Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ પુત્રભીતિ અતિરેક થતાં પુત્રનું સ્વમાન ઘવાય છે. એક કરતાં વધુ સંતાનો હોય તો સંપત્તિની વહેંચણીનો પ્રશ્ન ઊભો થાય છે. માતાપિતા વહાલા પુત્રના પક્ષપાતી બને છે. પુત્રવધૂઓ ઘરમાં આવતાં દીકરાઓ માતાપિતા સાથે મન મૂકીને વાત નથી કરી શકતા. બેય પક્ષ સાચવવા જતાં પુત્ર કફોડી સ્થિતિમાં મૂકાય છે. માતાપિતા અશક્ત છે, એમની માનસિક ગ્રંથિઓ અને વહેમો બંધાઈ ગયા છે. હવે તેઓ ઝાઝું જીવવાના નથી. તેઓ બોજારૂપ બને છે. પત્ની સાથે આખી જિંદગી કાઢવાની છે. આવા આવા વિચારે બે પેઢી વચ્ચેનું અંતર વધતું જાય છે, વિનય અને લજ્જા લોપાતાં જાય છે. એમાં પણ મોટો સંઘર્ષ થતાં હત્યા કે આપઘાતની ઘટનાઓ બને છે. ક્યારેક પુત્રે પિતાની કે પિતાએ પુત્રની હત્યા કરી હોય એવી ઘટનાઓ પણ બને છે. પોતાનાં કર્મનો ઉદય અને ઋણાનુબંધ અનુસાર બધું બને છે એવું સમાધાન કેટલાક કેળવે છે. બદલાતા જમાનામાં આપણને લાગે છે કે આપણાં માતાપિતા કરતાં આપણે વધુ ડાહ્યા, સમજદાર છીએ, પરંતુ થોડાં વર્ષોમાં જ આપણાં સંતાનો પણ આપણા માટે એવા જ વિચાર કરતા થઈ જાય છે. કહ્યું છેઃ We think our fathers fool so wise we grow; Our wiser sons, no doubt will think us so. માણસને પોતાના દીકરાઓ તરફથી જેટલો ડર હોય છે તેટલો દીકરી તરફથી નથી હોતો. વસ્તુતઃ પોતાને દીકરીનો ડર લાગે એવા કિસ્સા જવહાં જ બને છે. માતા-પિતાને દીકરી માટે પ્રેમભરી લાગણી એકંદરે વધુ રહે છે અને જે સમાજમાં દીકરી માતાપિતાનું ઘર છોડી સાસરે જાય છે એ સમાજમાં દીકરીને માતાપિતા માટે ઉષ્માભરી સાચી લાગણી, ઝંખના, ઉમળકો, દરકાર વગેરે વધુ રહે છે. જમાઈના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 186