Book Title: Samvat 2014 nu Year 1958 Muni Sammelan Ahmedabad
Author(s): Shilchandrasuri
Publisher: Z_Vijaynandansuri_Smarak_Granth_012053_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૭] શાતિ સારુ આપને તબિયતની અનુકૂળતા ન હોવા છતાં તસ્દી આપવી પડશે. કારણ, આપના વગર ઠેકાણું પડવાનું નથી.” આના અનુસંધાનમાં બંને વચ્ચે પત્રવ્યવહાર ચાલુ જ રહ્યો. શેઠના દરેક પત્રોમાં વિનતિ મુખ્યરૂપે રહેતી. તા. ૨૫-૧૨-૫૭ના પત્રમાં લખ્યું કે “આપની ગેરહાજરીમાં ચર્ચાને નિર્ણય થઈ શકે તેમ નથી.” તા. ૨-૧-૧૮ના દિવસે શેઠે સંમેલન વિષે માર્ગદર્શન મળે, એ હેતુથી પણ પધારવાનો આગ્રહ કરતાં લખ્યું કેઃ “પૂજ્ય આચાર્યશ્રીઓનું મિલન તિથિચર્ચાને નિર્ણય લાવી સંઘમાં એકતા સ્થાપવા માટે છે. શાસનની ગૌરવતા તથા ઉન્નતિ પ્રત્યે હમારા કરતાં તેમને વધુ રસ હોઈ નિર્ણય કેવી રીતે લાવે અને તેને સારુ શું શું કરવું તથા કેવી રીતે ગોઠવવું, તે તેમના બધાના ઉપર છોડવાનું વાસ્તવિક તથા શોભારૂપ હોવાથી તે સંબંધી કઈ પણ ચર્ચા કઈ સાથે કરવામાં આવી નથી અને તે અગાઉથી ન કરવી હિતાવહ છે. તદુપરાંત આપના સમુદાયમાંથી આપે તથા પૂજ્ય ગુરુ શ્રી વિજયસૂરીશ્વરજીએ તો પધારવું જ જોઈએ તેવી સર્વે વૃદ્ધ, વડીલ આચાર્યશ્રી તેમ જ મુનિ-મહારાજશ્રીઓની પ્રબળ ઈચ્છા છે, તેમ નિર્ણય લાવવામાં આપ યોગ્ય રીતે દોરવણી આપી કાર્ય ફળીભૂત કરી શકશે તેવી ભાવનાથી આપે જરૂર પધારવું, તેવું આપને વિનંતિ કરવા મને પ્રેરણા અપાઈ છે, તેથી મારી વિનંતિને આ૫ માન્ય રાખી બની શકે તેટલા વહેલા આવી શકે તેવી રીતે વિહાર ગોઠવશે.” આના ઉત્તરમાં પહેલાં તે શ્રી વિજયનંદનસૂરિજીએ તબિયતની પ્રતિકૂળતાના કારણે ના જ લખી, એ સાથે સંમેલન કઈ રીતે થઈ શકે, અને તેમાં ચર્ચા ને નિર્ણય કઈ પદ્ધતિએ લઈ શકાય, તેનું વિસ્તૃત માર્ગદર્શન પણ લખી મોકલ્યું. પણ આના જવાબમાં શેઠે લખ્યું કે : “આપના સિવાય સંમેલન અશક્ય લાગે છે તેથી જે જે પૂજ્ય આચાર્યશ્રીઓએ મારી વિનંતિને સ્વીકારી, લાંબા વિહાર તેમ શારીરિક સ્થિતિ બરબર નહીં છતાં જેમ બને તેમ વહેલાં આવવા કબૂલ થયા તેમને અગાઉથી વધુ પરિશ્રમ નહીં લેવા જણાવવું એ મારી ફરજ સમજું છું. આ પત્ર આપની સલાહ તેમ જ આપના સિવાય એકઠાં થવું અશક્ય છે, તેટલું આપના ધ્યાન ઉપર લાવવા, તેમ જ તે બાબત વિચાર કરવા સારુ લખું છું.” શેઠના આ પત્રથી એમને મનમાં વિચાર આવ્યો કે, “બધાં મારા માટે આટલો આગ્રહ રાખે છે, અને સંઘની એકતાનું કામ છે, તે તબિયતને વિચાર ન કરીને પણ જવાય તો સારું.’ આ વિચારથી એમણે શેઠ પર તાર કરાવ્યું કે “હું ત્યાં આવવાનો વિચાર રાખું છું. નાગરદાસભાઈને અહીં પહેલી ટ્રેઈનમાં મેકલો.” ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23