કરવામાં કાંઈ પાપ નથી,” આવી પ્રરૂપણ કરીને એ વર્ગ એરપ્લેનમાં બેસતો થઈ જાય, તે પછી દસ-બાર વર્ષે અમારી સામે આવીને કહે કે, “એરપ્લેનમાં બેસવામાં પાપ શું ? એ માટે અમારી જોડે શાસ્ત્રાર્થ કરે.” તે શું અમારે એ વર્ગ જોડે શાસ્ત્રાર્થ કરવો?”
આનો જવાબ સામા પક્ષ પાસે ન હતે.
શ્રી વિજયનંદનસૂરિજીના મુદ્દાને સમર્થન આપતું એક નિવેદન કરતાં શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે કહ્યું :
. વિજયનંદનસૂરિજી મહારાજે બાર પર્વતિથિની આરાધના પરત્વે પોતાના જે વિચારો રજૂ કર્યો તેની પાછળ એમને શો આશય છે, તે હું મારી બુદ્ધિથી આ પ્રમાણે સમજી શક્યો છું કે ૯૨ની પહેલાને ભૂતકાળ મને કે અત્રે ઉપસ્થિત પૂજય પુરુષોને જેટલો ખ્યાલમાં છે તેમાં સંવત્સરી બાબત વિચારભેદ અને આચરણભેદ થએલ, પણ બાર પર્વતિથિ માટે કઈ ભેદ થયો નથી. સંવત્સરીના વિચાર કે આચારના ભેદ પાછળ બાર તિથિને એક પણ દિવસ ઓછા-વત્તો ન થાય એમ આપણું પૂજય પુરુષોએ વિચારપૂર્વક ગોઠવેલ છે એમ મને લાગ્યું છે. ....
વિચારભેદ અલબત્ત, ભલે થાય, ક્ષાવિકભાવે જ વિચારભેદ ન થાય. બાકી તો, શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ, શ્રી મતલવાદીજી મહારાજ અને શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજમાં પણ વિચારણભેદ થયેલ. મહાપુરુષને વિચારભેદ ભલે થાય, પણ તેમાં ચર્ચાને અવકાશ ત્યાં સુધી જ હોય કે જ્યાં સુધી એક વિચાર આચરણમાં ન મુકાયો હોય. જે વસ્તુ પૂજ્ય પુરુષે, ગીતાર્થોની સંમતિ વિના આચરણમાં મુકાઈ જાય તેની ચર્ચા શી રીતે થઈ શકે ?
કોઈ ગમે તેમ આચરણભેદ સ્વછંદરૂપે કરી લે તેમાં વારે વારે શું આપણા સંઘે તેની સાથે ચર્ચા કરવી? સંવત્સરી બાબત વિચારભેદ થયે હોવા છતાં આચારણભેદ થયો નથી, પાંચમની ક્ષય-વૃદ્ધિ કરવામાં આવી નથી. ૧૫રમાં મારે જન્મ ન હતું, ૬૧માં દીક્ષા નહેતી લીધી, પણ ત્યારે પણ, પંચમીના ક્ષય અંગે વિચારભેદ ભલે થયે હશે, પણ આચરણભેદ થય જ નથી. બધાને ખૂચેલ છે કે પંચમીની હાનિ ન થાય. માટે પૂજ્ય નંદનસૂરિજી મહારાજની બાર પર્વ તિથિી મૂળ પ્રણાલિકા અપનાવવાની વાત અનુચિત નથી. તેમાં ચર્ચાનાં દ્વાર બંધ કરવાની વાત જ ક્યાં છે? પૂ. નંદનસૂરિ
Page #18
--------------------------------------------------------------------------
________________
[૧૧૨]
આવિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ મહારાજના હૈયામાં શાસનની એકતાની જે શુભેરછા છે, અને તે શુભેચ્છાપૂર્વક સરળ રીતે જે શાન્તિને ઉપાય બતાવ્યો છે, એ અપનાવવા જેવો છે.”
કેવી સ્પષ્ટ અને સરળ રજૂઆત છે! પણ એ સમજવી જ કોને હતી? એ જે સમજવી હોત, તો સમેલનની જરૂરત ન હતી. સરળતાનો નિતાન્ત અભાવ જ સમેલનને (અને એની નિષ્ફળતાને પણ) હેતુ બને, એમ કહીએ તે અજુગતું નહીં લેખાય.
એક તબકકે, સમેલનના મુખ્ય સંચાલક-નિમંત્રક શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈ એ, કદાચ ગમે તે વલણથી દોરવાઈ જઈને, દરમિયાનગીરી કરી કે “મેં તો બધાને બાર પર્વતિથિની ચર્ચા કરીને નિર્ણય કરવા સારુ જ નિમંત્રણ આપ્યું છે.” આમ કહીને એમણે પોતે લખેલા નિમંત્રણપત્રને એક ભાગ વાંચી સંભળાવ્યઃ
વિનતિ કે, તિથિચર્ચાનો નિર્ણય શાસ્ત્રાધારે બધા ગચ્છાધિપતિ ભેગા મળી, પરસ્પર સમજી-વિચારી યોગ્ય નિર્ણય લેવાય તેમાં શાસનનું ગૌરવ છે.”
આ વાચીને એમણે કહ્યું: “તિથિચર્ચા એટલે બાર પર્વતિથિની ચર્ચા”
આ વખતે શ્રી વિજયનંદનસૂરિએ વાત ઉપાડી લેતાં કહ્યું: “કેશુભાઈ શેઠ! તિથિચર્ચા એટલે બારપર્વની ચર્ચા, એવો અર્થ કોણે કહ્યો? એવો અર્થ કરવાને તમને શે અધિકાર છે? યાદ રાખો કે કાયદો ઘડે, એ ધારાસભાનું કામ છે, પણ એ કાયદાને અર્થ શો કરે, એ તે હાઈકોર્ટ જજનું કામ છે. આવો અર્થ કરવાને તમારે અધિકાર નથી. અને એ તમારો વિષય પણ નથી.”
આ પછી એમણે સામા પક્ષને ચેલેન્જ આપી કેઃ “૧૨ પહેલાં બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કેઈએ કરી હોય એને લેખિત પુરા અમને દેખાડે.”
સામો પક્ષ એક પણ લેખિત પુરાવો રજૂ ન કરી શક્યો; ઊલટું, એણે માંગણી કરી કે “તમે, કોઈ એ ક્ષય-વૃદ્ધિ નથી કરી, એને પુરાવો અમને દેખાડો.”
આના જવાબમાં શ્રી વિજયનંદનસૂરિજીએ ખુદ આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી મહારાજના તથા બીજા પણ લેખિત પુરાવા રજૂ કર્યા. એટલે હવે, સામા પક્ષને પણ પુરાવા દેખાડવાની ફરજ પડી. એણે દયાવિજ્યજીની ચોપડી, બુદ્ધિસાગરસૂરિજીને પત્રસદુપદેશ, અનેપચંદ શ્રાવકનો પ્રશ્નોત્તરરત્નચિંતામણિ વગેરેને પુરાવારૂપે રજૂ કરવા પ્રયત્ન કર્યો. પણ એ બધા જ એમને માટે નિરાધાર-પાંગળા જ સાબિત થયા! એટલે થાકીને એમણે છેલ્લા બળવાન હથિયારનો ઉપયોગ કર્યો :
“સિદ્ધિસૂરિ મહારાજ બુઝર્ગ મહાપુરુષ છે, પૂજનીય છે. તેઓ અત્યારે વિદ્યમાન છે. તેઓ કહે છે કે મેં ૧૯૫ર વગેરેમાં પાંચમને ક્ષય કર્યો હતો. તેમના વચનને અસત્ય ન જ મનાય.”
Page #19
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સ`ઘનાયક
[૧૧૩]
આના વ્યવસ્થિત ઉત્તર આપતાં શ્રી વિજયનંદનસૂરિજીએ જણાવ્યું : “ શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજ ખુઝ છે, મહાપુરુષ છે, અને સૌને પૂજનીય છે, એ ખરાખર છે. પણ તે છતાં, તેઓ અત્યારે એક પક્ષમાં છે. અને એક પક્ષકાર હોવાને લીધે તેમનુ વચન પુરાવા ન ગણાય. કા પણ તેમના વચનને પુરાવા ન માની શકે. અને અમારે તે લેખિત પુરાવા જોઈએ છે. આ તા મૌખિક છે. એ ન ચાલે. લેખિત રજૂ કરો. ”
થયું. સામા પક્ષનુ બળવાન હથિયાર વ્યૂહું ઠર્યું. હવે તેમણે નવી જ તરકીબ કરી. શ્રી ગભીરવિજયજી મહારાજ તથા શ્રી પ્રતાપવિજયજી મહારાજ વગેરે પૂજ્યાના પત્રો, જે વિચારણાસ્વરૂપ જ હતા, નહિ કે પ્રરૂપણા કે આચરણારૂપ, તેને પાંચમના ક્ષય કર્યાના પુરાવારૂપે રજૂ કર્યો.
પણ શ્રી વિજયનંદનસૂરિજીની જાણ બહાર કાંઈ જ ન હતુ. એમણે તા લાગલે જ પ્રશ્ન મૂકયો : “ ગંભીરવિજયજી મહારાજે ને પ્રતાપવિજયજી મહારાજે પાંચમના ક્ષયની આચરણા કરી છે ?”
જવાબ મળ્યો : નથી કરી. ’
66.
પૂછ્યું : “ તા એને આચરણાના લેખિત પુરાવારૂપે કેમ રજૂ કરાય છે ? ”
સામા પક્ષ થાથવાયા. એણે આડેધડ જવાબ વાળ્યા : “ આચરણા કરતાં પ્રરૂપણા કરનાર વધારે ગુન્હેગાર છે, એમ અમે માનીએ છીએ. માટે આ પત્રોને પુરાવારૂપે રજૂ કર્યો છે.”
આ સાંભળતાં જ શ્રી વિજયન'દનસૂરિજીના પુણ્યપ્રકાપ પ્રજ્વળી ઊઠયો. એમણે ખૂબ ગભીર રીતે કહ્યું :
“ વિશેષમાં, તે ( પાંચમનો ક્ષય કર્યાના પુરાવાની ) ચર્ચાના પ્રસ`ગમાં વિજયરામચંદ્રસૂરિજી ૧૯૫રના પૂજ્ય શ્રી પ્રતાપવિજયજી ગણિ મહારાજના પત્ર વાંચી સ‘ભળાવે છે, પછી પૂજ્ય પ, ગભીરવિજયજી મહારાજના પત્ર તથા પૂ. ઉપાધ્યાય યાવિજયજી મહારાજને પત્ર પણ યાદ કરે છે; જે પૂજ્યશ્રીઓના પત્રો વિચારણારૂપ છે, પણ આચરણારૂપ નથી જ; એ વાત ચારે દિવસેાની ચર્ચામાં અનેક વાર નિશ્ચિત થઈ ચૂકી છે, છતાં તે પત્રોની ખાખતમાં વિજયરામચ'દ્રસૂરિજી પોતાના મનસ્વીપણે ‘વિચારણા’ શબ્દને ઠેકાણે ‘પ્રરૂપણા’ શબ્દ ગાઢવી દે છે; અને એ બેલે છે કે ‘ આચરણ કરનારા ગુનેગાર છે; પણ પ્રરૂપણા કરનારા તે તેના કરતાં પણ વધારે ગુનેગાર છે.’ આ રીતની અનુચિત, અયેાગ્ય અને અક્ષન્તવ્ય શબ્દોવાળી ભાષા અમારા પૂજ્ય પરમાપકારી વડીલેા માટે
૧૫
Page #20
--------------------------------------------------------------------------
________________
[૧૧૪]
આ. વિ.નર્દનસૂરિ-સ્મારકગ્રંથ - બોલાય તે કોઈ પણ સંયોગોમાં જરાય વ્યાજબી નથી, એટલું જ નહિ, પણ તદ્દન બેટી રીતે ગેરસમજ ઊભી કરાવી તે પૂજ્ય મહાપુરુષોની આશાતના કરવા બરાબર છે.”
