Book Title: Samraicchakaha Part-2
Author(s): Haribhadrasuri, 
Publisher: Mangal Parekhno Khancho Jain Sangh - Shahpur - Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ ૪ || પૂ. પં. શ્રી કનકવિજ્યજી મ. સા. ની જીવન સૌરભ મહેસાણા જીલ્લાના સાલડી ગામમાં આ મહાપુરૂષને સં. ૧૮૬૧ ના ચૈત્ર સુદ સાતમે બાળ-સ્વરૂપે જન્મ થયો. તેમનું શુભનામ કંકુચંદ ભાઈ રાખવામાં આવ્યું. માતા પિતાના સુસંસ્કાર અને સદાચરણના બલે બાલ્યવયથી જ પ્રભુપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પર્વતિથિએ પૌષધ, દેવ-ગુરૂ ભક્તિને જીવનમાં વણી લેવા સાથે સુંદર ધાર્મિક તથા સાત ધોરણ સુધીને વ્યાવહારિક અભ્યાસ કંકુચંદભાઈએ કર્યો. જીવનમાં વૈરાગ્ય છતાં વડીલોના આગ્રહથી લગ્ન સંબંધ બંધાયા. ઋણાનુબંધે પત્ની મણીબહેન તરફથી પણ ધર્મ કાર્યમાં સુંદર સહયોગ પ્રાપ્ત થયા કરે. પરંતુ આકસ્મિક બિમારીથી ધર્મપત્નીના અવસાને તેમને ત્યાગ–વિરાગ્ય વધુ પ્રકીપ્ત થયા. સંયમ જીવનના સુ- સ્વાદસમાં ત્રણે ઉપધાનતપ વહન કરી પૂ. આ. દેવ ૧૦૦૮ શ્રી વિજય ભક્તિસૂરીશ્વરજી મ. સા. ને જીવનનાવનું સુકાન સોંપી દીધું. વિ. સં. ૧૯૮૮ માં પરમ પાવની પ્રવજ્યા સ્વીકારી મુનિ કનકવિજયજી બન્યા. સુંદર શાસ્ત્રાભ્યાસ સાથે આગમનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. નાના કે મેટા, બાલ-વૃદ્ધ કે અશક્ત સાધુની વૈયાવચ્ચમાં ગૌરવ અનુભવતા. તેઓશ્રીને સુજશવિજયજી તથા રુચકવિજયજી (હાલ પૂ. રુચકચંદ્રસૂરિ) નામે બે શિષ્ય થયા. યોગ્યતા નિહાળી પૂ. આચાર્યદેવશ્રીએ પૂજ્યશ્રીને ગણિ-પદવી અર્પણ કરી સં. ૨૦૧૦ માં પન્યાસપદે આરૂઢ ર્યા. પૂર્વના અશુભ કર્મોદયે શરીર બીમાર પડવું, હઠીલા રોગને હટાવવાનો પ્રયત્ન છેડી ભાવ રોગોને ભગાડવા તરફ વધુ ધ્યાન પૂજ્યશ્રીએ આપ્યું. ' વેદનાને સમભાવે સહન કરતાં વિ. સં. ૨૦૨૨ ના આસો સુદ સાતમે પૂજયશ્રીએ સમાધિ સહ નશ્વર દેહને ત્યાગ કર્યો. મહાત્મા ગયા પણ ચારિત્રધર્મની સુવાસ પ્રસરાવતા ગયા. વંદન હે આત્મ કલ્યાણકારી એ મહાત્માને ! ! ! For Private & Personal Use Only 163 nelibrary.org જ Jain Educati o nal

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 370