SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૧૯] નહોતા; મહાત્યાગી હતા, શિથિલાચારી નહોતા; પરિગ્રહધારી નહોતા, પણ શુદ્ધ અપરિગ્રહવત હતા; તેમ જ વિદ્વાન અને સમયજ્ઞ મહાપુરુષ હતા. તેમ જ તે સમય જરા પણ અંધકારને નહોતે, એટલું જ નહિ, પણ તે તમામ મહાપુરુષ ભવભીરુ હતા અને શાસ્ત્રને જ અનુસરીને પ્રવર્તનારા હતા. તેઓને શાસ્ત્રવિરુદ્ધ કે પરંપરાવિરુદ્ધ (આચરણ) કરવાને કઈ પણ કારણ ન હતું, અને આપણે એવું માનવું કે બોલવું, એ પણ એ મહાપુરુષોની આશાતના કરવા બરાબર છે, એમ અમારું ચેકસ માનવું છે. એટલે હવે છેવટનું અમારું મન્તવ્ય અને અમારું કથન એ છે કે બારે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન કરવી. લૌકિક પંચાંગમાં ઉપરોકત બારે પર્વતિથિની વધઘટ -ક્ષયવૃદ્ધિ હોય ત્યારે આરાધનામાં તેના બદલે અપર્વતિથિની ક્ષય-વૃદ્ધિની પ્રણાલિકામાં અમે જરાય ફેરફાર કરવા માંગતા નથી. તેમ જ આપણું આખા તપાગચ્છમાં તમામ ચતુવિધ શ્રીસંધ એ જ પ્રણાલિકાને એકસરખી રીતે માન્ય રાખે, અને તેથી છેડા સમયથી આચરેલી જુદી પ્રણાલિકાને હૃદયની વિશાળતાથી છોડી દે એવી તપાગચ્છીય ચતુવિધ શ્રીસંઘને મારી નમ્ર વિનંતિ છે. અને આ ચર્ચાના વિષયમાં બાર પર્વતિથિની ચાલી આવતી ક્ષયવૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને ચર્ચામાં લાવવી, તે અમો વ્યાજબી માનતા નથી. અમો તે જે રીતે ચાલી આવે છે, તે રીતે જ કરવાની ઈચ્છાવાળા છીએ. બાકી, સંવત્સરી મહાપર્વની આરાધનાના દિવસની તેમ જ બીજી કલ્યાણક વગેરે તિથિઓની ચર્ચા કરી નિર્ણય લાવવામાં અમારી સંમતિ છે.” આ નિવેદન પૂરું કરતાં પહેલાં, બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની પ્રણલિકાને ચર્ચાનો વિષય ન બનાવવાના પોતાના વિચારને દઢતાથી રજૂ કર્યા છતાંય, પિતાની ઉદારતા અને સરળતાનું દર્શન કરાવતાં એમણે ઉમેર્યું કે – ઉપરોક્ત બાર પર્વતિથિમાં પણ વર્તમાન બંને પક્ષમાંથી જે કઈ અરસપરસ ચર્ચા કે વિચાર કરવાની ઈચ્છા ધરાવતા હોય, તેઓ બંને પક્ષવાળા ખુશીથી અસરપરસ ચર્ચા અને વિચાર કરી શકે છે, એટલું જ નહિ, પણ તેઓ અરસપરસ ચર્ચા-વિચાર કરી જે એક નિર્ણય સર્વાનુમતે લાવશે તેમાં અમારી સંમતિ છે. પણ આરાધનામાં બાર પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિને ચર્ચાનો વિષય નહિ કરવાની અમારી માન્યતા સચોટ છે; તે તો આપણું પૂજ્ય વડીલ મહાપુરુષે આ બાર પર્વ તિથિની પ્રણાલિકા જે રીતે આચરી ગયા છે, તે રીતે જ રાખવી જોઈએ. એમાં જ આપણું શાસ્ત્રાનુસારિપણું, પરંપરાનુસારપણું અને ગુર્વાજ્ઞાનુસારપણું પૂરેપૂરું સચવાય છે, એવી અમારી માન્યતા છે.” આ નિવેદન શું હતું, ધરતીકંપને આંચકે હતો ! સામા પક્ષે તે ખરેખર, આ નિવેદનમાં વિજળીના કડાકાનો અનુભવ કર્યો. એમની માન્યતાને, ને એમની મુરાદને આ નિવેદનથી ભારે વિપરીત અસર પહોંચી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249668
Book TitleSamvat 2014 nu Year 1958 Muni Sammelan Ahmedabad
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherZ_Vijaynandansuri_Smarak_Granth_012053_HR.pdf
Publication Year
Total Pages23
LanguageGujarati
ClassificationArticle, Tithi, Devdravya, & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy