SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧૨] આવિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ મહારાજના હૈયામાં શાસનની એકતાની જે શુભેરછા છે, અને તે શુભેચ્છાપૂર્વક સરળ રીતે જે શાન્તિને ઉપાય બતાવ્યો છે, એ અપનાવવા જેવો છે.” કેવી સ્પષ્ટ અને સરળ રજૂઆત છે! પણ એ સમજવી જ કોને હતી? એ જે સમજવી હોત, તો સમેલનની જરૂરત ન હતી. સરળતાનો નિતાન્ત અભાવ જ સમેલનને (અને એની નિષ્ફળતાને પણ) હેતુ બને, એમ કહીએ તે અજુગતું નહીં લેખાય. એક તબકકે, સમેલનના મુખ્ય સંચાલક-નિમંત્રક શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈ એ, કદાચ ગમે તે વલણથી દોરવાઈ જઈને, દરમિયાનગીરી કરી કે “મેં તો બધાને બાર પર્વતિથિની ચર્ચા કરીને નિર્ણય કરવા સારુ જ નિમંત્રણ આપ્યું છે.” આમ કહીને એમણે પોતે લખેલા નિમંત્રણપત્રને એક ભાગ વાંચી સંભળાવ્યઃ વિનતિ કે, તિથિચર્ચાનો નિર્ણય શાસ્ત્રાધારે બધા ગચ્છાધિપતિ ભેગા મળી, પરસ્પર સમજી-વિચારી યોગ્ય નિર્ણય લેવાય તેમાં શાસનનું ગૌરવ છે.” આ વાચીને એમણે કહ્યું: “તિથિચર્ચા એટલે બાર પર્વતિથિની ચર્ચા” આ વખતે શ્રી વિજયનંદનસૂરિએ વાત ઉપાડી લેતાં કહ્યું: “કેશુભાઈ શેઠ! તિથિચર્ચા એટલે બારપર્વની ચર્ચા, એવો અર્થ કોણે કહ્યો? એવો અર્થ કરવાને તમને શે અધિકાર છે? યાદ રાખો કે કાયદો ઘડે, એ ધારાસભાનું કામ છે, પણ એ કાયદાને અર્થ શો કરે, એ તે હાઈકોર્ટ જજનું કામ છે. આવો અર્થ કરવાને તમારે અધિકાર નથી. અને એ તમારો વિષય પણ નથી.” આ પછી એમણે સામા પક્ષને ચેલેન્જ આપી કેઃ “૧૨ પહેલાં બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કેઈએ કરી હોય એને લેખિત પુરા અમને દેખાડે.” સામો પક્ષ એક પણ લેખિત પુરાવો રજૂ ન કરી શક્યો; ઊલટું, એણે માંગણી કરી કે “તમે, કોઈ એ ક્ષય-વૃદ્ધિ નથી કરી, એને પુરાવો અમને દેખાડો.” આના જવાબમાં શ્રી વિજયનંદનસૂરિજીએ ખુદ આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી મહારાજના તથા બીજા પણ લેખિત પુરાવા રજૂ કર્યા. એટલે હવે, સામા પક્ષને પણ પુરાવા દેખાડવાની ફરજ પડી. એણે દયાવિજ્યજીની ચોપડી, બુદ્ધિસાગરસૂરિજીને પત્રસદુપદેશ, અનેપચંદ શ્રાવકનો પ્રશ્નોત્તરરત્નચિંતામણિ વગેરેને પુરાવારૂપે રજૂ કરવા પ્રયત્ન કર્યો. પણ એ બધા જ એમને માટે નિરાધાર-પાંગળા જ સાબિત થયા! એટલે થાકીને એમણે છેલ્લા બળવાન હથિયારનો ઉપયોગ કર્યો : “સિદ્ધિસૂરિ મહારાજ બુઝર્ગ મહાપુરુષ છે, પૂજનીય છે. તેઓ અત્યારે વિદ્યમાન છે. તેઓ કહે છે કે મેં ૧૯૫ર વગેરેમાં પાંચમને ક્ષય કર્યો હતો. તેમના વચનને અસત્ય ન જ મનાય.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249668
Book TitleSamvat 2014 nu Year 1958 Muni Sammelan Ahmedabad
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherZ_Vijaynandansuri_Smarak_Granth_012053_HR.pdf
Publication Year
Total Pages23
LanguageGujarati
ClassificationArticle, Tithi, Devdravya, & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy