SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૮] આ વિ.નંદનસૂરિ સ્મારક આ તારમાં હજી વિહારને વિચાર જ સૂચવ્યું હત; ચોક્કસ નિર્ણય નહિ. પણ શેઠને એથી ખૂબ આનંદ થયે. - પણ, શ્રી વિજયનંદનસૂરિજીની પ્રતિકૂળ રહેતી તબિયતે તેમને તેમનો આ વિચાર ફેરવવાની ફરજ પાડી. તેમણે તરત જ પત્રથી જણાવ્યું : “અમારી તબિયતની પ્રતિકૂળતાથી અમે આવી શકીએ તેમ નથી.” આ દિવસોમાં તેઓ કદમ્બગિરિમાં બિરાજતા હતા. ઉપરનો જવાબ લખે, પણ મનમાં હજી જવું ન જવુંની દ્વિધા ચાલુ જ હતી. એક વાર તે જવાને ચોક્કસ વિચાર થઈ ગયે, એટલે કદમ્બગિરિથી પાલિતાણા તરફ વિહાર પણ કર્યો. પણ એ ચાર દિવસ દરમ્યાન ચક્કર, ગેસ, દુખાવે, અને એને લીધે વધતી નબળાઈથી થાકીને પાલિતાણુથી આગળ વધવાનું મોકૂફ રાખવું પડયું. શેઠ કેશુભાઈ ઉપરાંત એકતિથિપક્ષના બીજા પણ અનેક ગૃહસ્થના પત્રો શ્રી વિજયનંદસૂરિજી પર આવ્યે જ જતા હતા. સૌની એક જ ભાવના હતી કે “આપ પધારે, તે જ સમેલનમાં મઝા અને વ્યવસ્થા રહી શકશે.” તા. ૧-૨–૫૮ના પત્રમાં સત ફૂલચંદભાઈ છગનલાલ લખે છે : “આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ પ્રેમસૂરિજી મહારાજ સાહેબજીએ મને આજે બેલા હતે, અમારી સાથે એકલા એકાંતમાં ઓરડીમાં ખરતરગચ્છના ઉપાશ્રયે હાલ છે ત્યાં બેસી અમોને જણાવ્યું કે “નન્દનસૂરિજી તથા ઉદયસૂરિજી મહારાજને કઈ રીતે અહીં લાવ્યા વિના ચાલવાનું નથી. તેમની હાજરી વગર આ ઠેકાણું પડે તેમ નથી. હું નંદસૂરિજી માટે પ્રથમ એવું મંતવ્ય ધરાવતો હતો કે તેમને કઈ દિવસ મળવું નહીં. પણ પાલિતાણામાં અમો મળ્યા બાદ તેમના માટે મને પૂરેપૂરું મન થયું છે, અને તે વાત હું હૃદયથી કહું છું. અમે બન્ને એક થઈ તુરત પતી જશે. અને હું માનું છું ત્યાં સુધી અમારા બન્નેના વિચારે મળવામાં અશક્ય લાગતું નથી. જેથી હું અંગત ખાસ કહેવરાવું છું કે તેમણે-ઉદયસૂરિજી તથા નન્દનસૂરિજીએ-ગમે તે રીતે-ડળીમાં બેસવું પડે તે ડોળીમાં-આવી પહોંચવું બહુ જ જરૂરી છે.” શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના મુખ્ય મેનેજર શ્રી નાગરદાસભાઈ એક અંગત પત્રમાં લખે છે : “ અમદાવાદમાં આ તબક્કે, આપની હાજરીની કેટલી અગત્ય છે, અને શાસનને આપની દેરવણુ તથા દીર્ધદષ્ટિની કેટલી આવશ્યકતા ઊભી થઈ છે તે આપનાથી અજાણ નથી છતાં, કમભાગ્યે, આપનું સ્વાથ્ય વિહાર યોગ્ય જણાતું નથી. હું તે હજુ પણ એવી આશા સેવી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છું કે આપની તબિયતમાં ઝડપી સુધારો થાય અને શાસન-સંગઠન અને અભયુદયના આ કાર્યમાં વહેલા-મુંડા પણ, અત્રે હાજરી આપવા યોગ્ય સ્વાથ્ય આપ પ્રાપ્ત કરો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249668
Book TitleSamvat 2014 nu Year 1958 Muni Sammelan Ahmedabad
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherZ_Vijaynandansuri_Smarak_Granth_012053_HR.pdf
Publication Year
Total Pages23
LanguageGujarati
ClassificationArticle, Tithi, Devdravya, & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy