Book Title: Samvat 2014 nu Year 1958 Muni Sammelan Ahmedabad
Author(s): Shilchandrasuri
Publisher: Z_Vijaynandansuri_Smarak_Granth_012053_HR.pdf

View full book text
Previous | Next

Page 10
________________ [ ૧૦૪ ] આ. વિ.ન...દનસૂરિ-સ્મારક થ સૂરિજીની તરફેણના હતા. એ અગે શ્રી વિજયનંદનસૂરિજીએ શ્રીકાંતને પૂછ્યું: “ અત્યારે આવા લેખ કણે લખ્યા હશે ?” શ્રીકાંત કહે : “ સાહેબ ! મેં લખ્યા હોય એમ આપને લાગે છે ખરું ? શ્રી વિજયનંદનસૂરિજી આ જવાખ પરથી જ સમજી ગયા કે આ ભાઈ એ જ એ લેખ લખ્યા છે. વળી, ‘સેવાસમાજ'નુ સપાદનકાર્ય સભાળતા શ્રી ઈન્દિરાબહેન જ્યારે અમદાવાદ આવેલાં, ત્યારે તેમણે શેઠ કેશુભાઈના પ્રશ્નના જવાખમાં સ્પષ્ટ કહેલું કે આ લખાણ શ્રીકાંત તરફથી જ આવેલું છે, એ વાતની પણ એમને ખબર હતી. પણ અત્યારે તેએ અજાણુ જ રહ્યા. એમણે ભીનું સંકેલ્યું: “ના, ના, એમ તેા શેનું લાગે ? ” આ પછી શ્રીકાંત કહે : “ સાહેબ ! આચાર્ય મહારાજે (શ્રી વિજયરામચદ્રસૂરિજીએ) મને કહ્યું છે કે સમેલન માટે ચર્ચા કરવાના પોઈન્ટો મહારાજજીએ કંઈ વિચાર્યા હાય તા લેતા આવજે, માટે આપે વિચાર્યા હોય તા આપે. ’ શ્રી વિજયન ંદનસૂરિજી કહેઃ “ હજી તેા આજે વિહાર કર્યા છે. અત્યાર સુધી આવવાનું નહાતું. એકાએક નક્કી થયુ' ને વિહાર કર્યાં. એમાં વિચારના સમય કથાંથી મળે ? ” પાઈન્ટો ન મળતાં નિરાશ થઈને શ્રીકાંત પાછા ગયા. જ્યારે શ્રી વિજયનંદનસૂરિજી કાઠે આવી પહોંચ્યા, ત્યારે શ્રીકાંત ફરીવાર આવ્યા; કહે : “ સાહેબ ! વિનંતિ કરવા તે બધા આવશે, પણ હું તે કહું છું કે આપ અને આચાર્ય મહારાજ ગામ ખહાર-મકુભાઈના બંગલે-એક વાર મળી લા, તા ઠીક થશે. શ્રી વિજયેાયસૂરિ મહારાજ પધાર્યા ત્યારે મળવાનુ ગાઠવેલું, પણ તે વખતે આચાય મહારાજને તાવ ખૂબ આવ્યા, એટલે મળાયું નહિ. ” શ્રી વિજયનંદનસૂરિજી કહે: “ હજી તે વાર છે, ત્યાં આવીએ એટલે વિચાર કરીશું. ” પછી કહે : “ પોઈન્ટા વિચાર્યા હાય તા મહારાજે મગાવ્યા છે.” આચાર્યશ્રી કહે : “ અત્યારે તા વિહારમાં થાકી જવાય છે. કત્યાંથી સમય મળે ?” આ પછી સરખેજ મુકામે શ્રી રમેશચંદ્ર બકુભાઈ વગેરે આવ્યા, ને પાતાના અગલે શ્રી વિજયરામચદ્રસૂરિજી સાથે મળવાનુ નક્કી કરી ગયા. બીજે દિવસે સરખેજથી વિહાર કરી બકુભાઈના અંગલે ગયા. ત્યાં શ્રી વિજયધમસૂરિજી વગેરે આપણા પક્ષના, અને સામા પક્ષે શ્રી વિજયરામચદ્રસૂરિજી, શ્રી વિજયમનેાહરસૂરિજી, શ્રી વિજયજમ્મૂસૂરિજી, શ્રી કીર્તિવિજયજી વગેરે આવેલા. બધા મલ્યા. અરસપરસ સુખશાતાદિની વાર્તા કરી. એ વખતે રમેશભાઈ એ વિનતિ કરી. “આપ અનેનેા મળવાના સમય ગાઢવા.” શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું: “તમે નક્કી કરો તે સમય રાખીએ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23