Book Title: Samvat 2014 nu Year 1958 Muni Sammelan Ahmedabad
Author(s): Shilchandrasuri
Publisher: Z_Vijaynandansuri_Smarak_Granth_012053_HR.pdf

View full book text
Previous | Next

Page 6
________________ [૧૦૦] આ વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ શ્રીસંઘને જે વ્યાપક માર્ગદર્શન મળશે, તે વિશિષ્ટ જ હશે–એ મારે નહિ, અનેક વ્યક્તિઓને વિશ્વાસ છે.” વકીલ છોટાલાલ ત્રિકમલાલ પરીખે વિનતિપત્રમાં લખ્યું: “આપના સિવાય જરા પણ ચાલી શકે એવું નથી. એટલે હું અને સર્વે એમ ઈચ્છીએ છીએ કે આપે ગમે તે અગવડ-સગવડે પણ આવવાની ખાસ જરૂરિયાત છે.” મુંબઈથી શેઠ હીરાલાલ પરશોત્તમદાસ, શેઠ ભાઈચંદ નગીનદાસ, શેઠ કેશવલાલ બુલાખીદાસ, શા. શાન્તિલાલ મગનલાલ અને શ્રી મેહનલાલ દીપચંદ ચેકસી એક સંયુક્ત પત્રમાં લખે છેઃ “વાતાવરણ જતાં અને જે મહત્ત્વનું કાર્ય શાસન-શ્રયના અંગે કરવાનું છે એ વિચારતાં કઈ પણ પ્રયત્ન આપશ્રીની હાજરીની ખાસ આવશ્યકતા છે. જૈન સમાજની નજરે અને આપનું માર્ગદર્શન જે સમુદાય સ્વીકારે છે એ સર્વની દષ્ટિએ આપની હાજરીની ખાસ જરૂર છે.” શ્રી ગોડીજી-દેવસૂર સંઘે પણ વિનતિપત્ર લખ્યો કેઃ “ગયા વર્ષે અમોએ શ્રીસંઘ એકતા સાધી આરાધન એક દિવસે કરે એ માટે જે પ્રયત્નો કરેલા એમાં આપનું માર્ગદર્શન ભારે લાભદાયી નીવડયું હતું. તિથિના પ્રશ્નનું સમાધાન આપે પંચાંગ આદિ જે પ્રશ્નો દર્શાવેલા એના ઉકેલ ઉપર જ અવલંબે છે. એ બાબત માટે આપ સચેટ અને સુખદ રીતે સમર્થન તેમ જ ઉકેલ કરી શકે છે, એટલું જ નહિ, પણ એ પાછળની આપની ભાવના પ્રબળ હોવાથી ધારી અસર ઉપજાવી શકે તેમ છે. વાતાવરણ જોતાં જે મહત્ત્વનું કાર્ય શાસનના શ્રેય અંગે કરવાનું છે એ વિચારતાં આપની હાજરીની ખાસ આવશ્યકતા છે.” પં. મફતલાલ ઝવેરચંદે પણ ભારપૂર્વક લખ્યું : હું અંગત રીતે આપને જણાવું છું કે આપની તબિયત નાદુરસ્ત છે, આવી શકાય એવી સ્થિતિ નથી, આ બધું છતાં કેટલાંક કામો એવાં હોય છે કે તબિયતને ગુમાવીને પણ કરવાં પડે છે. અને કઈ વાર મુશ્કેલીમાં અપવાદ સેવીને પણ શાસનકાર્ય કરવાની ફરજ થઈ પડે છે. આ પ્રસંગે આપે અવશ્ય આવવા જેવું છે. . લાવણ્યસૂરિજી અહી છે. પૂ. મહારાજ સાહેબ આવે છે. છતાં મને લાગે છે કે આપ નહિ આવે તે ઠીક નહિ થાય. આપ આ વિષયના પૂર્વાપરના જાણકાર છો. પૂ. સ્વ. ગુરુમહારાજનો પાવરશક્તિ પણ આપનામાં છે. કહેતાં પણ આવડે છે અને વાળમાં પણ આવડે છે. માંદા માંદા પણ ઉકેલ આણવાની તાકાત છે. સાથે શાસનની એક્તામાં આપનું પૂરું ચિત્ત છે. આ બધાને આજે ઉપગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23