Book Title: Samvat 2014 nu Year 1958 Muni Sammelan Ahmedabad
Author(s): Shilchandrasuri
Publisher: Z_Vijaynandansuri_Smarak_Granth_012053_HR.pdf

View full book text
Previous | Next

Page 11
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૧૯૫]. બે વાગ્યાનો સમય નક્કી થયે. બે વાગે સૌ એક ખંડમાં મળ્યા, બેઠા. બીજી આડીઅવળી વાતે ચાલી. પણ એ વખતે શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ પ્રસ્તુત પ્રકરણની કશી વાત જ ના ઉચારી. છેવટે શ્રી નંદનસૂરિજીએ સરળ ભાવે કહ્યું : “આપણે સંમેલનમાં શેની વિચારણા કરવી છે, એ વિષે આપણે અહીં ડીક વિચારણું કરી લઈએ.” ત્યારે શ્રી વિજયરામચંદ્રસૂરિજી કહેઃ “ના ના, એ વિચારણું અત્યારે ખાનગીમાં કરવાની શી જરૂર છે? એ માટે તો સંમેલન બોલાવ્યું છે, ત્યાં જ વિચારીશું.” થયું. સરળતાને અને સામા પક્ષને બાર ગાઉનું આંતરું છે, એવી શ્રી વિજ્યનંદસૂરિજીની માન્યતા સાચી હોવાની સૌને આ બનાવે પ્રતીતિ થઈ. આ પછી એમણે શ્રીસંઘના ઉત્સાહ વચ્ચે શહેરમાં પ્રવેશ કર્યો. એમના આગમનથી શહેરની હવામાં પરિવર્તન આવ્યું હતું. કાંઈક સંગીન અને સુંદર પરિણામ આવવાની આશા સૌને બંધાઈ હતી. એમની શક્તિ અને પ્રતિભા ઉપર સૌને અખૂટ અને અગાધ શ્રદ્ધા હતી. એ જે કરશે, તે સંઘના વ્યાપક અને શ્રેષ્ઠ હિતમાં જ હશે એની સૌને ખાતરી હતી. એટલે સૌ નિશ્ચિત્ત બનીને સંમેલનની શુભ શરૂઆતની વાટ જેવા લાગ્યા. એકતિથિપક્ષના સમગ્ર શ્રમણ-સમુદાયે પણ શ્રી વિજયનંદનસૂરિજીને પિતાનું નેતૃત્વ સોંપીને રાહતનો દમ ખેંચે. - પાંજરાપોળનો ઉપાશ્રય અનેક મુનિરાજે તથા આગેવાન ગૃહસ્થની આવન-જાવનથી ચોવીસે કલાક ધમધમી રહ્યો. શ્રી વિજયનંદસૂરિજીનું બુદ્વિતંત્ર બરાબર કામે લાગી ગયું. કેને શું જવાબ આપ, કેને ક્યાં નિયુક્ત કરવા, કોને ઉપયોગ કેમ કરે, સામા પક્ષના વિચારને પ્રતિવાદ કેમ કરવો, આ બધામાં તેઓ પૂરા સક્રિય બની ગયા. અને જોતજોતામાં સંમેલનની શરૂઆતને મંગળકારી દિવસ-અક્ષય તૃતીયાનો દિવસ-આવી પહોંચ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23