શેઠ કેશવલાલ લલુભાઈ ઝવેરીએ અમોને અહીં મુનિસમેલન અંગે બોલાવેલા છે, તે કાંઈ અમારા પૂજ્ય મહાપુરુષો માટે આવા અગ્ય અને અનુચિત શબ્દોવાળી ભાષા સાંભળવા માટે લાવ્યા નથી. અને અમો મુનિસંમેલનમાં આવ્યા છીએ, તે પણ અમારા પૂજ્ય મહાપુરુષો માટે આવી રીતના અસભ્ય શબ્દોવાળી ભાષા સાંભળવા હરગિજ નથી આવ્યા. એટલે હાલ બીજી વિચારણા સ્થગિત કરી પ્રથમના તબકકે શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ અમારા પૂ. વડીલે પ્રત્યેની તે શબ્દવાળી ભાષા શ્રી શ્રમણસંઘ સમક્ષ પાછી ખેંચી લેવી જોઈએ. અને તેવી ભાષા બેલ્યાની પોતાની ભૂલને માટે શ્રી શ્રમણસંઘ સમક્ષ એમણે જાહેર માફી માગવી જોઈએ, એવી મારી શ્રી શ્રમણસંઘ પાસે નમ્ર માગણી છે.”
આ પછી સમેલનમાં ખાસું ડહોળાણ થયું. એ પછી તે બંને પક્ષ પોતપોતાની પક્કડમાં વધુ દઢ થઈ ગયા. એક પક્ષને કદાગ્રહ હતો કે બારપીની ચર્ચા કરવી જ જઈ એક બીજા પક્ષને સત્યાગ્રહ હતું કે બારપર્વની ચર્ચા ન જ કરી શકાય.
આનો રસ્તે લાવવા માટે શાંતિ ને સમાધાનના પરમ ચાહક શ્રી પુણ્યવિજયજી મહારાજે એક માર્ગ મૂક્યો કે –
અવાજ એમ આવેલ છે કે ઉદયસૂરિ મહારાજ, માણેકસાગરસૂરિજી મહારાજ, હર્ષસૂરિજી મહારાજ, લબ્ધિસૂરિજી મહારાજ અને પ્રેમસૂરિજી મહારાજ આ પાંચ બુઝ પુરુષો આ બાબતમાં વિચારણા કરે કે આપણે શું કરવું અને કેવી રીતે નિર્ણય લાવ ? એઓ જ આ કાર્ય કરી લે.”
આ માર્ગ પર પિતાનું ખાસ હેતુસરનું મંતવ્ય રજૂ કરતાં શ્રી વિજયરામચન્દ્રસૂરિજીએ કહ્યું : “જેઓ યોગ્ય રીતે શાસ્ત્રો જોઈ શકે, સમજી શકે, વિચારી શકે, તેવા યોગ્ય મહાપુરુષને આ કાર્ય સંપીએ તો થોડા વખતમાં શાસ્ત્રોની વાતોનું સ્પષ્ટીકરણ કરી શકીએ. વગેરે.”
આ સાંભળીને ઘણું સમસમી ગયા. એ દિવસને કાર્યક્રમ પૂરો થયા પછી તરત જ શ્રી વિજયેલમણુસૂરિજી દડદડ પાંજરાપોળના ઉપાશ્રયે આવ્યા ને શ્રી વિજયનંદનસૂરિજીને કહે : “આપને આમાં કાંઈ કરવું છે કે નહીં ? હવે તે હદ થાય છે.”
વિજયનંદનસૂરિજી કહે : “હું શું કરું? તમારે કરવું જોઈએ ને?” વિજયલક્ષણસૂરિજી કહે : “પણ આપ જ કાંઈ કરો ને !” વિજયનંદનસૂરિજી કહે : “હું જે કરું એ કાલે જે જે.”
