Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 14
________________ અમે મંદિરના સંકુલમાં પ્રવેશ્યા. નીચે તળેટીમાં જ મંદિરો, ધર્મશાળા, કાર્યાલય સહિત આ વિશાળ સંકુલ છે. ગાડી પાર્ક કરીને અમે પહાડ ઉપર ચડવાનો વિચાર કરતા હતા, પણ કાર્યાલયમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે પહાડ ઉપર ગાડીમાં જવા માટે કાચો રસ્તો બનાવ્યો છે અને ઠેઠ બડે બાબાના મંદિર સુધી જવાય છે. એટલે શ્રમ અને સમય બંને બચાવવા અમે ગાડીમાં જ ઉપર પહોંચી ગયા. - કુંડલગિરિના આ તીર્થક્ષેત્રમાં પહાડ ઉપર અને તળેટીમાં મળીને ત્રેસઠ મંદિરો છે. એમાં મુખ્ય મંદિર તે આ બડે બાબાનું છે. એનું ગર્ભગૃહ નાનું અને નીચાણમાં છે. મંદિરમાં પ્રવેશી, પગથિયાં ઊતરી અમે ગર્ભગૃહમાં દાખલ થયા. આપણી નજર ભરી દે એવા બડે બાબાનાં દર્શન કરી અમે ધન્યતા અનુભવી. અમારું સ્વપ્ન ફળીભૂત થયું. બડે બાબાની મૂર્તિ ફોટામાં જોઈએ અને પ્રત્યક્ષ જોઈએ એ બેમાં ઘણો ફરક છે. પ્રત્યક્ષ દર્શનથી જ વિશિષ્ટ અનુભૂતિ થાય છે. આ મૂર્તિની વિશાળતા, સમપ્રમાણતા, સુરેખતા, ભવ્યતા, ચહેરા પરની શાન્ત પ્રસન્નતા ઇત્યાદિ ચિત્તાકર્ષક તત્ત્વોથી અત્યંત પ્રભાવિત થઈ જવાયું. અમારી નજર ત્યાંથી જલદી ખસતી નહોતી. બડે બાબા એવું નામ આ પ્રતિમાની વિશાળતાને કારણે જ પડી ગયું છે. આ પદ્માસનસ્થ પ્રતિમા આશરે સાડા બાર ફૂટ જેટલી ઊંચી છે અને નીચે ત્રણ ફૂટનું સિંહાસન છે. આ પ્રતિમાજીની વિશિષ્ટતા એ છે કે બહારથી લાવીને તે અહીં પધરાવેલી નથી, પરંતુ પહાડના પથ્થરમાંથી ત્યાં જ કંડારેલી છે. પહાડના સાધારણ રતાશવાળા કાળા ભૂખરા એવા અનોખા રંગના નક્કર પાષાણમાંથી તે કંડારવામાં આવી છે. પ્રતિમાજી આગળપાછળ સંપૂર્ણ કંડારેલી નથી. પીઠનો ભાગ, મસ્તક અને કમર સહિત પથ્થરની દીવાલ સાથે તે એકરૂપ છે. કલાકૃતિ તરીકે પણ તે એક ઉત્તમ નમૂનારૂપ છે. પથ્થરની દીવાલમાં જ પરિકરની બડે બાબા Jain Education International [ ૫ www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 174