________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [117] એ સમેલન નિષ્ફળ જરૂર ગણાય, પણ એ નિષ્ફળતાનું મૂલ્ય સફળતા જેટલું જ આંકવું જોઈએ. આ જેવી તેવી સફળતા નથી. અને આટલું લાધ્યા છતાંય એને જે નિષ્ફળતા કહેવાતી હોય તો તે પણ આદરણીય જ ગણાશે. શ્રી વિજયનંદનસૂરિજીને એક પત્રમાં પ. મફતલાલ ઝવેરચંદ લખે છેઃ કે “મને પિતાને તો સ્પષ્ટ લાગે છે કે આજ સુધી આપણા પક્ષે જે કાંઈ વલણ લીધું છે તે યોગ્ય, વ્યાજબી અને જરૂરી જ લીધું છે. આમાં જરા પણ આપણી ભૂલ થઈ નથી. કેઈનું ભૂંડું ઈચ્છનાર પિતાનું જ ભૂંડું કરે છે, પારકાનું કાંઈ કરી શકતો નથી. ગયા સંમેલનમાં અને આ સંમેલનમાં-બંનેમાં તેઓ બન્યા છે. “તે ખરેખર આપને જ આનો યશ આપું છું. આપ જે ન આવ્યા હતા તે શું પરિણામ આવત તે તો ભાવિ જાણે, પણ આપે આવી, પર્વ તિથિનું રક્ષણ કર્યું છે. અને જે કામ સાગરાનંદસૂરિજી કે કોઈ ન કરી શક્યા તે કર્યું છે. આ કરવામાં આપે શાસનનું પરમ કલ્યાણ કર્યું છે. એટલું જ નહિ, પણ શાસનના શિરસ્તાને ઉલ્લંઘનારને એગ્ય શિક્ષા આપી શાસનના રાહનું રક્ષણ કર્યું છે, નહિતર એ સ્થિતિ આવી પહોંચી હતી કે ગમે તે માણસ મનગમતી વસ્તુ ભક્તોના કે પૈસાના જોરે શાસનમાં ઘુસાડત અને સાચી વાતને હંમેશ માટે ધકેલી દેત. આપે તો આ કામ આપના જીવનમાં પરમસુકૃત અને અંતે પણ સુકૃત અનુમોદનારૂપ કર્યું છે. આની પાછળ કેઈને પાછા પાડવાની કે કિન લેવાની બુદ્ધિ નથી. માત્ર ચાલુ પરંપરાને કઈ પણ માણસ તોડે તે ઉપથથી સમાજને રક્ષવાની ભાવના હતી.” અંતે એટલું જ કહીશું કે આ સંમેલનમાં શ્રી વિજયનંદનસૂરિજી ન આવ્યા હોત તે સં. ૧૯૯લ્માં પી. એલ. વૈદ્યના ચુકાદા વખતે સજાયેલી સ્થિતિથીયે વધુ કફોડી સ્થિતિ પેદા થાત એ નિઃશંક છે.