Page #21
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૧૫] અને બીજે દિવસે શ્રી પુણ્યવિજ્યજી મહારાજ અને શ્રી વિજયપ્રતાપસૂરિજીના કથન પછી એમણે શ્રી વિજયરામચંદ્રસૂરિજીના વક્તવ્ય પર કડક સમાલોચના કરતાં જણાવ્યું
ગઈકાલે પોણા બે વાગે પુણ્યવિજયજીના નિવેદનમાં જે સૂચન થયું, જે તેમનું પિતાનું સ્વતંત્ર નહતું પણ તેમની પાસે કોઈ પણ તરફથી આવેલ સૂચના ઉપરથી હતું, કે આ. શ્રી લબ્ધિસૂરિજી, આ. શ્રી પ્રેમસૂરિજી, આ. શ્રી ઉદયસૂરિજી, આ. શ્રી હરખસૂરિજી, આ. શ્રી માણેકસાગરસૂરિજી, આ પાંચે વૃદ્ધ પુરુષને આ કાર્ય સંપવામાં આવે અને તેઓ આને વિચાર કરી જે માગ સૂચન કરે તે માગે આપણે ચાલીએ તો તે જરૂર ઈચ્છવા
યોગ્ય છે.
આના જવાબમાં પિોણાચારને પાંચ મિનિટે રામચંદ્રસૂરિજીએ પિતાનું જે વક્તવ્ય કર્યું તેમાં તેઓએ ઉપરોક્ત પાંચ વૃદ્ધ પુરુષો અમારે કબૂલ છે, બરાબર છે, તેઓને આ કાર્ય સોંપીએ અને તેઓ જે વિચાર આપે તે માગે આપણે જઈએ તે વાત અમારે સંમત છે.” તે રીતે સ્વીકાર કર્યો નથી, એ ચોકકસ છે. અમોને લાગે છે કે તેઓની સમજણમાં ઉપરોક્ત પાંચે વૃદ્ધ પુરુષે યોગ્ય મહાપુરુષ નહોતા; યેગ્ય લાગ્યા હશે તો મહાપુરુષ નહિ હોય; મહાપુરુષ તેઓની સમજણમાં હશે તો પણ તેઓ
ગ્ય છે, તેવું તેઓની સમજણમાં નહિ હોય. એટલે તેઓની સમજણમાં તે પાંચે
ગ્ય મહાપુરુષ નહોતા. તેઓ પિતાના વક્તવ્યમાં જણાવે છે કે “જે ગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે, વિચારી શકે અને સમજી શકે, તેવા યોગ્ય મહાપુરુષોને સોંપવું જોઈએ.” એને સ્પષ્ટ અર્થ છે કે “ઉપરોક્ત પાંચે વૃદ્ધ પુરુષે ચોગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે છે, તેવું તેમની સમજણમાં નથી. એગ્ય રીતે શાસ્ત્ર વિચારી શકે છે.” તેવું પણ તેમની સમજણમાં નથી. અને “ઉપરોક્ત પાંચે જણ શાસ્ત્રોને યોગ્ય રીતે સમજી શકે છે.” તેવું પણ તેમની સમજણમાં નથી. એટલું જ નહિ, પણ ઉપરોક્ત પાચે વૃદ્ધ પુરુષોગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે છે, વિચારી શકે કે સમજી શકે તેવા નથી, એવું રામચંદ્રસૂરિજીની સમજણમાં જરૂર જણાય છે, જેથી તેઓએ તે પાંચે વૃદ્ધ પુરુષોનાં નામ કાલે કબૂલ કર્યા નથી. હવે આ પાંચે વૃદ્ધ પુરુષો સિવાય અત્રે વિદ્યમાન તપાગચ્છીય શ્રી દેવસૂર શ્રમણસંઘમાં યોગ્ય મહાપુરુષો બીજા શ્રી રામચંદ્રસૂરિજીની સમજણમાં કોણ કોણ છે તે પણ આપણી સમજણ બહારના વિષય છે, કારણ, આપણે કદાચ કોઈ નામ સૂચવીએ તે તેઓ કહી શકે છે કે “આ પુરુષ ગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે એમ નથી.” બીજુ નામ સૂચવીએ તોપણ તેઓ કહી શકે છે કે “આ પુરુષ યોગ્ય રીતે શાસ્ત્રોને વિચારી શકે એમ નથી.” ત્રીજાનું નામ કદાચ સૂચવીએ તે પણ તેઓ કહી શકે કે “આ પુરુષ ગ્ય રીતે શાસ્ત્રોને સમજી શકે તેમ નથી.” અને આવું કઈ પણ મહાપુરુષ માટે તે યોગ્ય મહાપુરુષ નથી. એવું શ્રી રામચંદ્રસૂરિજીના મોઢે, અમારે કહેવરાવવું અને અમારે સાંભળવું, એ અમારી જરાય ઈચ્છા નથી.”
Page #22
--------------------------------------------------------------------------
________________
[૧૧૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ - આના પ્રત્યાઘાતમાં સામા પક્ષ તરફથી “મારે એ આશય ન હતો.’–ને એવાં અનેક મંતવ્યો રજૂ થયાં, પણ બંદકી બિગડી જસે નહીં સુધરતી હૈ’વાળે ઘાટ થઈ ગયે! આ પછી તે ડેળાણ વધી ગયું, ઉગ્રતા પણ આવવા લાગી. પરિણામે થોડા જ દિવસોમાં સમેલનને નાટકીય રીતે અંત આવ્યો. બંને પક્ષ અન્ય પર આનો ટેપલ ઓઢાડવા લાગ્યા. પણ, ખરી રીતે તે, સામા પક્ષમાં સરળતાનો નિતાન્ત અભાવ અને એનું કદાગ્રહી માનસ જ આ માટે જવાબદાર ગણવું જોઈએ.
શ્રી વિજયનંદસૂરિજીનું કથન સ્પષ્ટ હતું કે પાકિસ્તાન હિન્દુસ્તાન સાથે સમાધાન કરવાની વાત કરે છે, પણ એ એની વાતો જ કર્યા કરે, ને પોતે દબાવેલી હિંદની જમીને કે મિલકત પર કે છોડે નહિ, તો સમાધાન કઈ રીતે શક્ય બને ? એ રીતે તમે જે નવી આચરણ કરી છે, તે ચર્ચાનો વિષય ન હોઈ શકે. આમ છતાં તમે પહેલા નવી આચરણ છોડી દઈને આપણી શુદ્ધ પ્રણાલિકાનો સ્વીકાર કરી લો, પછી આપણે સાથે બેસીને એની ચર્ચા-વિચારણા અવશ્ય કરીએ, અને એમાં જે સત્ય નીકળે તે આપણે બધાય સ્વીકારીએ.” - ખૂબ સરળતાની ને સમજણની આ વાત હતી, પણ એ સમજમાં આવે એટલી સરળતા સામા પક્ષે ન હતી. એનું પરિણામ સંમેલનના અંતમાં આવ્યું.
સમગ્ર તપાગચ્છની એકતા થાય, એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલી ભારતવર્ષની જેમ જનતાને આને ભારે રંજ થયો.
