Book Title: Samvat 2014 nu Year 1958 Muni Sammelan Ahmedabad
Author(s): Shilchandrasuri
Publisher: Z_Vijaynandansuri_Smarak_Granth_012053_HR.pdf

View full book text
Previous | Next

Page 8
________________ [૧૦૨] આ. વિ.નંદનસુરિ સ્મારકગ્રંથ આપે અહીં પધારવું અતીવ આવશ્યક છે. આપની છાયામાત્રથી જ બધું સ્વચ્છ થઈ જશે.” આ જ અરસામાં શેઠ કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી, છેલ્લે પ્રયત્ન કરવાની ગણતરીથી, પાલીતાણે આવ્યા, ને ખૂબ આગ્રહપૂર્વક વિનંતિ કરી. આ પહેલાં શ્રી રાકરચંદ મણિલાલ વગેરે આગેવાને રૂબરૂ આવ્યા, ત્યારે જે જવાબ આપેલો, તે જ જવાબ શ્રી કેશુભાઈ શેઠને આપ્યોઃ “મારી હાલ ઈરછા નથી. તબિયતની અનુકૂળતા નથી. એમ છતાં મને શાસનસમ્રાટની અંત:પ્રેરણું થશે તો હું તરત તમને કહેવરાવીશ.” શેઠ પાલિતાણ પેઢીમાં કહેતા ગયા કે “મહારાજજીનો વિચાર થાય તે મને તરત જ તારથી જણાવી દેજે.” થોડા દિવસ ગયા, ને એક દિવસ સવારમાં ઊઠતાં વાર જ એમને અંતઃ પ્રેરણા થઈ કે “તારે સંમેલનમાં જવું જ જોઈએ.” આ થતાં જ એમનું ચિત્ત પ્રફુલ્લ ને પ્રસન્ન બની ગયું. થોડી વાર પછી તેઓ પૂજય આચાર્ય શ્રી વિજ્યદર્શનસૂરિજી મહારાજને વંદન કરવા ગયા. ત્યાં એમને વાત કરી કે “આજે મને આવી પ્રેરણ થઈ છે, માટે જવાને વિચાર કરું છું.” શ્રી વિજયદર્શનસૂરિ મહારાજ કહેઃ “હુ તે તમને પહેલેથી જવાનું કહું છું. જરૂર જાવ.” બસ, વડીલના આશીર્વાદ મેળવીને તરત જ પેઢીમાંથી મુનીમ કરુણાશંકરને બોલાવીને અમદાવાદ શેઠ ઉપર તાર કરવાનું જણાવી દીધું. ૩૨ સં. ૨૦૧૪નું મુનિસમેલન : અમદાવાદમાં આગમન જે સમાચારની આતુરતાપૂર્વક આશા સેવાતી હતી, એ સમાચાર આખરે આવ્યા. સંઘના શાતિપ્રિય વિશાળ વર્ગની આશા અને મહેનત અને સફળ થઈ. શેઠ કેશુભાઈએ તારના ઉત્તરમાં લખ્યું: “ગઈ કાલે રાત્રે કરુણુશંકર તરફથી તાર મલ્યો કે આપે ચિત્ર શુદિ ૧૦ ને રવિવારે અત્રે સારુ વિહાર કરે છે. આપના આ નિર્ણયથી અત્રે મુનિ મહારાજશ્રીઓ તથા ગૃહસ્થીઓમાં ઘણે જ આનંદ થયે છે. સંમેલન સારું બુભ દિવસ કાઢી મને જણાવવા વિનતિ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23