Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ચડાવ્યાથી કે ભાભીઓના મહેણાં-ટોણાંથી ત્રાસેલી દીકરી માતાપિતાથી વિપરીત થઈ ગઈ હોય એવી ઘટનાઓ નથી બનતી એવું નથી, પરંતુ એમાં પણ અપ્રીતિ સવિશેષ હોય છે, ડર નહિ. પિતા અને પુત્રનો ઉછેર એટલે જૂની પેઢી અને નવી પેઢીનો ઉછેર. બંને વચ્ચે તફાવત હંમેશાં રહેવાનો. દુનિયા સતત પરિવર્તનશીલ છે. નવી પેઢીને એની જીવનશૈલી હોય છે. યુવાનો પોતાની રીતે આગળ ચાલવા ઈચ્છે છે. વૃદ્ધો હવે અશક્ત બન્યા હોય છે. તેઓ સ્થિરતા ઝંખે છે. તેમનામાંથી સાહસિકતા ચાલી જાય છે. સંતાનો જુવાન છે, તરવરાટવાળાં છે, સાહસિક છે, સ્વપ્નશીલ છે. એમની આગળ લાંબો ભવિષ્યકાળ છે. આથી બે પેઢી વચ્ચેના અંતરમાં જ્યારે પરસ્પર વૈમનસ્યની ગ્રંથિઓ પાકી થઈ ગઈ હોય છે ત્યારે સંઘર્ષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. પુત્ર પચીસ-પાંત્રીસની ઉંમરનો થાય એ પછી એને પોતાના પિતા તરફ સંપૂર્ણ આદર જ રહ્યો હોય એવા પ્રસંગોનું પ્રમાણ ઘણું ઘટી જાય છે. ઓસ્કર વાઈલ્સે કહ્યું છે, 'Children begin by loving their parents. After a time they judge them. Rarely, if ever, do they forgive them.' બાલ્યકાળમાં અને કિશોરકાળમાં બાળકોને પોતાનાં માતાપિતાનો વિશેષતઃ પિતાનો ડર રહે છે. કંઈક ભૂલ કરી હોય, ખોટું બોલ્યા હોય કે ખોટું કર્યું હોય તો મેથીપાક મળશે એવી મનમાં ભીતિ રહે છે. નાનું બાળક ગભરાય છે. આકુળવ્યાકુળ બની જાય છે. એમાં પણ પિતાનો સ્વભાવ જો કડક અને ક્રોધી હોય, હાથનો છૂટો હોય તો બાળકને વધુ ડર લાગે છે. બાપના એક ઘાંટાથી બાળક ચૂપ થઈ જાય છે. પણ પછી બાળકના મનમાં પિતા માટે એક પ્રકારની ગ્રંથિ બંધાઈ જાય છે. યૌવનમાં આવેલા દીકરાઓ પિતાની સાથે વિચારવિનિમય કરે છે. ક્યારેય દલીલબાજી પણ થાય છે. પણ ઘણાખરા પોતે સાચા હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 186