SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક ૩૧ સં. ર૦૧૪ નું મુનિસમેલન : અમદાવાદ આવવાનો નિર્ણય વિ. સં. ૨૦૧૩ની એકપક્ષીય એક્તાએ સંઘમાં આશાનો સંચાર કર્યો હતો. સંઘના આગેવાનોને સમગ્ર તપાગચ્છમાં તિથિ અને સંવત્સરીની એક સરખી આરાધના થવાની શકયતાઓ જણાવા લાગી હતી. નવા તિથિપક્ષના આગેવાન આચાર્યો અને શ્રાવકની અંતરછી સમાધાન કરવાની હતી. એ માટે તેઓ યોગ્ય હિલચાલ અને વાટાઘાટો પણ ચલાવી રહ્યા હતા. શ્રી વિજય પ્રેમસૂરિજી મહારાજ પાલિતાણામાં શ્રી વિજયનંદસૂરિજીને મલ્યા, ત્યારે તે બંને વચ્ચે ખૂબ સમજણપૂર્વક સંપ કરવાની વિચારણાઓ થઈ હતી; બાર પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિની નવી પ્રણાલિકા છોડી દેવાની ભાવના પણ એમણે વ્યક્ત કરી હતી. પણ એ આચાર્યો અને શ્રાવકની એ અંતરછાને સફળ થવા દેવી, એ એમના પિતાના હાથની વાત ન હતી, એ વાત એ આચાર્યોને અમુક મત-કદાગ્રહી શિષ્યગણુ તથા ભક્તગણના હાથમાં હતી. અને એને લીધે જેમની ભાવના સાચી હતી તેમને પણ પિતાની ભાવના ત્યજી દેવી પડતી હતી. આમ છતાં, ૨૦૧૪ના પર્યુષણની આરાધના સકળ તપાગચછમાં એકસરખી થાય, એ માટેના વિચારો ગતિમાન થઈ ચૂક્યા હતા. બંને પક્ષના અમુક ત તરફથી થતી પત્રિકોબાજી અને ગાળાગાળીથી સંઘ ત્રાસી ઊઠો હતો. કેઈ ઉપાયે એક્તા થાય અને આ રોજિંદા કલેશનો અંત આવે, એમ ડાહ્યા માણસ ઉત્કટપણે ઈચ્છી રહ્યા હતા. શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીએ આ માટે એક મુનિસમેલન બોલાવવાનો વિચાર વ્યક્ત કરીને સંઘની આ પ્રબળ ઈચ્છાને વાચા આપી. એમણે કહ્યું: “તિથિચર્ચાનો સળગતે સવાલ ઉકેલવો હોય, તો તપગચછના આગેવાન આચાર્યાદિ મુનિઓ ભેગા મળે, તે જ તે પ્રશ્નનો ઉકેલ આવે; એ સિવાય બીજો કોઈ રસ્તો નથી.” અને એમના આ સુંદર વિચારને સંઘના અનેક આગેવાનોએ સહર્ષ વધાવી લીધું. પછી તે, આ માટે ઝડપી કાર્યવાહી આદરવામાં આવી. શેઠ કેશુભાઈને જ આ કાર્ય ઉપાડવા અને સફળતાથી પાર પાડવા માટેની જવાબદારી સોંપવામાં આવી. તેમની આગેવાની નીચે અમદાવાદના તમામ ઉપાશ્રયના વહીવટદાર શ્રાવકોની એક મેટી (૭૧ સભ્યની) કમીટી નીમવામાં આવી. આ પછી, આ બાબત અંગે, શેઠ કેશુભાઈ એ બંને પક્ષના જુદા જુદા આચાર્યાદિ સાથે વિચારવિમર્શ અને પત્રવ્યવહાર શરૂ કર્યો. આના પરિણામમાં એમને ખૂબ આશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249668
Book TitleSamvat 2014 nu Year 1958 Muni Sammelan Ahmedabad
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherZ_Vijaynandansuri_Smarak_Granth_012053_HR.pdf
Publication Year
Total Pages23
LanguageGujarati
ClassificationArticle, Tithi, Devdravya, & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy