Book Title: Samvat 2014 nu Year 1958 Muni Sammelan Ahmedabad
Author(s): Shilchandrasuri
Publisher: Z_Vijaynandansuri_Smarak_Granth_012053_HR.pdf

View full book text
Previous | Next

Page 17
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૧૧૧] તદ્દન નવી પ્રણાલિકા શરૂ કરી છે. અને ગમે તે માણસ ગમે તે પ્રણાલિકા નવી શરૂ કરે, તો એની જોડે શું અમારે શાસ્ત્રાર્થ કરવા જવું ? એક વર્ગ એ નીકળે અને કહે કે “અત્યારે દુનિયામાં ધર્મના પ્રચારની ઘણી જરૂર છે, અને એ માટે આપણે, એરપ્લેન આપણે માટે બનાવ્યાં નથી, ને આપણે નિમિત્તે ઊડતાં પણ નથી, માટે, એરેપ્લેનમાં બેસીને બધે ધર્મનો પ્રચાર કરવામાં કાંઈ પાપ નથી,” આવી પ્રરૂપણ કરીને એ વર્ગ એરપ્લેનમાં બેસતો થઈ જાય, તે પછી દસ-બાર વર્ષે અમારી સામે આવીને કહે કે, “એરપ્લેનમાં બેસવામાં પાપ શું ? એ માટે અમારી જોડે શાસ્ત્રાર્થ કરે.” તે શું અમારે એ વર્ગ જોડે શાસ્ત્રાર્થ કરવો?” આનો જવાબ સામા પક્ષ પાસે ન હતે. શ્રી વિજયનંદનસૂરિજીના મુદ્દાને સમર્થન આપતું એક નિવેદન કરતાં શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે કહ્યું : . વિજયનંદનસૂરિજી મહારાજે બાર પર્વતિથિની આરાધના પરત્વે પોતાના જે વિચારો રજૂ કર્યો તેની પાછળ એમને શો આશય છે, તે હું મારી બુદ્ધિથી આ પ્રમાણે સમજી શક્યો છું કે ૯૨ની પહેલાને ભૂતકાળ મને કે અત્રે ઉપસ્થિત પૂજય પુરુષોને જેટલો ખ્યાલમાં છે તેમાં સંવત્સરી બાબત વિચારભેદ અને આચરણભેદ થએલ, પણ બાર પર્વતિથિ માટે કઈ ભેદ થયો નથી. સંવત્સરીના વિચાર કે આચારના ભેદ પાછળ બાર તિથિને એક પણ દિવસ ઓછા-વત્તો ન થાય એમ આપણું પૂજય પુરુષોએ વિચારપૂર્વક ગોઠવેલ છે એમ મને લાગ્યું છે. .... વિચારભેદ અલબત્ત, ભલે થાય, ક્ષાવિકભાવે જ વિચારભેદ ન થાય. બાકી તો, શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ, શ્રી મતલવાદીજી મહારાજ અને શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજમાં પણ વિચારણભેદ થયેલ. મહાપુરુષને વિચારભેદ ભલે થાય, પણ તેમાં ચર્ચાને અવકાશ ત્યાં સુધી જ હોય કે જ્યાં સુધી એક વિચાર આચરણમાં ન મુકાયો હોય. જે વસ્તુ પૂજ્ય પુરુષે, ગીતાર્થોની સંમતિ વિના આચરણમાં મુકાઈ જાય તેની ચર્ચા શી રીતે થઈ શકે ? કોઈ ગમે તેમ આચરણભેદ સ્વછંદરૂપે કરી લે તેમાં વારે વારે શું આપણા સંઘે તેની સાથે ચર્ચા કરવી? સંવત્સરી બાબત વિચારભેદ થયે હોવા છતાં આચારણભેદ થયો નથી, પાંચમની ક્ષય-વૃદ્ધિ કરવામાં આવી નથી. ૧૫રમાં મારે જન્મ ન હતું, ૬૧માં દીક્ષા નહેતી લીધી, પણ ત્યારે પણ, પંચમીના ક્ષય અંગે વિચારભેદ ભલે થયે હશે, પણ આચરણભેદ થય જ નથી. બધાને ખૂચેલ છે કે પંચમીની હાનિ ન થાય. માટે પૂજ્ય નંદનસૂરિજી મહારાજની બાર પર્વ તિથિી મૂળ પ્રણાલિકા અપનાવવાની વાત અનુચિત નથી. તેમાં ચર્ચાનાં દ્વાર બંધ કરવાની વાત જ ક્યાં છે? પૂ. નંદનસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23