આ પણ આથી એટલું તો ચોક્કસ થયું કે અશક્ય ભૂમિકાઓ પર કલ્પાયેલી તપાગચ્છીય શ્રમણસંઘની એકતા ન થવા છતાં, શ્રી દેવસૂર તપાગચ્છ સંઘની (એકતિથિ પક્ષની) એકતા જરૂર થઈ. આ સમેલનના પ્રતાપે એ સંઘના તમામ સમુદાયે ખૂબ નિકટમાં આવ્યા; એમનું સંગઠન વિશેષ મજબૂત બન્યું, અને એ સંગઠનને સમેલનના માધ્યમે તેડી પાડવાના સામા પક્ષના પ્રયત્નોને નિષ્ફળતા જ સાંપડી ! આ એકતાના ફળસ્વરૂપે શ્રી દેવસૂર તપાગચ્છ શ્રમણસંધ તરફથી શ્રી વિજયનંદનસૂરિજીના નામનું એક નિર્ણયાત્મક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું. એમાં ત્રણ નિર્ણયે જાહેર કરાયાં ? “(૧) બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કોઈ પણ સોગમાં ન જ કરી શકાય. (૨) સંવત્સરી મહાપર્વની આરાધના ભાદરવા શુદિ પાંચમને અખંડ રાખીને જ કરવાની છે. (૩) ચાલુ વર્ષે (સં. ૨૦૧૪) તા. ૧૬-૯૫૮ ને મંગળવારે જ સંવત્સરી કરવાની છે.” - સં. ૨૦૧૪ના આ સમેલનને શિષ્ટ અને સત્ય સમાજના લોકોએ જે સમાજની માટી નિષ્ફળતા ગણું. આજે પણ એ લોકો એને નિષ્ફળતા જ કહે છે. અલબત્ત,
Page #23
--------------------------------------------------------------------------
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [117] એ સમેલન નિષ્ફળ જરૂર ગણાય, પણ એ નિષ્ફળતાનું મૂલ્ય સફળતા જેટલું જ આંકવું જોઈએ. આ જેવી તેવી સફળતા નથી. અને આટલું લાધ્યા છતાંય એને જે નિષ્ફળતા કહેવાતી હોય તો તે પણ આદરણીય જ ગણાશે. શ્રી વિજયનંદનસૂરિજીને એક પત્રમાં પ. મફતલાલ ઝવેરચંદ લખે છેઃ કે “મને પિતાને તો સ્પષ્ટ લાગે છે કે આજ સુધી આપણા પક્ષે જે કાંઈ વલણ લીધું છે તે યોગ્ય, વ્યાજબી અને જરૂરી જ લીધું છે. આમાં જરા પણ આપણી ભૂલ થઈ નથી. કેઈનું ભૂંડું ઈચ્છનાર પિતાનું જ ભૂંડું કરે છે, પારકાનું કાંઈ કરી શકતો નથી. ગયા સંમેલનમાં અને આ સંમેલનમાં-બંનેમાં તેઓ બન્યા છે. “તે ખરેખર આપને જ આનો યશ આપું છું. આપ જે ન આવ્યા હતા તે શું પરિણામ આવત તે તો ભાવિ જાણે, પણ આપે આવી, પર્વ તિથિનું રક્ષણ કર્યું છે. અને જે કામ સાગરાનંદસૂરિજી કે કોઈ ન કરી શક્યા તે કર્યું છે. આ કરવામાં આપે શાસનનું પરમ કલ્યાણ કર્યું છે. એટલું જ નહિ, પણ શાસનના શિરસ્તાને ઉલ્લંઘનારને એગ્ય શિક્ષા આપી શાસનના રાહનું રક્ષણ કર્યું છે, નહિતર એ સ્થિતિ આવી પહોંચી હતી કે ગમે તે માણસ મનગમતી વસ્તુ ભક્તોના કે પૈસાના જોરે શાસનમાં ઘુસાડત અને સાચી વાતને હંમેશ માટે ધકેલી દેત. આપે તો આ કામ આપના જીવનમાં પરમસુકૃત અને અંતે પણ સુકૃત અનુમોદનારૂપ કર્યું છે. આની પાછળ કેઈને પાછા પાડવાની કે કિન લેવાની બુદ્ધિ નથી. માત્ર ચાલુ પરંપરાને કઈ પણ માણસ તોડે તે ઉપથથી સમાજને રક્ષવાની ભાવના હતી.” અંતે એટલું જ કહીશું કે આ સંમેલનમાં શ્રી વિજયનંદનસૂરિજી ન આવ્યા હોત તે સં. ૧૯૯લ્માં પી. એલ. વૈદ્યના ચુકાદા વખતે સજાયેલી સ્થિતિથીયે વધુ કફોડી સ્થિતિ પેદા થાત એ નિઃશંક છે.